android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat મહાનગરપાલિકાના ખાણીપીણી અને આરોગ્ય ચેકિંગમાં 10 સંસ્થાઓને કાયમી બંધ કરવા આદેશ, આરોગ્ય વિભાગે 2.61 લાખનો દંડ વસૂલ્યો
calendar_today January 12, 2026

Surat મહાનગરપાલિકાના ખાણીપીણી અને આરોગ્ય ચેકિંગમાં 10 સંસ્થાઓને કાયમી બંધ કરવા આદેશ, આરોગ્ય વિભાગે 2.61 લાખનો દંડ વસૂલ્યો

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં આરોગ્ય અને ખાણીપીણીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે છેલ્લા એક અઠવાડિયામાં ઉંડી તપાસ ચલાવી હતી. 1210 સ્થળોની તપાસ કરી આરોગ્ય વિભાગે કુલ 1210 સ્થળોની તપાસ કરી હતી, જેમાં ખાસ કરીને પાણીપૂરી અને સ્ટ્રીટ ફૂડ વેચનારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. 1400 કિલો કરતા વધુ અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો તપાસમાં 1400 કિલો કરતા વધુ અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. આ સાથે, 73 સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે . 10 સંસ્થાઓને કાયમી માટે બંધ કરવામાં આવી મહાનગરપાલિકાની કાર્યવાહીમાં 10 સંસ્થાઓને કાયમી માટે બંધ કરવામાં આવી છે. આ સાથે જ આરોગ્ય નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ પર કુલ રૂ. 2,61,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી સુરત મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી ફૂડ હાઇજિન અને આરોગ્ય નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે, જેથી શહેરવાસીઓને સ્વચ્છ અને સુરક્ષિત ખાદ્યપદાર્થ ઉપલબ્ધ થાય. આ પણ વાંચો-----    Ahmedabad : ગાંધીઆશ્રમનું પુનઃનિર્માણ, 1200 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય સ્મારક બનશે, સાદગી-અધિકૃત સ્થાપત્યોને જાળવીને જીર્ણોદ્ધાર કરાશે

Read Full Story arrow_forward
Rajkot News : સૌરાષ્ટ્ર-કચ્છ વાઈબ્રન્ટ સમિટનો આજે બીજો દિવસ, સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો દ્વારા આજે MOU કરાશે
calendar_today January 12, 2026

Rajkot News : સૌરાષ્ટ્ર-કચ્છ વાઈબ્રન્ટ સમિટનો આજે બીજો દિવસ, સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો દ્વારા આજે MOU કરાશે

રાજકોટમાં યોજાનારા વાઇબ્રન્ટ સમિટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ તકે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વાઇબ્રન્ટની સફળતા અંગે વાત કરી હતી. તેઓએ અત્યાર સુધી થયેલા વિદેશી રોકાણ અને ભવિષ્યના રોડમેપ વિશે માહિતી આપી હતી. આ અવસરે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિઝન સાથે વર્ષ ૨૦૦૩માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરાવીને ગુજરાતની ઉદ્યોગ સંભાવનાને વિશ્વ સમક્ષ મૂકી હતી.રાજ્યમાં છેલ્લા 20 વર્ષોમાં રૂ. 3.57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે મહાજન, પ્રજાજન અને પ્રશાસનના પ્રયાસો તેમજ શ્રેણીબદ્ધ વાઇબ્રન્ટ સમિટના કારણે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન અને રોકાણ માટે મોસ્ટ પ્રિર્ડ ડેસ્ટિનેશન બન્યું છે. વાઇબ્રન્ટ સમિટની છેલ્લા બે દાયકાની સફળતાના પરિણામે રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષોમાં રૂ. ૩.૫૭ લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે. રાજ્યના સવાંગી વિકાસની ઝાંખી આપતા તેમણે કહ્યું હતું કે, ગુજરાત આજે "ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર" (ભવિષ્ય માટેનું વૈશ્વિક દ્વાર) બન્યું છે અને પ્રગતિના નવા બેન્ચમાર્ક સેટ કરી રહ્યું છે. આ વાઇબ્રન્ટ સમિટમાં પણ 1500થી વધુ MoU થવાની શક્યતા જોવા મળી રહી છે ઓટો સેક્ટર, સેમીકન્ડક્ટર, ફાઈનાન્શિયલ સર્વિસિસ, એ.આઈ. ગ્રીન એનર્જી જેવા ઉભરતા અનેક ક્ષેત્રોમાં ગુજરાત આજે હબ બનવા તરફ જઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૪ની વાઇ બન્ટ ગુજરાત સમિટમાં ૯૮ હજાર જેટલા એમ.ઓ.યુ. થયાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, તેમાંથી ૨૫,૫૦૦ એમ.ઓ.યુ. સૌરાષ્ટ્ર-કચ્છના હતા. તેમાંથી ૭૮ ટકા પ્રોજેક્ટ કમિશન્ડ થઈ ચૂક્યા છે. તો આ તકે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, ૨૦૦૩થી વાઈબ્રન્ટ ગુજરાત લોન્ચ કરી ગુજરાતને ખૂબ મોટુ પ્રોત્સાહન આપ્યુ હતું. હાલ ગુજરાતમાં ચારેય દિશામાં મેન્યુફેક્ચર સેક્ટરમાં અનેક તકો અપાવી છે. રાજકોટમાં યોજાનારી આ વાઇબ્રન્ટ સમિટમાં પણ ૧૫૦૦થી વધુ MoU થવાની શક્યતા જોવા મળી રહી છે.આ પણ વાંચો : Ahmedabad News : જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે વિઝિટર્સ બુકમાં સંદેશ લખ્યો, દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે

Read Full Story arrow_forward
Amreli: મીડિયાના અહેવાલ બાદ ખાંભા ગીરમાં પશુઓના ખરવા રોગ સામે તંત્ર એક્શન મોડમાં
calendar_today January 12, 2026

Amreli: મીડિયાના અહેવાલ બાદ ખાંભા ગીરમાં પશુઓના ખરવા રોગ સામે તંત્ર એક્શન મોડમાં

અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી પશુઓમાં 'ખરવા' નામનો ચેપી રોગ ફેલાતા પશુપાલકો અને માલધારીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી હતી. ગાય અને ભેંસ જેવા પશુઓમાં આ રોગના લક્ષણો જણાતા પશુઓના પગમાંથી લોહી નીકળવું અને મોઢામાં ચાંદા પડવા જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આ બીમારીને કારણે અબોલ જીવો કંઈ ખાઈ-પી શકતા નહોતા, જેની સીધી અસર દૂધના ઉત્પાદન પર પડતા માલધારીઓની આર્થિક સ્થિતિ પણ જોખમમાં મુકાઈ હતી. સંદેશ ન્યૂઝની પહેલ અને તંત્રની કામગીરી પશુપાલકોની આ ગંભીર સમસ્યાને સંદેશ ન્યૂઝ ચેનલ દ્વારા પ્રમુખતાથી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. અહેવાલના માધ્યમથી માલધારીઓની વેદના સરકાર અને વહીવટી તંત્ર સુધી પહોંચાડવામાં આવી હતી. આ સમાચારની વ્યાપક અસર જોવા મળી અને ઊંઘતું ઝડપાયેલું પશુપાલન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. તપાસના આદેશ અને સેમ્પલિંગ અમરેલી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ખાંભા પંથકમાં તાત્કાલિક તપાસના આદેશો જારી કરવામાં આવ્યા હતા. પશુ ચિકિત્સકોની ટીમો બનાવીને અસરગ્રસ્ત ગામોમાં મોકલવામાં આવી હતી. વિભાગ દ્વારા નીચે મુજબની કામગીરી હાથ ધરાઈ. બીમાર ગાય અને ભેંસોનું સ્કેનિંગ કરવામાં આવ્યું રોગના ચોક્કસ કારણો જાણવા માટે પશુઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા.માલધારીઓને રોગના અટકાવ અને સારવાર અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. મીડિયાના અહેવાલ બાદ તંત્ર દ્વારા લેવાયેલા આ ત્વરિત પગલાંથી સ્થાનિક પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી રોગને વધુ ફેલાતો અટકાવી શકાય. આ પણ વાંચોઃ આકાશમાં ગુજરાતનો ડંકો, સંસ્કારધામના નાના વૈજ્ઞાનિકોની મોટી ઉડાન! સ્ટુડન્ટ સેટેલાઇટ લોન્ચ કરાશે

Read Full Story arrow_forward