android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: શિક્ષિકાના બાળકી સાથેના દુર્વ્યવહાર સામે કોર્ટ લાલઘૂમ, IPSના મોનિટરિંગ હેઠળ તપાસ કરવા આદેશ
calendar_today January 11, 2026

Rajkot: શિક્ષિકાના બાળકી સાથેના દુર્વ્યવહાર સામે કોર્ટ લાલઘૂમ, IPSના મોનિટરિંગ હેઠળ તપાસ કરવા આદેશ

રાજકોટમા મહિલા શિક્ષિકાના બાળકી સાથેના દુર્વ્યવહાર અંગે આજે કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. કોર્ટે સુનાવણીમાં આ કેસમાં પોલીસને ફટકાર લગાવી છે. આ કેસમાં આઈપીએસ અધિકારીના મોનિટરિંગ હેઠળ તપાસ કરવા કોર્ટે આદેશ કર્યો છે. આ કેસમાં રાજકોટની પ્રદ્યુમનગર પોલીસે ભરેલ સમરી રિપોર્ટ કોર્ટે નામંજૂર કર્યો છે. તત્કાલીન PI ભાર્ગવ ઝણકાટ સામે ગૃહ વિભાગમાં રિપોર્ટ કરાયો છે. IPSના મોનિટરિંગ હેઠળ તપાસ કરવા આદેશ રાજકોટમાં કર્ણાવતી સ્કૂલની શિક્ષિકાએ બાળકીના ગુપ્તાંગ પર ઈજા પહોંચાડી હતી. આ કેસની સુનાવણી કોર્ટમાં યોજાઈ રહી છે.ત્યારે કોર્ટે પોલીસની કામગીરી સામે ફટકાર લગાવી છે. પોલીસે તપાસમાં સીસીટીવી ફૂટેજ રજૂ નહીં કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોર્ટે સમગ્ર મામલે IPSના મોનિટરિંગ હેઠળ તપાસ કરવા આદેશ કર્યો છે. તત્કાલિક પીઆઈ ભાર્ગવ ઝણકાટ સામે ગૃહ વિભાગમા રિપોર્ટ કરવામાં આવ્યો છે. કોર્ટે પ્રદ્યુમનગર પોલીસે ભરેલ સમરી રિપોર્ટ કોર્ટે નામંજૂર કર્યો છે. આ પણ વાંચોઃ Gir Somnath SwabhimanParv : વડાપ્રધાન મોદીએ હાથમાં ડમરૂ લઈને શૌર્ય યાત્રાનો પ્રારંભ કરાવ્યો, હર હર મહાદેવના નાદથી પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું

Read Full Story arrow_forward
Rajkot News: જેતપુર-રબારીકા રોડ પરથી મળ્યો મહિલાનો મૃતદેહ
calendar_today January 11, 2026

Rajkot News: જેતપુર-રબારીકા રોડ પરથી મળ્યો મહિલાનો મૃતદેહ

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાંથી એક હૃદયદ્રાવક અને રહસ્યમય ઘટના સામે આવી છે. જેતપુર-રબારીકા રોડ પર આવેલ એમ. જે. ઉદ્યોગનગર પાસેની એક અવાવરું જગ્યામાંથી એક અજાણી વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મૃતદેહ એવી હાલતમાં મળી આવ્યો છે કે, જેનાથી હત્યાની આશંકા પણ સેવાઈ રહી છે.ચાદરમાં લપેટાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ ઘટનાની મળતી માહિતી અનુસાર, જેતપુર-રબારીકા રોડ પરથી પસાર થતા લોકોને અવાવરું જગ્યામાં કંઈક શંકાસ્પદ હોવાનું જણાતા તપાસ કરવામાં આવી હતી. જ્યાં એક ચાદરમાં બાંધેલી હાલતમાં એક વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પ્રકારે ફેંકી દેવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસનો ધમધમાટ ઘટનાની જાણ થતા જ જેતપુર ઉદ્યોગનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પ્રાથમિક પંચનામું કર્યું હતું. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં અને ગુમ થયેલી વ્યક્તિઓની યાદી તપાસવામાં આવી રહી છે. હત્યા કે અકસ્માત? મૃતદેહ ચાદરમાં બાંધેલી હાલતમાં મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે. શું આ કોઈ હત્યા છે કે પછી પુરાવા નાશ કરવા માટે અહીં મૃતદેહ ફેંકવામાં આવ્યો છે? તે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તમામ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો - Rajkot પોલીસ બેડામાં ખળભળાટ, 60 કિલો ચાંદીના કેસમાં CP અને DCP સહિત 6 સામે કોર્ટમાં ફરિયાદ

Read Full Story arrow_forward
India : સ્ટેશન પર ન રોકાતી ટ્રેનો માટે ફરજિયાત જાહેરાત, અકસ્માત અટકાવવાનો પ્રયાસ
calendar_today January 11, 2026

India : સ્ટેશન પર ન રોકાતી ટ્રેનો માટે ફરજિયાત જાહેરાત, અકસ્માત અટકાવવાનો પ્રયાસ

મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે રેલ્વે બોર્ડે દેશભરના તમામ ઝોનલ રેલ્વે માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ, જે ટ્રેનો નાના અને મધ્યમ કદના સ્ટેશનો પર રોકાતી નથી અને વધારે ગતિએ પસાર થાય છે, તે માટે પહેલાથી રેકોર્ડ કરેલી સલામતી જાહેરાત કરવી ફરજિયાત રહેશે. આ જાહેરાતો હિન્દી અને અંગ્રેજી ભાષામાં હશે, જેથી વધુમાં વધુ મુસાફરો સુધી સંદેશ પહોંચે. અકસ્માતો રોકવા માટેનું પગલું રેલ્વે બોર્ડનું કહેવું છે કે રન-થ્રુ ટ્રેનોના કારણે અકસ્માતનું જોખમ વધારે રહે છે. ઘણીવાર મુસાફરો અજાણતા પાટા ઓળંગે છે અથવા પ્લેટફોર્મની ધાર પર ઊભા રહે છે, જેના કારણે ગંભીર અકસ્માતો થાય છે. આવી ઘટનાઓ અટકાવવા માટે આ જાહેરાતોમાં મુસાફરોને સ્પષ્ટ અપીલ કરવામાં આવશે કે તેઓ રેલ્વે ટ્રેક ઓળંગે નહીં, પ્લેટફોર્મની ધાર પર ન ઊભા રહે અને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે ફૂટ ઓવર બ્રિજનો જ ઉપયોગ કરે. તમામ ઝોનલ રેલ્વેને સૂચના રેલ્વે બોર્ડે તમામ ઝોનલ રેલ્વેને સૂચના આપી છે કે તેઓ પોતાના વિસ્તારમાં આવા સ્ટેશનો પસંદ કરે જ્યાંથી ઘણી ટ્રેનો રોકાયા વિના પસાર થાય છે. બોર્ડ દ્વારા નક્કી કરાયેલ એકસરખી જાહેરાત દેશભરમાં લાગુ કરવામાં આવશે, જેથી સલામતી સંદેશમાં એકરૂપતા રહે. આ જાહેરાતો પૂર્વ-રેકોર્ડ કરેલી ઓડિયો ક્લિપ્સ દ્વારા કરવામાં આવશે. સહાય મેળવવાની પણ છૂટ આ ઉપરાંત, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ પાસેથી જરૂરી ટેકનિકલ સહાય મેળવવાની પણ છૂટ આપવામાં આવી છે. અન્ય મુસાફર સંબંધિત જાહેરાતો કરતી વખતે ભાષા માર્ગદર્શિકાનું પાલન થાય તેની ખાતરી કરવા પણ સૂચના આપવામાં આવી છે. રેલ્વે બોર્ડ માને છે કે આ પહેલ સ્ટેશનો પર સલામતી જાગૃતિ વધારશે અને અકસ્માતોની સંભાવના ઘટાડશે. ગોપાલગંજના રેલ્વે સ્ટેશનની ઘટના તાજેતરમાં ગોપાલગંજના જલાલપુર રેલ્વે સ્ટેશન પર બનેલી ઘટના આ નિર્ણયની ગંભીરતા દર્શાવે છે. ટ્રેનમાંથી ઉતરતી વખતે લપસી પડવાથી એક મહિલાનો પગ ગંભીર રીતે કપાઈ ગયો હતો. આ ઘટનાએ ફરી એકવાર રેલ્વે સ્ટેશનો પર સલામતી પગલાંની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે રેલ્વે બોર્ડની નવી જાહેરાત વ્યવસ્થા મહત્વપૂર્ણ સાબિત થવાની આશા છે.આ પણ વાંચો ; Petrol Diesel Price Today: આજે પેટ્રોલ-ડીઝલના ભાવ, મુસાફરી પહેલાં તમારા શહેરના નવા રેટ જાણો

Read Full Story arrow_forward