android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himachal Arki Cylinder Blast Fire: હિમાચલ પ્રદેશના અર્કી વિસ્તારમાં ભીષણ આગ, 7 વર્ષના બાળકનું મોત, 9 લોકો ગુમ
calendar_today January 12, 2026

Himachal Arki Cylinder Blast Fire: હિમાચલ પ્રદેશના અર્કી વિસ્તારમાં ભીષણ આગ, 7 વર્ષના બાળકનું મોત, 9 લોકો ગુમ

બજારમાં આગ લાગવાના કારણે દુકાનો અને ઘરોમાં મુકેલા ગેસ સિલિન્ડેરથી પણ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ઘટના સ્થળે લોકોને બચાવવુ મુશ્કેલ બન્યુ હતુ. આગનું વિકરાળ સ્વરૂપ હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં આવેલા અર્કીમાં વિસ્તારમાં અગ્નિકાંડ જોવા મળ્યો હતો. અહીં અર્કી વિસ્તારના નીચેના ભાગમાં આવેલા બજારમાં આગ લાગી હતી. જેમાં 15 ઘર બળીને ખાખ થયા હતા. આ આગમાં સાત વર્ષના બાળકનું મોત થયુ હતુ. અને 9 જેટલા લોકો ગુમ થયા હતા. ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય શરુ કરાયુ હતુ. હૉસ્પિટલના સ્ટાફને સારવાર માટે સતર્ક કરાયા હતા. તેજ ગતિએ ફેલાઇ આગ ડીસી સોલન મનમોહન શર્માએ જણાવ્યુ હતુ કે, મોડી રાત્રે અર્કી વિસ્તારમાં આવેલા જુના ભવનમાં આગ લાગી હતી. અર્કીના ફાયરફાયટરોએ અને આસપાસના વિસ્તારોમાં આવેલા ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી. ડીસી સોલન મનમોહન શર્માએ વધુમાં કહ્યુ હતુ કે, આ જુનુ ભવન લાકડીનું બનેલું હતુ. જેના કારણે આગ તેજ ગતિએ પ્રસરી હતી. આ આગમાં સાત વર્ષના બાળક પ્રિયાંશનું મોત થયુ હતુ. પ્રાથમિક તપાસ શરુ અર્કી વિસ્તારમાં આવેલા ઘરમાં નેપાળી પરિવાર રાત્રે તાપણું કરીને સુઇ ગયુ હતુ. જેના કારણે આ આગ લાગી હતી. પરંતુ સમગ્ર તપાસ બાદ ઘટનાનું મુખ્ય કારણ જાણી શકાશે. હાલ આ ભીષણ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. આગના વિકરાળ સ્વરૂપમાં મોટી સંખ્યામાં ઘરો બળીને ખાખ થયા હતા. અગ્નિકાંડ બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. આ પણ વાંચોઃ Lifestyle: Vitamin B12 શા માટે છે મહત્વપૂર્ણ, શું કહે છે કાર્ડિયોલોજિસ્ટ?, જાણો 

Read Full Story arrow_forward
Stock Market Today: ટેરિફ ટેન્શન વચ્ચે હવે ઇરાન સંકટનો શેરબજાર પર ડબલ ખૌફ! રોકાણકારોના 19 લાખ કરોડ સ્વાહા
calendar_today January 12, 2026

Stock Market Today: ટેરિફ ટેન્શન વચ્ચે હવે ઇરાન સંકટનો શેરબજાર પર ડબલ ખૌફ! રોકાણકારોના 19 લાખ કરોડ સ્વાહા

