android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
10 મિનિટની ડિલિવરીનું પરિણામ ભયાનક! ગિગ વર્કરના મૃત્યુથી Telanganaમાં હોબાળો
calendar_today January 8, 2026

10 મિનિટની ડિલિવરીનું પરિણામ ભયાનક! ગિગ વર્કરના મૃત્યુથી Telanganaમાં હોબાળો

આજના સમયમાં જો જમવાનું બનાવવાની ઇચ્છા ન થતી હોય, તો લોકો તરત જ ફોન દ્વારા ઓનલાઇન ઓર્ડર કરી દે છે. જેથી ડોરસ્ટેપ ડિલિવરી સેવા ઘણા લોકો માટે રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. ખોરાક, દવાઓ કે અન્ય સામાન આ તમામ થોડી મિનિટોમાં ઘર સુધી પહોંચે છે. પરંતુ આ ઝડપી સેવાઓ પાછળ કામ કરતા ગિગ વર્કર્સ માટે આ ઝડપ ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. હૈદરાબાદમાં બનેલી તાજેતરની ઘટના એનું દુઃખદ ઉદાહરણ છે. 25 વર્ષીય ડિલિવરી બોય હૈદરાબાદના મેધીપટ્ટનમ વિસ્તારમાં 5 જાન્યુઆરી, 2026ની રાત્રે ૨૫ વર્ષીય ડિલિવરી બોય અભિષેક ઓર્ડર પહોંચાડવા માટે ઉતાવળમાં હતો. ઝડપી ડિલિવરીના દબાણ વચ્ચે તેની બાઇક લપસી ગઈ અને સામેથી આવતી ખાનગી બસ સાથે ટક્કર થઈ. આ ગંભીર અકસ્માતમાં અભિષેકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. BBAના છેલ્લા વર્ષમાં અભ્યાસ અભિષેક શેખપેટનો રહેવાસી હતો અને બીબીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. પરિવારની આર્થિક મદદ માટે તે પાર્ટ-ટાઇમ ડિલિવરી વર્કર તરીકે કામ કરતો હતો. તેના અચાનક મૃત્યુથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, સાથે જ સમગ્ર તેલંગાણામાં ગિગ વર્કર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંત્રીને લખ્યો પત્ર આ ઘટનાને પગલે તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન (TGPWU) સક્રિય બન્યું છે. યુનિયને રાજ્યના શ્રમ મંત્રીને પત્ર લખીને ગિગ વર્કર્સ માટે વીમા સુરક્ષા અને યોગ્ય વળતરની માંગ કરી છે. TGPWUના સ્થાપકનું કહેવું છે કે, “ગિગ વર્કર્સ પણ માણસો છે, કોઈ અલ્ગોરિધમ નથી. જો તેઓ કામ દરમિયાન મૃત્યુ પામે છે તો તેમના પરિવારને વીમો અને વળતર મળવું જ જોઈએ.” ગિગ વર્કર્સ દ્વારા વિરોધ પ્રદર્શન આ ઘટના બાદ હૈદરાબાદના વિવિધ વિસ્તારોમાં ગિગ વર્કર્સ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા. તેઓ કંપનીઓ દ્વારા લાદવામાં આવતા અયોગ્ય ટાર્ગેટ્સ, સમયનો દબાણ અને સુરક્ષાની અછત સામે અવાજ ઉઠાવી રહ્યા છે. પોલીસે અકસ્માતનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. સાથે જ તેમણે તમામ ડિલિવરી વર્કર્સને હેલ્મેટ પહેરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. જોકે, માત્ર સલાહથી સમસ્યા ઉકેલાશે કે નહીં, તે મોટો પ્રશ્ન છે.આ પણ વાંચો : Knowledge : એક USSD કોડ અને ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, જાણો કોલ ફોરવર્ડિંગ કૌભાંડ

Read Full Story arrow_forward
PM મોદીએ 12 ભારતીય AI સ્ટાર્ટઅપની સાથે યોજી બેઠક, શું બનાવ્યો પ્લાન?
calendar_today January 8, 2026

