android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath News : સોમનાથ મહાદેવ મંદિર અને પરિસર રોશનીથી ઝળહળ્યું, PM નરેન્દ્ર મોદીના રોડ શોના રૂટ પર પણ રોશનીનો ઝળહળાટ
calendar_today January 9, 2026

Gir Somnath News : સોમનાથ મહાદેવ મંદિર અને પરિસર રોશનીથી ઝળહળ્યું, PM નરેન્દ્ર મોદીના રોડ શોના રૂટ પર પણ રોશનીનો ઝળહળાટ

સોમનાથ સ્વાભિમાન પર્વની ઉલ્લાસમય ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો છે, સોમનાથ મહાદેવ મંદિર અને પરિસર સહિત સમગ્ર પ્રભાસ તીર્થ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે અને રંગબેરંગી કલાત્મક લાઈટો સોમનાથનો મુખ્ય માર્ગ સજવાયો છે, ત્રણ દિવસીય સ્વાભિમાન પર્વની સંધ્યાએ સોમનાથ ધામ દિવ્યતાથી ઝળહળ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાશે શૌર્ય યાત્રા અને શૌર્ય સભા. સોમનાથ સ્વાભિમાન પર્વ અન્વયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે 9 જાન્યુઆરીના રોજ રાજભા ગઢવી, કીર્તિ સાગઠીયા અને હાર્દિક દવે તથા 10 જાન્યુઆરીના રોજ હંસરાજ રઘુવંશી, બ્રીજરાજ ગઢવી અને મયુર દવે સહિતના કલાકારોના કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે આ કાર્યક્રમો નિહાળવા પધારવા સોમનાથ દર્શનાર્થે આવેલા ભાવિકો અને સોમનાથ વાસીઓને ગીર-સોમનાથ વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મહાદેવ મંદિર પરિસરમાં ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી ડૉ. પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરિયાસહિતના મહાનુભાવો જોડાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી, જીગરદાન ગઢવી અનેઉમેશ બારોટે સોમનાથ મહાદેવની આરાધના અને ભજનો સાથે આપણી સંસ્કૃતિ, ધરોહર અને સનાતન ધર્મને સંગીતના સૂરોના તાંતણે બાંધી અહોભાવ સાથે શિવ ભક્તિમાં તરબોળ કરતા ગીતોની રમઝટ બોલાવી હતી. ઉપસ્થિત પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની શિવ ભક્તિમાં લીન બન્યા હતા અને સંગીતમાં ઝૂમ્યા હતા પ્રેક્ષકોએ પણ આત્મીયતાથી આ કાર્યક્રમ સાથે જોડાઈ શિવ ભક્તિના અનેક ગીતોની સાથે તાળીઓ સાથે કલાકારોના સૂરમાં સૂર પુરાવ્યો હતો. સાંઈરામ દવેએ સાહિત્યની પ્રસ્તુતિ સાથે સોમનાથ મહાદેવની સ્થાપના, વિદેશી આક્રમણો અને આપણા યોદ્ધાઓ તથા આજે પણ અડીખમ આ સોમનાથ મંદિર તથા આપણા ઐતિહાસિક ધરોહર વિશે વાત કરી હતી. કર્ણપ્રિય ગીત સંગીત, રોશનીથી દીપી ઊઠેલું મંદિર પરિસર અને નીરખી નિરખીને પણ મન ન ભરાય એવું અલૌકિક સોમનાથ જ્યોર્તિલિંગનું દેવાલય, આ ત્રિવેણી સંગમથી જાણે દિવ્ય વાતાવરણનું સર્જન થયું હતું. કલાકારોએ શિવ ભક્તિના ગીતોની સાથે ગરબાની પણ રમઝટ બોલાવી હતી. આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં આ જગ્યાની પાણીપુરી ખાધી તો પડી શકો છો બીમાર, મનપાની ટીમે 72 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કર્યો 

Read Full Story arrow_forward
Mehsana News : મહેસાણામાં 300થી વધુ સોસાયટીના સ્થાનિકોએ ડ્રેનેજ લાઈનનો કર્યો વિરોધ, થાળી-વેલણ સાથે તંત્રને જગાડવા મહિલાઓ રોડ પર ઉતરી
calendar_today January 9, 2026

Mehsana News : મહેસાણામાં 300થી વધુ સોસાયટીના સ્થાનિકોએ ડ્રેનેજ લાઈનનો કર્યો વિરોધ, થાળી-વેલણ સાથે તંત્રને જગાડવા મહિલાઓ રોડ પર ઉતરી

મહેસાણામાં ડ્રેનેજ લાઈનને લઈ મહિલાઓએ થાળી-વેલણ વગાડીને તંત્ર સામે રોષ દર્શાવ્યો હતો, પાણીના સંપ પાસે ગટર લાઈનનો કરાયો વિરોધ અને સંપ અને બે ટ્યુબવેલની નજીક ગટર લાઈનનો વિરોધ કરવામાં આવ્યો હતો, દૂષિત પાણીના ત્રાસથી રહીશો રસ્તા પર ઉતર્યા અને પાલિકા કમિશનરને રજૂઆત છતા કોઈ કામગીરી નહીં થતો હોવાનો આક્ષેપ મહિલાઓએ કર્યો હતો.મહેસાણામાં પીવાના પાણીના સંપ પાસે ગટર લાઈનનો વિરોધ મહેસાણામાં પીવાના પાણીના સંપ પાસે ગટર લાઈન હોવાથી પાણી દૂષિત આવે છે તેવો આક્ષેપ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હતો, મહિલાઓનું કહેવું છે કે, આ મામલે અવાર-નવાર અધિકારીઓને રજૂઆત કરી છે તેમ છત્તા નિરાકરણ આવતું નહી હોવાનો આક્ષેપ મહિલાઓ કરી રહી છે, સધી માતાના મંદિર પાસે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે સ્થાનિકોનો હોબાળો હતો, તો તંત્રનું કહેવું છે કે, દૂષિત પાણી નહી આવે તેના માટે પાઈપલાઈનમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પીવાના પાણીના સંપ અને બે ટ્યુબવેલની તદ્દન નજીક ગટર લાઈન નાખતા વિરોધ ગટરનું દૂષિત પાણી પીવાના પાણીમાં ભળવાની ભીતિ સેવાઈ રહી છે અને હજારો લોકોના સ્વાસ્થ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે, 300થી વધુ સોસાયટીના રહીશોએ થાળી-વેલણ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, વોટર સપ્લાય બોર્ડના નિવૃત્ત ડેપ્યુટી એન્જિનિયરે પણ ટેકનિકલ કારણો સાથે વિરોધ નોંધાવ્યો હતા અને પાલિકા કમિશનરને રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા આંદોલન વધુ ઉગ્ર બન્યું છે, ગાંધીનગર લિંક રોડ પર સ્થાનિકોએ એકત્ર થઈ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.આ પણ વાંચો : Gir Somnath News : સોમનાથ મહાદેવ મંદિર અને પરિસર રોશનીથી ઝળહળ્યું, PM નરેન્દ્ર મોદીના રોડ શોના રૂટ પર પણ રોશનીનો ઝળહળાટ

Read Full Story arrow_forward
Weather Update: વહેલી સવારે દિલ્હી-NCRમાં વરસાદી ઝાપટા, તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો
calendar_today January 9, 2026

Weather Update: વહેલી સવારે દિલ્હી-NCRમાં વરસાદી ઝાપટા, તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીનો કહેર ચાલુ છે. દરમિયાન, વરસાદે પરિસ્થિતિ વધુ ખરાબ કરી છે. વહેલી સવારે થયેલા હળવા વરસાદથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. પ્રીમિયમ ટ્રેનો પણ ધુમ્મસથી પ્રભાવિત દિલ્હી-હાવડા રેલ માર્ગ પર તેજસ રાજધાની અને દુરંતો એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનો પણ ધુમ્મસથી પ્રભાવિત છે. શુક્રવારે એક ડઝનથી વધુ ટ્રેનો 5 થી 16 કલાક મોડી પડી હતી.મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને પર્વતોમાં બરફવર્ષા મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને પર્વતોમાં બરફવર્ષાને કારણે, શુક્રવાર, 9 જાન્યુઆરી, 2026 ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન પરથી પસાર થતી એક ડઝનથી વધુ ટ્રેનો 5 થી 16 કલાક મોડી પડી હતી. ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં શરૂ થયેલ આ ધુમ્મસ નવા વર્ષના બીજા અઠવાડિયામાં પણ ચાલુ રહ્યું છે, જેના કારણે ટ્રેનોની ગતિ પર ગંભીર અસર પડી છે.નવી દિલ્હી-ભુવનેશ્વર દુરંતો એક્સપ્રેસ 16 કલાક મોડી ચાલી રહી છે પૂર્વી ઉત્તર પ્રદેશના ચંદૌલી અને આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 6 થી 7 ડિગ્રી સુધી ઘટી ગયું છે, જેના કારણે હાડ ઠંડક પ્રસરી રહી છે. ધુમ્મસને કારણે, નવી દિલ્હી-ભુવનેશ્વર દુરંતો એક્સપ્રેસ 16 કલાક મોડી ચાલી રહી છે, અને તેજસ રાજધાની 5 કલાક મોડી ચાલી રહી છે. તીવ્ર ઠંડી અને ઠંડીના મોજા વચ્ચે મુસાફરોને સ્ટેશનો પર ટ્રેનોની રાહ જોવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે. તાપમાનમાં ઘટાડો અને હાડ થીજાવતી ઠંડી ચંદૌલી અને આસપાસના મેદાનોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાત્રિનું લઘુત્તમ તાપમાન ઘટીને 6 થી 7 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે, જ્યારે દિવસનું મહત્તમ તાપમાન 14થી 15 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. ઠંડા પવનો અને ઓછી દૃશ્યતાને કારણે, ટ્રેનો ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે સ્ટેશન પર મુસાફરોને ઘણી અસુવિધા થઈ રહી છે. કઈ ટ્રેનોના સમય પર અસર પડી? શુક્રવારે રેલ ટ્રાફિક ભારે ખોરવાયો હતો. નવી દિલ્હી-ભુવનેશ્વર દુરંતો ૧૬ કલાક મોડી, બિકાનેર-હાવડા એક્સપ્રેસ 10 કલાક મોડી અને પ્રતાપ સુપરફાસ્ટ 7 કલાક મોડી ચાલી રહી હતી. વધુમાં, બ્રહ્મપુત્ર મેઇલ છ કલાક, કુંભ એક્સપ્રેસ પાંચ કલાક અને સિયાલદાહ દુરંતો 5:30 કલાક મોડી પડી છે. દરમિયાન, નવી દિલ્હી-માલદા ટાઉન એક્સપ્રેસ આજે રદ કરવામાં આવી છે, જેનાથી મુસાફરોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ પણ વાંચો: PM Modi On Somnath Temple : વિધ્વંસ નહીં, સ્વાભિમાનની ગાથા, PM મોદીએ લખ્યો લેખ

Read Full Story arrow_forward