android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Breaking News: રાજપીપળામાં મંદિરના મહારાજના રૂમમાંથી 40થી વધુ વાઘના ચામડા અને નખ મળ્ચા
calendar_today January 8, 2026

Gujarat Breaking News: રાજપીપળામાં મંદિરના મહારાજના રૂમમાંથી 40થી વધુ વાઘના ચામડા અને નખ મળ્ચા

રાજપીપળા શહેર નજીક આવેલ ધરમેશ્વર મહાદેવ મંદિરના જુના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને નખ મળ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે મંદિરના ટ્રસ્ટી દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં હતી.રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમ દ્વારા મંદિર ખાતે જઈને તપાસ કરી હતી. તપાસ માં 37 વાઘના ચામડા આખા, 4 ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે.ફોરેસ્ટ વિભાગને શંકાસ્પદ લાગતા તેને તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યા છે.વધુ તપાસ માટે FSLમાં મોકલ્યા રાજપીપળા પાસે સ્થિત ધરમેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી વાઘના ચામડા અને નખ મળ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે મંદિરના ટ્રસ્ટી દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરાઈ હતી.ત્યાર બાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમ દ્વારા મંદિર ખાતે જઈને તપાસ શરૂ કરાઈ હતી. આ તપાસમાં 37 વાઘના ચામડા આખા, 4 ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા હતાં.જો કે, ફોરેસ્ટ વિભાગે તેને વધુ તપાસ માટે FSLમાં મોકલ્યા હતાં. મહારાજનું ગત સાતમી જુલાઈના રોજ અવસાન થયું હતું. ફોરેસ્ટ વિભાગે ફોરેસ્ટ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વાઘનું આ ચામડું 35 વર્ષથી આ જગ્યા પર હોવાનું રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતું. આ મંદિરમાં રહેતા મહારાજનું ગત સાતમી જુલાઈના રોજ અવસાન થયું હતું. વાઘના આ ચામડા અને નખ મંદિરના મહારાજ જ્યાં રહેતા હતાં એ રૂમમાંથી જ મળી આવ્યા છે. વન વિભાગે મંદિરના મહારાજના સંપર્કમાં કોણ હતું તેની તપાસ હાથ ધરી છે. મંદિરના ટ્રસ્ટીના કહેવા પ્રમાણે મહારાજ મધ્યપ્રદેશના રહેવાસી હતાં. તપાસમાં મોટા માથા નિકળે તેવી આશંકા સેવાઈ રહી છે.આ પણ વાંચોઃ Ahmedabadના શીલજમાં ઇન્ડસ કોલેજ પાસે મિની બસમાં લાગી ભીષણ આગ

Read Full Story arrow_forward
Surendranagar News: સાયલાના ગોસળ ગામમાં ગાંજાની ખેતી ઝડપાઈ
calendar_today January 8, 2026

Surendranagar News: સાયલાના ગોસળ ગામમાં ગાંજાની ખેતી ઝડપાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં નશાના કારોબાર સામે પોલીસે મોટી સફળતા મેળવી છે. સાયલા પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે ગોસળ ગામમાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન એક ખેતરમાં ઉગાડવામાં આવેલા ગાંજાના છોડ મળી આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા કુલ 32.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.કપાસની આડમાં થતી હતી ગાંજાની ખેતી ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગોસળ ગામની સીમમાં રહેતા દેવાભાઇ કરશનભાઇ પરમાર નામના શખ્સના ખેતરમાં માદક પદાર્થનું વાવેતર થયું હોવાની સાયલા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. પોલીસે જ્યારે ખેતરમાં રેડ કરી, ત્યારે અન્ય પાકની આડમાં ઉગાડવામાં આવેલા ગાંજાના વિશાળ છોડ જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે સ્થળ પરથી 26 જેટલા ગાંજાના છોડ કબ્જે કર્યા હતા, જેનું વજન અંદાજે 53 કિલો જેટલું થવા જાય છે. ટ્રેક્ટર અને મુદ્દામાલ જપ્ત પોલીસે ખેતરમાંથી મળી આવેલા 53 કિલો લીલા ગાંજાની સાથે અન્ય સાધન સામગ્રી અને એક ટ્રેક્ટર પણ જપ્ત કર્યું છે. જપ્ત કરવામાં આવેલા ગાંજા અને વાહન મળીને કુલ કિંમત રૂપિયા 32.57 લાખ આંકવામાં આવી છે. પોલીસે ખેતર માલિક દેવાભાઇ કરશનભાઇ પરમારની સ્થળ પરથી જ અટકાયત કરી આગળની પૂછપરછ હાથ ધરી છે. NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ સાયલા પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગાંજાનું બિયારણ ક્યાંથી આવ્યું અને આ નેટવર્ક પાછળ અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જિલ્લામાં નશાના વધતા દૂષણને ડામવા માટે પોલીસની આ કામગીરીને મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ પણ વાંચો - Surendranagarના ધ્રાંગધ્રામાં તંત્રની નાક નીચે ખનિજ માફિયાઓ બેફામ, રોજની 300થી વધુ ટ્રકો દ્વારા ગેરકાયદે પથ્થરનું ખનન

Read Full Story arrow_forward
Ahmedabad News: લો બોલો! હવે તો દારૂ પણ ટ્રાન્સપોર્ટમાં આવે છે
calendar_today January 8, 2026

Ahmedabad News: લો બોલો! હવે તો દારૂ પણ ટ્રાન્સપોર્ટમાં આવે છે

અમદાવાદ શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે માધુપુરા પોલીસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે એક ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પ્રેમ દરવાજા બહાર આવેલી ગુજરાત જીનીંગ મીલના કમ્પાઉન્ડમાં ટ્રાન્સપોર્ટની આડમાં ચાલતા આ ગોરખધંધાનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.બેરલની આડમાં વિદેશી દારૂની 2340 બોટલો મળી માધુપુરા પોલીસ સ્ટેશનની ટીમે પ્રેમ દરવાજા બહાર ગુજરાત જીનીંગ મીલમાં આવેલ લાલજી મુલજી ટ્રાન્સપોર્ટના ગોડાઉન નંબર 61 ની બહાર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બ્લુ કલરના ચાર પતરાના બેરલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જ્યારે આ બેરલ ખોલીને જોયું તો તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી કુલ 2340 શીલબંધ બોટલો (60 પેટી) મળી આવી હતી. જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 9,59,760/- આંકવામાં આવી છે. હરિયાણાથી દારૂ મોકલાયો હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં દારૂનો આ જથ્થો હરિયાણા તરફથી મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. બીલ્ટી અને GST વિગતો મુજબ, આ જથ્થો હરિયાણાના NEW KRISHNA PAINTS HARDWARE STORE દ્વારા પેઇન્ટના સામાનની આડમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસે દારૂની બોટલો સાથે આધાર કાર્ડની નકલ અને બીલ્ટી પણ કબ્જે કરી છે. બે વોન્ટેડ આરોપીઓની શોધખોળ આ મામલે પોલીસે બે મુખ્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જે હાલ પકડાયેલ નથી. જેમાં દારૂ મોકલનાર ન્યૂ કૃષ્ણા પેઇન્ટ્સ હાર્ડવેર સ્ટોર, હરિયાણા છે, અને દારૂ મંગાવનાર અશ્વિનભાઈ વેગડા (રહે. મન્સૂરીની ચાલી, જવાહર નગર રોડ, અમરાઈવાડી, અમદાવાદ)ને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે. માધુપુરા પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ દારૂ મંગાવનાર અમરાઈવાડીના અશ્વિન વેગડા અને હરિયાણાના મોકલનાર શખ્સને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો - Ahmedabadના શીલજમાં ઇન્ડસ કોલેજ પાસે મિની બસમાં લાગી ભીષણ આગ

Read Full Story arrow_forward