PM મોદીએ 12 ભારતીય AI સ્ટાર્ટઅપની સાથે યોજી બેઠક, શું બનાવ્યો પ્લાન?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તેમના નિવાસસ્થાને ભારતીય AI સ્ટાર્ટઅપ્સ સાથે રાઉન્ડ ટેબલ બેઠકની અધ્યક્ષતા કરી. આવતા મહિને ભારતમાં ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026 યોજાવાની છે. જેમાં 12 ભારતીય AI સ્ટાર્ટઅપ્સે સમિટના "AI for ALL: ગ્લોબલ ઈમ્પેક્ટ ચેલેન્જ" માટે ક્વોલિફાય કર્યું છે. પીએમ મોદીએ તેમની સાથે બેઠક યોજી હતી અને તેમના વિચારોની ચર્ચા કરી.સ્ટાર્ટઅપ્સ વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે આ સ્ટાર્ટઅપ્સ વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે, જેમાં ઈન્ડિયન લેંગ્વેજ ફાઉન્ડેશન મોડેલ, મલ્ટીલિંગુઅલ LLM, સ્પીચ-ટુ-ટેક્સ્ટ, ટેક્સ્ટ-ટુ-ઓડિયો અને ટેક્સ્ટ-ટુ-વીડિયો; ઈ-કોમર્સ, માર્કેટિંગ અને પર્સનલાઈઝ્ડ કન્ટેન્ટ બનાવવા માટે જનરેટિવ AIનો ઉપયોગ કરીને 3D કન્ટેન્ટ, ઉદ્યોગોમાં ડેટા-આધારિત નિર્ણય-નિર્માણ માટે એન્જિનિયરિંગ સિમ્યુલેશન, મટિરિયલ્સ રિસર્ચ અને એડવાન્સ્ડ એનાલિટિક્સ; હેલ્થકેર ડાયગ્નોસ્ટિક્સ અને મેડિકલ રિસર્ચ વગેરેનો સમાવેશ થાય છે. AI સ્ટાર્ટઅપ્સે દેશના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈકોસિસ્ટમને આગળ વધારવા માટે ભારતની મજબૂત પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. તેમણે AI ક્ષેત્રના ઝડપી વિકાસ અને વિશાળ ભવિષ્યની સંભાવના પર પ્રકાશ પાડ્યો.AI ક્ષેત્રમાં ગ્રોથ અને સંભાવનાઓ પર કરી ચર્ચા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈનોવેશન અને ડિપ્લોયમેન્ટનું સેન્ટર ઓફ ગ્રેવિટી ભારત તરફ શિફ્ટ કરવાનું શરૂ કરી રહ્યું છે. AI સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ભારત હવે AI ડેવલપમેન્ટ માટે એક મજબૂત અને અનુકૂળ વાતાવરણ પ્રદાન કરે છે, જે દેશને વૈશ્વિક AI મેપ પર મજબૂત રીતે સ્થાન આપે છે. બેઠક દરમિયાન વડાપ્રધાને સમાજમાં પરિવર્તન લાવવામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે ભારત આવતા મહિને ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટને હોસ્ટ કરશે, જેના દ્વારા દેશ ટેકનોલોજી ક્ષેત્રમાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે ભાર મૂક્યો કે ભારત એઆઈના ઉપયોગ દ્વારા પરિવર્તન લાવવા માટે પ્રયત્નશીલ છે. AI ઉદ્યોગસાહસિકો ભવિષ્યના કો-આર્કિટેક્ટ છે વડાપ્રધાને ભાર મૂક્યો કે સ્ટાર્ટઅપ્સ અને એઆઈ ઉદ્યોગસાહસિકો ભારતના ભવિષ્યના કો-આર્કિટેક્ટ છે અને કહ્યું કે દેશમાં નવીનતા અને મોટાપાયે અમલીકરણ બંને માટે અપાર સંભાવનાઓ છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતે વિશ્વ સમક્ષ એક અનોખું એઆઈ મોડેલ રજૂ કરવું જોઈએ જે મેડ ઈન ઈન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. વડાપ્રધાને કહ્યું કે ભારત પર વિશ્વનો વિશ્વાસ એ દેશની સૌથી મોટી તાકાત છે. તેમણે ભાર મૂક્યો કે ભારતીય AI મોડેલો નૈતિક, ન્યાયી, પારદર્શક અને ડેટા ગોપનીયતા સિદ્ધાંતો પર આધારિત હોવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ભારતના સ્ટાર્ટઅપ્સે વૈશ્વિક નેતૃત્વ તરફ કામ કરવું જોઈએ અને ભારત વિશ્વભરમાં સસ્તું AI, સમાવિષ્ટ AI અને સસ્તું નવીનતાને પ્રોત્સાહન આપી શકે છે. AIમાં સ્થાનિક અને સ્વદેશી કન્ટેન્ટને પ્રોત્સાહન મળવું જોઈએ તેમણે એવું પણ સૂચન કર્યું કે ભારતીય AI મોડેલો અલગ હોવા જોઈએ અને સ્થાનિક અને સ્વદેશી સામગ્રી અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવું જોઈએ. આ બેઠકમાં અવતાર, ભારતઝેન, ફ્રેક્ટલ, ગેન, ઝેનલૂપ, જ્ઞાની, ઈન્ટેલીહેલ્થ, સર્વમ, શોધ એઆઈ, સોકેટ એઆઈ, ટેક મહિન્દ્રા અને જેનટેક સહિત ભારતીય એઆઈ સ્ટાર્ટઅપ્સના સીઈઓ, વડાઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ પણ હાજર રહ્યા હતા.આ પણ વાંચો: Auto News: ઇલેક્ટ્રિક કાર ચાર્જ કરતી વખતે ક્યારેય ન કરો આ ભૂલો! આટલી બાબતોનું રાખવું ખાસ ધ્યાન

Read Full Story arrow_forward
Ahmedabad News: 2025માં 17.08 લાખ ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ
calendar_today January 8, 2026

Ahmedabad News: 2025માં 17.08 લાખ ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ

અમદાવાદ શહેરને ટ્રાફિક અને ગેરકાયદે દબાણોથી મુક્ત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે વર્ષ 2025 દરમિયાન આક્રમક કામગીરી કરી છે. અમદાવાદ મનપા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સમગ્ર વર્ષ દરમિયાન અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી લાખો ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરી કરોડોની કિંમતની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.17.08 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરાવાઈ AMC એસ્ટેટ વિભાગની વિવિધ ટીમો દ્વારા શહેરના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં સપાટો બોલાવવામાં આવ્યો હતો. વર્ષ 2025 દરમિયાન કુલ 17.08 લાખ ચોરસ મીટર જગ્યા પરથી દબાણો હટાવી તેને મૂળ સ્થિતિમાં લાવવામાં આવી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ રસ્તાઓ પહોળા કરવાનો અને જાહેર સુવિધાની જમીન પર થતા અતિક્રમણને અટકાવવાનો છે. કાચા-પાકા અને રોડ પરના દબાણો પર 'બુલડોઝર' અમદાવાદ મનપાની આ કામગીરીમાં રહેણાંક અને બિન-રહેણાંક એમ બંને પ્રકારના બાંધકામોનો સમાવેશ થાય છે. રહેણાંક વિસ્તારોમાં નડતરરૂપ એવા 1,050 કાચા અને 2,213 પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. વ્યવસાયિક કે અન્ય હેતુ માટે વપરાતી જગ્યાઓ પરના 568 ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે રોડ પર નડતરરૂપ એવી 4,216 મિલકતો (જેમાં દુકાનોના વધારાના હિસ્સા અને રસ્તા પર આવતા મકાનના ભાગોનો સમાવેશ થાય છે) હટાવવામાં આવી છે. અમદાવાદ શહેરના વિકાસ માટે કડક વલણ AMC ના અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી સમયમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે. ખાસ કરીને મુખ્ય માર્ગો પર થતા દબાણોને કારણે પીક અવર્સમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે, જેને ધ્યાનમાં રાખીને 'રોડ લાઇન' માં આવતા તમામ દબાણોને દૂર કરવાની પ્રાથમિકતા આપવામાં આવી છે. આ પણ વાંચો - Ahmedabada News: પ્રદૂષિત પાણીની બોટલ સાથે કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ, શહેરમાં ટેકસ ભરે છે શહેરીજનો પણ સુવિધાના નામે મીડું

Read Full Story arrow_forward