લાગી રહ્યું છે કે શેરબજાર માટે વર્ષ 2026 દમદાર નથી. કારણ કે સતત 6 કારોબારી દિવસથી શેકબજારમાં ઘટાડો જ થઇ રહ્યો છે. રોકાણકારોના 6 દિવસમાં 19 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. ખાસ વાત તો એછે કે સેન્સેક્સ લાઇફ ટાઇમ હાઇથી લગભગ 4 ટકા ઘટી ગયો છે. સતત 6 દિવસથી ઘટાડાને કારણે સેન્સેક્સમાં 2900 અંકો કરતા વધારે ઘટાડો જોવા મળે છે. શેરબજારમાં ઘટાડાનું શું છે કારણ ? શેરબજારને અસર કરતા મુખ્ય પરિબળોની વાત કરીએ તો અમેરિકાના વેનેઝુએલા સાથેના સંઘર્ષ અને ત્યારબાદ ઈરાન સાથેના દુશ્મનાવટથી ભૂરાજકીય તણાવ સંપૂર્ણપણે વકર્યો છે. ભારતનો અમેરિકા સાથે વેપાર સોદો કરવામાં અસમર્થતા પણ રોકાણકારોના ભાવનાઓને સતત નબળી પાડી રહી છે. વિદેશી રોકાણકારોનું સ્થળાંતર યથાવત છે. રૂપિયામાં ઘટાડો ચાલુ છે. ઈરાન સાથેના સંઘર્ષનો અર્થ ક્રૂડ ઓઇલ સપ્લાયમાં વિક્ષેપ અને ભાવમાં વધારો થયો છે, જેની સ્પષ્ટ અસર ભારતના આયાત બિલ પર પડી છે. શેરબજારમાં સતત 6 દિવસથી ઘટાડો સેન્સેક્સ સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. આનો અર્થ એ થયો કે સતત છ દિવસમાં ઘટાડામાં, સેન્સેક્સ 2,900.94 પોઈન્ટ ઘટ્યો છે. આનો અર્થ એ થયો કે સેન્સેક્સે રોકાણકારોને 3.38 ટકાનું નુકસાન પહોંચાડ્યું છે. બીજી તરફ, સેન્સેક્સ તેના જીવનકાળના ઉચ્ચતમ સ્તરથી 3,297.95 પોઈન્ટ ઘટ્યો છે, જેનો અર્થ એ છે કે રોકાણકારોએ લગભગ 4 ટકા ગુમાવ્યા છે. 1 ડિસેમ્બરે, સેન્સેક્સ તેના જીવનકાળના ઉચ્ચતમ સ્તર 86,159.02 પોઈન્ટ પર પહોંચ્યો હતો. બીજી તરફ નિફ્ટીમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, નિફ્ટીમાં 3.25% ઘટાડો થયો છે. 2 જાન્યુઆરીએ, નિફ્ટી 26,328.55 પોઈન્ટ પર હતો, જે ત્યારથી 855.15 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. 5 જાન્યુઆરીએ, નિફ્ટી 26,373.20 પોઈન્ટના જીવનકાળના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ત્યારથી, નિફ્ટીમાં 899.8 પોઈન્ટનો ઘટાડો થયો છે. આનો અર્થ એ થયો કે નિફ્ટી રોકાણકારોને 3.41% નુકસાન થયું છે. 6 દિવસમાં રોકાણકારોએ કેટલું ગુમાવ્યું? રોકાણકારોનું નુકસાન નોંધપાત્ર છે. જોકે તેમનું નુકસાન BSEના માર્કેટ કેપ સાથે જોડાયેલું છે. ડેટા દર્શાવે છે કે 2 જાન્યુઆરીએ, BSEનું માર્કેટ કેપ ₹4,81,24,779.35 કરોડ હતું, જે ટ્રેડિંગ સત્ર દરમિયાન ઘટીને ₹4,62,18,075.93 કરોડ થયું. આનો અર્થ એ થયો કે રોકાણકારોએ ₹19,06,703.42 લાખ કરોડ ગુમાવ્યા છે. સોમવારે ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, માર્કેટ કેપ ₹4,67,74,908.44 કરોડ જોવા મળી હતી. આનો અર્થ એ થયો કે સોમવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન રોકાણકારોએ ₹5,56,832.51 કરોડ ગુમાવ્યા છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, તાજેતરમાં બંને દેશોએ ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ કર્યા છે
calendar_today January 12, 2026

Gujarat Latest News Live : ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, તાજેતરમાં બંને દેશોએ ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ કર્યા છે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward