android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: નિવૃત્ત પ્રોફેસરનો ફોન ફોર્મેટ કરી દઈને 11.89 લાખ ઉપાડી લીધા
calendar_today January 8, 2026

Gandhinagar: નિવૃત્ત પ્રોફેસરનો ફોન ફોર્મેટ કરી દઈને 11.89 લાખ ઉપાડી લીધા

ગાંધીનગરના નિવૃત્ત પ્રોફેસર હાઇટેક સાયબર ગઠિયાઓનો શિકાર બન્યા છે. આ ગઠિયાઓએ નિવૃત્ત પ્રોફેસરની પેન્શનર્સ કાર્ડ મેળવવાની લાલચનો લાભ ઉઠાવી તેમની સાથે રૂા. 11.89 લાખની છેતરપીંડી આચરી છે.નિવૃત્ત પ્રોફેસરે માત્ર પેન્શનર્સ કાર્ડ માટેની પ્રોસેસ કરી હતી. તેઓએ ઓટીપી પણ આવ્યો ન હતો. તેમ છતા સાયબર ગઠિયા ઉપરોક્ત કળા કરી ગયા હતા. છેતરપીંડીની જાણ થાય તે પુર્વે સાયબર ગઠિયાઓએ નિવૃત્ત પ્રોફેસરનો ફોન પણ દુર બેઠાબેઠા ફોર્મેટ કરી નાખ્યો હતો. સરગાસણના ફ્લેટમાં રહેતા નિવૃત્ત પ્રોફેસર ડો. નિલાંબર દેવતા (ઉવ.70) બન્યા છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઇ રહ્યા હતા ત્યારે બેંક ઓફ બરોડાની પેન્સનર્સ કાર્ડની જાહેરાત જોઇ હતી. જેમાં મેન્ડેટરી ફોર ઓલ એમ્પલોઇ લખ્યુ હતું. આ લખાણ બાદ તેઓએ ઉપરોક્ત જાહેરાત બાદ ક્લીક કરી હતી. જેમાં બેંક એકાઉન્ટની વિગતો તથા એમ્પલોઇ નંબર સબમિટ કરવા જણાવ્યુ હતું. સામેની વ્યક્તિએ તેઓને સ્ટેપ ફોલો કરવીનું જણાવી પેન્શનર્સ કાર્ડ માટેની પ્રોસેસ કરાવી હતી. ત્યારબાદ આ કાર્ડ ઘરે ડિલીવર કરવાનું કહીને એડ્રેસ મેળવવામાં આવ્યુ હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bhavnagar: ભીમનાથ ગામની મઢીમાંથી ગાંજા સાથે મહંતની ધરપકડ
calendar_today January 8, 2026

Bhavnagar: ભીમનાથ ગામની મઢીમાંથી ગાંજા સાથે મહંતની ધરપકડ

બરવાળાના ધંધુકા રોડ પર આવેલા ભીમનાથ ગામે આવેલી એક મઢીમાં બોટાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના સ્ટાફે ઓપરેશન હાથ ધરી મઢીમાંથી સુકો ગાંજો જ્યારે મઢી પાછળ વાવેતર કરાયેલા લીલો ગાંજો ઝડપી પાડી રૂા. 1.57 લાખના ગાંજા સાથે મઢીના મહંતની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરાવ્યો હતો.બોટાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને જાણ કરવામાં આવી હતી કે, ભીમનાથ ગામે મહાદેવ મઢીના જોગગીરી બાપુ ઉર્ફે પાલકદાસબાપુ ગુરુ વીરગીરીબાપુએ તેના કબજા ભોગવટાની મઢીની જગ્યામાં લીલા ગાંજાનું વાવેતર કરી સુકાયા બાદ તેમાંથી સુકા ગાંજાની પડીકીઓ બનાવી નશાના બંધાણીઓને વેચાણ કરે છે. સરકારી પંચોને સાથે રાખી મહાદેવ મઢીમાં તપાસ હાથ ધરતા મઢીમાંથી ગેરકાયદે પાસ પરમીટ વિનાનો લીલા પાંદડાઓ સાથે સુકવણી કરી રખાયેલો સુકો ગાંજો વજન 3.60 કિ.ગ્રામ (કિં.રૂા.1.53 લાખ) તેમજ મઢીની પાછળના ભાગેથી લીલા ગાંજાનુ વાવેતર મળી આવતા 10 છોડ બરામત કર્યા હતા. જેનું વજન 97 ગ્રામ (કિ.રૂા. 4850) મળી કુલ સુકો-લીલો ગાંજો (કિં.રૂા.1,57,800)નો મુદામાલ બરામત કર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bayad: વાત્રક નદીમાં માછલાં મારવા વિસ્ફોટકોથી બ્લાસ્ટ કરવાનો મામલો, બે શખ્સની ધરપકડ
calendar_today January 8, 2026

Bayad: વાત્રક નદીમાં માછલાં મારવા વિસ્ફોટકોથી બ્લાસ્ટ કરવાનો મામલો, બે શખ્સની ધરપકડ

અરવલ્લી જિલ્લા પોલીસે બાયડ તાલુકાના જુમાત્રાલ ગામની સીમમાંથી પસાર થતી વાત્રક નદીમાં પાણીમાં વિસ્ફોટકોથી બ્લાસ્ટ કરી માછલાં મારવાના કૃત્યનો પર્દાફાસ કરી બે શખ્સોને ઝડપી લીધા હતા.ઝડપાયેલા બંન્ને શખ્સો ધનસુરા તાલુકાના જુના બીલવણીયા ગામના છે. વિસ્ફોટ માટે વપરાતા મુદ્દામાલને જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ સામાન્ય માણસો પાસે વિસ્ફોટ માટે વપરાતા વેગન ટોટા કેવી રીતે પહોંચ્યા ? તેને લઈને જિલ્લા પોલીસની તપાસ એજન્સીઓ સામે સવાલો ઊઠયા છે. અરવલ્લી જિલ્લા પોલીસ બાયડ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જુમાત્રાલ સીમમાંથી પસાર થતી વાત્રક નદીમાં પાણીમાં વિસ્ફોટકોથી બ્લાસ્ટ કરી માછલાં મારવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. આથી પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરી હતી. જ્યાં જુમાત્રાલ ગામની સીમમાં વાત્રક નદીના કિનારે બે શખ્સો દેખાયા હતા. ઝડપાયેલા શખ્સો પાસે કપડાની થેલીમાં 11 જીલેટીન વેગન ટોટા અને 11 ડિટોનેટર કેપ, બેટરી સહિતના વિસ્ફોટક પદાર્થો મળી આવ્યા હતા. પોલીસે અજય ખાંટ, સુરેશ ખાંટની વિરૂદ્વ બાયડ પોલીસ મથકે વિસ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward