android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : ભાઠા ગામની મહિલા ખેડૂતે પરંપરાગત ખેતીને વ્યવસાયમાં ફેરવી મહેનત, સ્વાદ અને સંકલ્પથી સફળતા મેળવી
calendar_today January 8, 2026

Surat : ભાઠા ગામની મહિલા ખેડૂતે પરંપરાગત ખેતીને વ્યવસાયમાં ફેરવી મહેનત, સ્વાદ અને સંકલ્પથી સફળતા મેળવી

આજે મહિલાઓ દરેક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે. ખેતી જેવા પરંપરાગત વ્યવસાયમાં પણ મહિલાઓ આગળ આવી રહી છે, ત્યારે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ભાઠા ગામના ઉષાબેન દીપકભાઈ પટેલ એવી જ એક પ્રગતિશીલ મહિલા ખેડૂત છે, જેમણે છેલ્લા 33 વર્ષથી પોતાના બે વીઘા ખેતરમાં પાપડીની ખેતીની સાથોસાથ દક્ષિણ ગુજરાતના સ્વાદિષ્ટ ‘ઉંબાડિયા’નું વેચાણ કરી રહ્યા છે.દેશ-વિદેશમાં પાપડનું થાય છે વેચાણ ઉષાબેન પોતાના જખેતરની પાપડીથી સ્વાદિષ્ટ ‘ઉંબાડિયું’ તૈયાર કરે છે અને રોજના 90 કિલો ‘ઉંબાડિયા’નું વેચાણ કરે છે. અમેરિકા, લંડન અને દુબઈ જેવા દેશોમાંથી પણ ગ્રાહકો ઉષાબેનની પાપડી મગાવે છે. ધોરણ પાંચ સુધી ભણેલા ઉષાબેન પટેલ કહે છે કે, શરૂઆતમાં અમે પાપડીનું વેચાણ નવસારી બજારમાં કરતા હતા. સમય જતાં બજારમાં જવું મુશ્કેલ બનતું ગયું, તેથી ખેતરથી જ પાપડી વેચવાનો નિર્ણય કર્યો. ગુણવત્તા જાળવી રાખી એટલે ધીમે ધીમે ગ્રાહકો વધતા ગયા. આજે અમારી પાપડી દેશ-વિદેશ સુધી પહોંચી છે. ઉષાબેન વધુમાં જણાવે છે કે 7 વર્ષ પહેલાં ખેતરની પાપડીમાંથી ખાસ પ્રકારનું ઉંબાડિયું બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ઓછું બનાવતા હતા, પરંતુ લોકોના પ્રતિસાદ પછી વ્યવસાય વધતો ગયો. આજે દૂર-દૂરથી લોકો ભાઠા ગામમાં અમારૂં ઉંબાડિયું ખાવા આવે છે. રૂ.400 પ્રતિ કિલોના ભાવે દરરોજ આશરે 90 કિલો ઉંબાડિયુંનું વેચીએ છીએ. પાપડી અને ઉબાડિયાં સાથે ઉષાબેન ખેતી આધારિત અન્ય વ્યવસાય પણ કરે છે. તેઓ કહે છે કે, મારા ખેતરમાં 24 જેટલા ગલેલીના ઝાડ છે, જેના થકી ગલેલીનો વ્યવસાય પણ ચાલે છે. ઉપરાંત, કેરીની સિઝનમાં કેસર કેરીનું પણ વેચાણ કરૂ છું. ખેતરમાં ઉગાડેલી 130 જેટલી કેસર કેરીની કલમો દ્વારા આવકનો વધુ એક સ્ત્રોત વિકસાવ્યો છે. મલ્ટીપલ બિઝનેસથી ખર્ચ કાઢતા ઉષાબેન વાર્ષિક 8થી 10 લાખની આવક મેળવી રહ્યા છે. પરિવારના સભ્યો ઉપરાંત આજુબાજુના લોકોને સાથે રાખીને કુલ મળીને 30 લોકોને રોજગાર મળી રહ્યો છે. ખેતીને જીવનનો આધાર બનાવનાર ઉષાબેન પટેલ આજે પોતાના વિસ્તારની મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. તેઓ કહે છે કે મહેનત, ગુણવત્તા અને વિશ્વાસ રાખીએ તો ખેતીમાંથી પણ સારો ધંધો ઊભો કરી શકાય છે. ખેતરની પાપડીનું ઉંબાડિયું બન્યું ઉષાબેન પટેલની ઓળખ ભાઠાગામના ઉષાબેન પટેલ છેલ્લા સાત વર્ષથી પોતાના ખેતરમાં ઉગાડેલી પાપડીમાંથી પરંપરાગત રીતથી ખાસ પાપડીનું ઉંબાડિયું તૈયાર કરે છે. શુદ્ધ કાચા માલ, ઘરેલુ રીત અને સ્વાદની કાળજીને કારણે ઉંબાડિયું લોકપ્રિય બન્યું છે. દૂર-દૂરથી લોકો ખાસ ઉંબાડિયું ખાવા માટે ભાઠાગામ આવે છે. ઉબાડિયાંના વધતા પ્રતિસાદને કારણે આ વ્યવસાય ઉષાબેન માટે ખેતી સાથે આવકનું મહત્વપૂર્ણ સાધન બન્યો છે અને પરિવાર ઉપરાંત સ્થાનિક લોકોને પણ રોજગાર મળી રહ્યો છે. ઉબાડિયાંનો સ્વાદ માણવા 50 કિમી દૂરથી પણ મિત્રો ભાઠા પહોંચે છે કામરેજના ચંદ્રેશભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, અમે અનેક જગ્યાએ ઉંબાડિયું ખાધું છે, પરંતુ ભાઠાના ઉષાબેનના હાથે બનેલા ઉંબાડિયું ટેસ્ટી હોય છે. 40-50 કિલોમીટરનું અંતર કાપી અમે બધા મિત્રો ખાસ ઉંબાડિયું ખાવા માટે અહીં આવીએ છીએ. અહીંની ચટણીનો સ્વાદ પણ એટલો જ લાજવાબ છે.આ પણ વાંચો: Agriculture News : માટીની પ્રાકૃતિક સુગંધ સાથે બદલાયું જીવન, ગઢડાના યોગેશભાઈની પ્રાકૃતિક ખેતીની પ્રેરક સફર

Read Full Story arrow_forward
Ahmedabad News: હાઈ-બ્રિડ ગાંજાના કેસમાં SMCએ ચાંગોદરમાંથી બે વોન્ટેડ આરોપીઓની કરી ધરપકડ
calendar_today January 8, 2026

Ahmedabad News: હાઈ-બ્રિડ ગાંજાના કેસમાં SMCએ ચાંગોદરમાંથી બે વોન્ટેડ આરોપીઓની કરી ધરપકડ

ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ શેલા-બોપલ હાઈ-બ્રિડ ગાંજા કેસમાં મહત્વની કડીઓ મેળવી છે. ચાંગોદર વિસ્તારમાં દરોડો પાડીને પોલીસે આ કેસમાં વોન્ટેડ એવા બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી છે. થોડા સમય અગાઉ અમદાવાદના શેલા-બોપલ રોડ પરથી પોલીસે મર્સિડીઝ જેવી લક્ઝરી કારમાં ડ્રગ્સની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.શેલામાં 15.12 લાખનો ગાંજો ઝડપાયો હતોઆ કાર્યવાહી દરમિયાન કુલ 432 ગ્રામ હાઈ-બ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂ.15.12 લાખ જેટલી થાય છે. આ ઓપરેશનમાં પોલીસે લક્ઝરી કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. SMC ની તપાસમાં બહાર આવ્યું હતું કે આ નેટવર્ક પાછળ અન્ય મોટા માથાઓ સંડોવાયેલા છે. લકઝરી કાર સાથે 3 આરોપી ઝડપાયા હતાટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે હવે ગાંજો પૂરો પાડનાર ચિન્મય સોની અને તેની ડિલિવરી નેટવર્ક સંભાળનાર અર્ચિત અગ્રવાલની ધરપકડ કરી છે. આ હાઈ-બ્રિડ ગાંજો ખાસ કરીને ઉચ્ચ વર્ગના યુવાનોને ટાર્ગેટ કરવા માટે મંગાવવામાં આવ્યો હોવાની આશંકા છે. પોલીસ હવે આ આરોપીઓની પૂછપરછ કરી રહી છે કે તેઓ આ નશીલા પદાર્થો ક્યાંથી લાવતા હતા અને આમાં અન્ય કયા મોટા ગજાના લોકો સામેલ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara News: કોર્પોરેશને પકોડીની લારી ઉઠાવતા લારીચાલકનો આપઘાતનો પ્રયાસ
calendar_today January 8, 2026

Vadodara News: કોર્પોરેશને પકોડીની લારી ઉઠાવતા લારીચાલકનો આપઘાતનો પ્રયાસ

સંસ્કારી નગરી વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવ પાસે આજે દબાણ શાખાની કામગીરી દરમિયાન ભારે ઉત્તેજનાભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા રસ્તા પર ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેનાથી રોષે ભરાયેલા એક લારીચાલકે અંતિમ પગલું ભરવાની કોશિશ કરી હતી. સુરસાગર તળાવની પાળ પાસે મોટી સંખ્યામાં પાણીપુરી અને અન્ય નાસ્તાની લારીઓ ઉભી રહે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.કોર્પોરેશનના દબાણ ખાતાએ લારી ઉઠાવતા યુવક અકળાયોઆજે જ્યારે કોર્પોરેશનની ટીમ લારીઓ જપ્ત કરવા પહોંચી, ત્યારે એક પકોડીની લારી ચલાવનાર યુવક ભારે અકળાઈ ગયો હતો. લારી ઉઠાવી લેવાતા આવેશમાં આવી ગયેલા યુવકે જીવ આપવા માટે સુરસાગર તળાવ તરફ દોટ મૂકી હતી. યુવક તળાવમાં ઝંપલાવે તે પહેલા જ ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે સમયસૂચકતા વાપરી તેને પકડી પાડ્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સિક્યુરિટી ગાર્ડે લારી ચલાવતા યુવકને કર્યો પોલીસને હવાલેસિક્યુરિટી ગાર્ડે તાત્કાલિક પોલીસને જાણ કરી યુવકને તેમને હવાલે કર્યો હતો. આ ઘટના દરમિયાન લારીચાલકે પોતાનો ખૂમચો રસ્તાની વચ્ચે મૂકી દેતા વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કોર્પોરેશનની આ કડક કાર્યવાહી સામે સ્થાનિક લારીચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward