android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : અડાલજ ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા ત્રિદિવસીય 'આયુવેદિક મહોત્સવ’નું આયોજન કરાયું
calendar_today January 11, 2026

Gandhinagar News : અડાલજ ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા ત્રિદિવસીય 'આયુવેદિક મહોત્સવ’નું આયોજન કરાયું

અડાલજ સ્થિત દાદા નગર કન્વેશન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસ પીઠ દ્વારા આયોજિત 'આયુર્વિવેક મહોત્સવ’ માં રાજ્યપાલે આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ ગણાવીને કહ્યું કે, ભારતીય ઋષિઓએ હજારો વર્ષ પૂર્વે જે ઔષધિઓ અને સિદ્ધાંતો આપ્યા છે, તે આજની આધુનિક પ્રયોગશાળાઓમાં પણ સ્વીકાર્ય છે. આપણા ઋષિઓ સાચા અર્થમાં પ્રથમ ‘રિસર્ચ સ્કોલર’ હતા. રાજ્યપાલે આજની પેઢીમાં મોબાઇલની વધતી લત પર ચિંતા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું કે, આ લત આવનારી પેઢી માટે ગંભીર સમસ્યા બની રહી છે. ગાય અને પંચગવ્યના મહત્વ પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું કે, ગાયનું ઋગ્વેદમાં ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ગાયમાં પોતાના સંતાન પ્રત્યે માનવ માતા જેવું મમત્વ હોય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, દેશી ભારતીય ગાયના દૂધ, ગોમૂત્ર અને ગોબરમાં અદભૂત ગુણધર્મો છે અને ગોમૂત્ર અને ઘીમાં ઝેરને પણ શુદ્ધ કરવાની ક્ષમતા છે. રાજ્યપાલે જણાવ્યું કે, કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુલમાં ૪૫૦ ગાયો છે અને જાત સુધારાના પરિણામે કેટલીક ગાયો રોજે 40 લિટર દૂધ આપે છે.પ્રાકૃતિક ખેતીથી માટી છિદ્રાળુ અને ફળદ્રુપ બને છે પ્રાકૃતિક ખેતી વિષે બોલતાં રાજ્યપાલે જણાવ્યું કે, તેમણે ગુરુકુલની ૨૦૦ એકર જમીન પર યુરિયા અને ડીએપીનો સંપૂર્ણ ત્યાગ કરીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી એક જેવી નથી; ઓર્ગેનિક ખેતીમાં ખર્ચ, મહેનત વધુ લાગે છે અને ઘણી વખત અપેક્ષિત ઉત્પાદન આપતી નથી, જ્યારે પ્રાકૃતિક ખેતીથી નહિવત ખર્ચે વધુ ઉત્પાદન આવે છે અને જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે. તેમણે જણાવ્યું કે દેશી ગાયના ૧ ગ્રામ ગોબરમાં ૩૦૦થી ૫૦૦ કરોડ સૂક્ષ્મજીવો હોય છે, જેના દ્વારા ‘જીવામૃત’ તૈયાર થાય છે. જીવામૃત માટીની ઉપજાવ ક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે. રાસાયણિક ખેતીથી માટી પથ્થર જેવી કઠોર બની ગઈ છે, જે પાણી શોષી શકતી નથી, જ્યારે પ્રાકૃતિક ખેતીથી માટી છિદ્રાળુ અને ફળદ્રુપ બને છે. ગાયનું ઘી સાપ અને મધમાખીના ઝેરને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે આરોગ્યના સંદર્ભમાં તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, રાસાયણિક ખેતીના કારણે પાણીમાં નાઇટ્રેટ અને માતાના દૂધમાં પણ યુરિયા તથા કેમિકલ્સ મળી રહ્યા છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ છે. તેનો એકમાત્ર ઉકેલ ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી છે. તેમણે જણાવ્યું કે, ગાયનું ઘી સાપ અને મધમાખીના ઝેરને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ સહાયક છે. સાથે જ તેમણે ‘સેક્સ સોર્ટેડ સીમેન’ ટેકનોલોજીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેના દ્વારા માત્ર વાછરડીઓ જન્મે છે અને દૂધ ઉત્પાદન પણ વધે છે. ગૌ-આધારિત તત્વો તેને જંગલની જેમ જીવંત અને સ્વયંસ્ફૂર્ત બનાવે છે રાજ્યપાલે વૈદ્યોને આયુર્વેદ પર અડગ વિશ્વાસ રાખવા અને સતત સંશોધન કરવા અપીલ કરી, જેથી ભારત સ્વસ્થ, આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બની શકે. તેમણે માટી અને ખેતીના પરિવર્તનને બિનઉપજાઉ જમીન અને જંગલના તફાવત સાથે સરખાવતા જણાવ્યું કે, જ્યાં રસાયણ માટીને નિર્જીવ બનાવે છે, ત્યાં ગૌ-આધારિત તત્વો તેને જંગલની જેમ જીવંત અને સ્વયંસ્ફૂર્ત બનાવે છે. કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત પ્રાંત સંઘચાલક ડૉ. ભરતભાઈ પટેલ અને ગૌ વિશ્વ વિદ્યાપીઠના કુલગુરુ વૈદ્ય શ્રી હિતેશ જાનીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આયુર્વેદ વ્યાસ પીઠના સ્થાપક અધ્યક્ષ વૈદ્ય વિનય વેલણકર, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્હાર જોશી, રાષ્ટ્રીય મહામંત્રી વૈદ્ય ધનંજય કુલકર્ણી, ડૉ. ફાલ્ગુન પટેલ સહિત દેશભરના આયુર્વેદાચાર્યો, વૈદ્યો અને વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Gir Somnath SwabhimanParv : શૌર્ય સભામાં લોકોએ અનેરી રીતે પ્લે કાર્ડ દર્શાવી ભારતીય અસ્મિતાના પ્રતિકરૂપ સોમનાથની ગાથાને ઉજાગર કરી

Read Full Story arrow_forward
Vadodara: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, બે આરોપીઓ ઝડપાયા
calendar_today January 11, 2026

Vadodara: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, બે આરોપીઓ ઝડપાયા

વડોદરામાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન ડે મેચ રમાવાની છે. આ મેચ પહેલા જ ટિકિટની કાળાબજારી કરતા બે શખ્સોને પકડી લેવામાં આવ્યા છે. બંને પાસેથી અલગ અલગ લેવલની 17 ટિકિટો કબજે કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. 5 ગણા ભાવે તમામ ટિકિટની કાળા બજાર કરતા હતા વડોદરામાં આજે રમાનારી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વન ડે પહેલા જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી. ટિકિટોની કાળા બજારી કરનારા સામે પોલીસે તવાઈ બોલાવી હતી. જેમાં કેતન પટેલ અને હિતેશ જોષીને બ્લેકમાં ટિકિટ વેચતા પોલીસે ઝડપી પાડયા હતાં. બંને પાસેથી પોલીસે અલગ અલગ લેવલની 17 ટિકિટો કબજે કરી હતી. આરોપીઓ મુળ ભાવ કરતાં પાંચ ગણા ભાવે ટિકિટો કાળા બજારમાં વેચતા હતાં. બંને આરોપી યુવકો પાસેથી 31 હજારની કિંમતની વન-ડે મેચની ટિકિટો મળી આવી છે. આ પણ વાંચોઃ Gir Somnath SwabhimanParv : વડાપ્રધાન મોદીએ કહ્યું, સરદાર પટેલે સોમનાથના પુનઃ નિર્માણ માટેના શપથ લીધા ત્યારે તેમને પણ રોકવામાં આવ્યાં

Read Full Story arrow_forward
Bhavnagar : આલ્ફ્રેડ મેદાનમાં યોગશક્તિનો શંખનાદ,વિવેકાનંદ કેન્દ્રનો નવતર પ્રયોગ
calendar_today January 11, 2026

Bhavnagar : આલ્ફ્રેડ મેદાનમાં યોગશક્તિનો શંખનાદ,વિવેકાનંદ કેન્દ્રનો નવતર પ્રયોગ

ભાવનગરની શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિરાસતના પ્રતીક સમાન આલ્ફ્રેડ હાઈસ્કૂલના મેદાનમાં તાજેતરમાં એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ કાર્યક્રમ સંપન્ન થયો. વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીની ભાવનગર શાખા દ્વારા આયોજિત 'સૂર્યનમસ્કાર મહાયજ્ઞ' એ શહેરના આંગણે ખરા અર્થમાં યોગશક્તિનો મહાકુંભ સાબિત થયો હતો. આયોજન પાછળનો ઉમદા ઉદ્દેશ્ય આજના આધુનિક અને દોડધામભર્યા સમયમાં યુવા પેઢી માનસિક તણાવ અને શારીરિક શિથિલતાનો ભોગ બની રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, શહેરના યુવાનોમાં શારીરિક સુદ્રઢતા અને માનસિક શાંતિ પ્રત્યે જાગૃતિ લાવવાના પવિત્ર હેતુથી આ કાર્યક્રમ ઘડાયો હતો. આયોજકોનો મુખ્ય લક્ષ્યાંક યુવાનોને વ્યસનમુક્ત, તણાવમુક્ત અને સ્વસ્થ જીવનશૈલી તરફ વાળવાનો હતો. શિસ્ત અને ઉત્સાહનો સંગમ વહેલી સવારના શીતળ વાતાવરણમાં ભાવનગરના હજારો વિદ્યાર્થીઓ, યુવા શક્તિ અને શહેરના અગ્રણીઓ કેસરીયા સાફા અને યોગના ગણવેશમાં સજ્જ થઈને મેદાનમાં ઉમટી પડ્યા હતા. જ્યારે એકસાથે હજારો હાથ સૂર્યનારાયણની વંદનામાં ઊંચકાયા, ત્યારે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને ઊર્જાવાન બની ગયું હતું. આ દ્રશ્ય ભારતીય યોગ પરંપરાની ભવ્યતાને જીવંત કરતું હતું. આરોગ્ય અને શિસ્તનો સંદેશ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા યોગના મહત્વ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. માત્ર શારીરિક કસરત જ નહીં, પરંતુ યોગ એ 'જીવન જીવવાની કળા' છે તે સમજાવવામાં આવ્યું હતું. સૂર્યનમસ્કાર દ્વારા કેવી રીતે એકાગ્રતા વધારી શકાય અને માનસિક સ્થિરતા પ્રાપ્ત કરી શકાય, તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પણ વાંચોઃ સોમનાથમાં સ્વાભિમાન પર્વ, શોર્ય યાત્રામાં જોડાયા PM મોદીનો ભવ્ય રોડ શો 

Read Full Story arrow_forward