android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: નવી ડ્રેનેજ-સ્ટ્રોર્મ વોટર લાઈન માટેની ટેન્ડરની પ્રક્રિયા શરૂ
calendar_today January 8, 2026

Ahmedabad: નવી ડ્રેનેજ-સ્ટ્રોર્મ વોટર લાઈન માટેની ટેન્ડરની પ્રક્રિયા શરૂ

AMC દ્વારા શહેરના ઉત્તર ઝોનમાં આવેલા બાપુનગર વોર્ડમાં માળખાગત સુવિધાઓ સુધારવા માટે કમર કસી છે.ખાસ કરીને ચોમાસા દરમિયાન સર્જાતી જલભરાવની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા અંદાજે 9 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોને લીલી ઝંડી અપાઈ છે. આ માટે બાપુનગરમાં રૂ. 7,30,04,981ના ખર્ચે નવી સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ લાઈન નખાશે. જ્યારે 137 બસ સ્ટેન્ડ રોડ સુધી નવી ડ્રેનેજ લાઈન નાખવા માટે રૂ. 1,74,02,843ના ખર્ચની દરખાસ્ત મંજૂર કરાઈ છે. બાપુનગરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ રહેવાની જૂની સમસ્યાને દૂર કરવા માટે રૂ. 7,30,04,981 ના તોતિંગ ખર્ચે નવી સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ લાઈન નખાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત અનિલ સ્ટાર્ચ મીલ રોડથી શરૂ કરીને ઇન્દુલાલ યાજ્ઞિક હોલ, બાપુનગર ચાર રસ્તા અને ચંદ્રશેખર આઝાદ રોડથી છેક એલ.બી.એસ તળાવ રોડ સુધી નેટવર્ક બિછાવાશે. પાણીના નિકાલની ક્ષમતા વધારવા માટે અહીં 450 mmથી લઈને 1200 mm સુધીના મોટા ડાયામીટરની પાઈપલાઈનનો ઉપયોગ કરાશે. સ્ટ્રોર્મ વોટરની સાથે સાથે વિસ્તારની સામાન્ય ગટર વ્યવસ્થાને પણ અપગ્રેડ કરવાનો નિર્ણય લેવાયો છે. બાપુનગરના એમ.ડી મટન વિસ્તારથી 137 બસ સ્ટેન્ડ રોડ સુધી નવી ડ્રેનેજ લાઈન નાખવા માટે રૂ.1,74,02,843 ના ખર્ચની દરખાસ્ત મંજૂર કરાઈ છે. આ કામગીરીમાં 450 mm અને 600 mm ડાયામીટરની લાઈનો નાખીને ડ્રેનેજ બેક મારવાની કે ઉભરાવાની સમસ્યાનો અંત લાવવામાં આવશે. આ બંને કામગીરી પૂર્ણ થવાથી બાપુનગરના હજારો રહીશો અને આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને મોટી રાહત મળશે. દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાવાને કારણે વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. હવે મોટા ડાયામીટરની પાઈપલાઈન લાઈનો આવવાથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ શક્ય બનશે. આ કામગીરી માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી વહેલી તકે ગ્રાઉન્ડ લેવલ પર કામ શરૂ કરીદેવામાં આવશે, જેથી આગામી વર્ષોમાં લોકોને સુવિધાનો લાભ મળી શકે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: પ્રોપર્ટી ટેક્સઃ મધ્ય ઝોનમાં 75, પૂર્વ ઝોનમાં 590 એકમ સીલ કરી દેવાયા
calendar_today January 8, 2026

Ahmedabad: પ્રોપર્ટી ટેક્સઃ મધ્ય ઝોનમાં 75, પૂર્વ ઝોનમાં 590 એકમ સીલ કરી દેવાયા

AMCના મધ્ય અને પૂર્વઝોન ટેક્ષ વિભાગ દ્વારા બાકીદારો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે મેગા સીલિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરના સીધા માર્ગદર્શન હેઠળ બે વિશેષ ટીમો બનાવીને ટેક્ષ ન ભરનારા મિલ્કતધારકો સામે સપાટો બોલાવવામાં આવ્યો હતો. આ ઝુંબેશ પૂર્વ ઝોનમાં કુલ 590 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે અને સ્થળ પર જ રૂ. 1.79 કરોડ જેવી મોટી રકમની ટેક્ષ વસુલાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા શહેરના મુખ્ય ઔદ્યોગિક અને કોમર્શિયલ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે મધ્ય ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્ષ ન ભરનાર કુલ 75 મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. મધ્ય ઝોનની વાત કરવામાં આવે તો ઘી કાંટા વિસ્તારમાં રેટિયા વોર્ડમાં આવેલ ક્રિષ્ણા કોમ્પ્લેક્સ તથા કર્ણાવતી કોમ્પ્લેક્સ, અસારવા વિસ્તારમાં રામચંદ્ર કોલોની વોર્ડમાં ચામુંડા બ્રિજ પાસે આવેલ સુમેલ બિઝનેસ પાર્ક-5, ન્યુ ક્લોથ માર્કેટની બાજુમાં આવેલ સુમેલ બિઝનેસ પાર્ક-1 તેમજ જમાલપુર વિસ્તારમાં ગાયકવાડ હવેલી વોર્ડમાં આવેલ એ.પી.એમ.સી. વોર્ડનો સમાવેશ થાય છે. પૂર્વઝોનના બાકી પ્રોપર્ટી ટેક્સ ધરાવતા કરદાતાઓને તાકીદ કરવા માટે વોટ્સએપ મેસેજિંગ માધ્યમ દ્વારા 4.10 લાખ જેટલા કરદાતાઓને ટેક્સ ભરવા અંગે સૂચનાઓ મોકલવામાં આવી છે. આ પગલાથી કરદાતાઓમાં જાગૃતિ આવી છે અને ટેક્સ ભરપાઈમાં વધારો નોંધાયો છે. અમરાઈવાડી, નિકોલ, ભાઈપુરા-હાટકેશ્વર, વસ્ત્ર્રાલ, ઓઢવ, ગોમતીપુર, વિરાટનગર અને રામોલ-હાથીજણ વોર્ડમાં વ્યાજ માફી યોજનાનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચાડવા માટે 8 રિક્ષાઓ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. રિક્ષાઓ દ્વારા વ્યાજ માફી યોજનાની કુલ 35,000 પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: લાંભામાં છ મહિના પહેલાં ખાતમુર્હૂત કરાયું, પણ રોડ હજુ સુધી બન્યો નથી
calendar_today January 8, 2026

Ahmedabad: લાંભામાં છ મહિના પહેલાં ખાતમુર્હૂત કરાયું, પણ રોડ હજુ સુધી બન્યો નથી

લાંભા વોર્ડમાં સૈજપૂર-ગોપાલપૂરમાં રોડ માટે છ મહિના પહેલા ખાતમુર્હૂત થયું પણ રોડ જ બન્યો નથી.AMC રોડ વિભાગના સ્થાનિક ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના લીધે વાહન ચાલકો ભારે પરેશાન થઇ ગયા છે. પીપળજ રોડના ઉદ્દઘાટનને છ મહિના પછી માત્ર 60 ટકા કામ થયું છે. અધૂરા રોડ પરથી પસાર થતાં વાહન ચાલકો શારીરિક રોગના ભોગ બની રહ્યા છે. સ્થાનિક લોકોએ કહ્યું કે, લાંભામાં સૈજપૂર-ગોલાપૂરમાં હનુમાન મંદિરથી લઇ શક્તિનગર સુધીના રોડ બનાવવા માટે મંજૂરી મળી હતી. છ મહિના પહેલા કોન્ટ્રાક્ટર સહિત સ્થાનિક રાજકીય આગેવાનોએ ખાતમુર્હૂત કર્યું હતું. આ પછી કોઇ કામ જ શરૂ થયું નથી. હાલ ઉબડખાબડવાળા રોડ પરથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે. પ્રજા પરેશાન છતાં રોડ નહીં બનવાનું કારણ પૂર્વ વિસ્તારના મ્યુનિ. ઉચ્ચઅધિકારીઓ આપી શક્તા નથી. આજ વિસ્તારમાં બે વર્ષ પહેલા ગોલ્ડન સીનેમાથી અમન ફલેટથી વડાલા બોર સુધીનો નવા રોડનું કામ મંજૂર થયું હતું. જેમાં અત્યાર સુધીમાં માત્ર 40 ટકા રોડ થયો છે અને હજી 60 ટકા બાકી છે. આ રોડ પરથી રોજ એકથી બે હજાર વાહનોની અવરજવર રહે છે. આનાથી અલીપ્તનગરથી કેનાલ સુધી, પટેલ એસ્ટેટથી બાગેકૌશર થઇ ગ્રીન પાર્કમાંથી અવરજવર કરતાં વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. સ્થાનિક કોર્પોરેટરે કહ્યું કે, વાહન ચાલકોને શારિરીક પીડા ભોગવી પડતી હોવા છતાં નિર્લજ્જ તંત્ર પગલાં ભરતું નથી. પીપળજગામથી અશોક હોટલથી વિનોદ ફેકટરી થઇ લક્ષ્મીપુરા જવાના ગામના રોડ પર ખાતમુર્હૂતને છ મહિના થયા છે, પરંતુ 60 ટકા કામ પૂરૂ થયું છે. 40 ટકા કામ નહીં થતાં લાંભા, ઇન્દિરાનગર, લક્ષ્મીપૂરા, વટવાના ટ્રાફિકને સીધી અસર થઇ રહી છે. રોજના હજારો વાહન ચાલકો ખરાબ રોડથી કંટાળી ગયા હોવાનો લોકોએ રોષ ઠાલવ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward