android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ગુજરાતીઓ સાત દિવસ ઠંડી માટે રહેજો તૈયાર, નલિયામાં સૌથી વધારે ઠંડી નોંધાઈ
calendar_today January 9, 2026

Gujarat Latest News Live : ગુજરાતીઓ સાત દિવસ ઠંડી માટે રહેજો તૈયાર, નલિયામાં સૌથી વધારે ઠંડી નોંધાઈ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 09 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડી પડતા શહેરીજનો ઠુઠવાયા, 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન
calendar_today January 9, 2026

Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડી પડતા શહેરીજનો ઠુઠવાયા, 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન

નલિયા 9 ડિગ્રી સાથે સૌથી ઠંડુંગાર શહેર બન્યું છે, અમદાવાદમાં 14.4, ગાંધીનગર 13.4 ડિગ્રી, રાજકોટ 10.1 ડિગ્રી, ભુજમાં 10.2 ડિગ્રી, કંડલામાં 10.4 ડિગ્રી, કેશોદમાં 11.1 ડિગ્રી, અમરેલીમાં 11.6 ડિગ્રી, ડીસામાં 11.4ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી, મુન્દ્રામાં 13 ડિગ્રી, મહુવામાં 13.3 ડિગ્રી, દ્વારકામાં 14.6 ડિગ્રી, ભાવનગરમાં 14.6 ડિગ્રી, વડોદરામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. આગામી 5 દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 5 દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. ખાસ કરીને રાત અને સવારના સમયે શીતલહેરનો પ્રભાવ વધુ તીવ્ર બનશે. પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલી બરફબારીનો અસર મેદાની વિસ્તારોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે, જેના કારણે ઠંડી પવન ફૂંકાઈ રહ્યા છે અને ઠંડીનો અહેસાસ વધુ વધી ગયો છે. આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતીઓ સાત દિવસ ઠંડી માટે રહેજો તૈયાર, નલિયામાં સૌથી વધારે ઠંડી નોંધાઈ 

Read Full Story arrow_forward
Padra:પાલિકા દ્વારા વર્કઓર્ડર અપાયા છતાં કામગીરી નહીં
calendar_today January 8, 2026

Padra:પાલિકા દ્વારા વર્કઓર્ડર અપાયા છતાં કામગીરી નહીં

પાદરા નગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં પાલિકાના સભ્ય રાજુભાઈ રાણા ઝુમરી દ્વારા મહત્વપૂર્ણ રજૂઆત કરી બોમ્બ ફોડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પાદરા નગર અને શહેર વિસ્તારમાં હાલ વિવિધ વિકાસકામો હાથ ધરાયેલા છે. અને વિકાસ પ્રક્રિયા પણ ચાલી રહી છે. પરંતુ તેમાંના અનેક કામોમાં નગરપાલિકા દ્વારા વર્કઓર્ડર અપાયા હોવા છતાં આજદિન સુધી કામ શરૂ કરાયા નથી.આ બાબતે તેમણે નારાજગી વ્યક્ત કરીને માંગ કરી હતી કે, તમામ મંજૂર વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે. જેથી નાગરિકોને યોગ્ય સુવિધા સાથે વધુ લાભ મળી શકે. ઉપરાંત, આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખી નગરપાલિકાના સભ્યો, ખાસ કરીને મહિલા સભ્યોને મતદારો તરફ્થી પૂરતો સહકાર મળી રહે તે માટે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફ્સિરને જરૂરી પગલાં લેવા અપીલ પણ કરી હતી. જે બાદ વિકાસકામોની પ્રગતિ અને જવાબદારી અંગે વાત કરી હતી. પાદરા નગર પાલિકાની સામાન્ય સભા પ્રમુખ મનીષાબેન પટેલ, કરોબરી ચેરમેન સચિન ગાંધી અને CEOના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં સભ્ય પરેશ ગાંધીએ પ્રશ્નોત્તરી દરમિયાન શહેરમાં રખડતા ઢોર અંગે મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શહેર વિસ્તારમાં રખડતા ઢોરના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી આ સમસ્યાના કાયમી નિવારણ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા બાબતે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તરફ્થી પણ સ્પષ્ટ સૂચન આપવા માંગ કરી હતી.  જેના જવાબમાં નગરપાલિકાના ચીફ ઓફ્સિર દ્વારા જણાવાયું હતું કે હાલમાં શહેર વિસ્તારમાં દબાણ દૂર કરી ખુલ્લી જમીનને ફેન્સિંગ કરીને રખડતા ઢોર માટે નક્કી કરાઇ છે.ગતસભાના પ્રોસિડિંગ વંચાણે લીધા બાદ સર્વાનુમતે મંજૂરી પાદરા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ગતસભાના પ્રોસિડિંગનું વંચાણે લઇ બહાલી અપાઇ હતી. પાલિકાના 9 વર્ષના હિસાબ સર્વાનુમતે મંજૂર કરાયા હતા. ઘરવેરા શાખામાં નામફેર માટે આવેલ 117 અરજી મંજૂર કરાઇ હતી. સાથે સને 26-27 જિલ્લા આયોજન કાર્યક્રમ પૂર્વે યોગ્ય આયોજન કરવા સૂચના અપાઇ હતી. પાદરા પી.પી. શ્રોફ સ્કૂલનું નવું બિલ્ડીંગ બનાવવા ઓનલાઈન ટેન્ડર ખોલી કાર્યવાહી કરવા, ઉપરાંત પાદરા ગોવિંદપુરા તળાવ ડેવલોપમેન્ટ માટે મંજૂર થયેલ DPR મેળવવા તથા અગાઉ થયેલ કામમાં વધારાના DPR માટે મંજૂરી મેળવી તળાવનું કામ શરૂ કરવા. પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરાશે અને તેમની જાળવણી માટે યોગ્ય વ્યવસ્થા કરાશે, શહેરમાં વિવિધ સ્થળે હાઈમાસ્ટ પોલનું રિપેરિંગ કરી ફરી શરૂ કરવા અંગે આવેલ અરજી અનુસાર ટેન્ડર ખોલી આગળની કાર્યવાહી કરવા નક્કી કરાયું હતું. ઉપરાંત ફૂલબાગની કમ્પાઉન્ડને કલર કરાવવા, આવનારા પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી 2026ની ભવ્ય ઉજવણી માટે આયોજન કરવા, પાદરા મુક્તિધામમાં ટોયલેટ અને બ્લોક જેવી સુવિધા વિકસાવવા, પાદરા-જાસપુર રોડ ઉપર બનેલા વન કવર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા ઊભી કરવા, તેમજ વરસાદી પાણીના નિકાલ માટે રેનવોટર કાસ/ડ્રેનેજ બનાવવા બાબતે મંજૂરી કરી આપી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward