android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Makar Sankranti 2026 : ઉત્તરાયણ પર મોંઘવારીનો આકાશી પેચ, પતંગના ભાવમાં 30%નો તોતિંગ ઉછાળો
calendar_today January 8, 2026

Makar Sankranti 2026 : ઉત્તરાયણ પર મોંઘવારીનો આકાશી પેચ, પતંગના ભાવમાં 30%નો તોતિંગ ઉછાળો

ગુજરાતનો લોકપ્રિય પર્વ ઉત્તરાયણ નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદના જમાલપુર સહિતના પતંગ બજારોમાં તેજી જોવા મળી રહી છે, પરંતુ આ વર્ષે પતંગરસિયાઓને પર્વની ઉજવણી મોંઘી પડશે. હોલસેલ વેપારીઓના મતે, પતંગના ભાવમાં ગત વર્ષ કરતા 30 ટકા જેટલો વધારો થયો છે. આ વધારા પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર છે: પ્રથમ, સરકારે પેપર પર GST 12 ટકાથી વધારીને 18 ટકા કર્યો છે. બીજું, ચાલુ વર્ષે ચોમાસું પાંચ મહિના જેટલું લંબાયું હોવાથી પતંગનું ઉત્પાદન ઘટ્યું છે. ત્રીજું, લગ્નની સીઝન હોવાથી કારીગરોની અછત વર્તાઈ રહી છે. જે પતંગની કોડી પહેલા 80 રૂપિયામાં મળતી હતી, તેનો ભાવ અત્યારે 150 રૂપિયા સુધી પહોંચી ગયો છે અને ઉત્તરાયણ આવતા સુધીમાં તે 200 રૂપિયાને પાર કરી શકે છે.દોરી બજાર સ્થિર પણ પતંગ મોંઘી પતંગના ભાવમાં વધારો હોવા છતાં દોરીનું બજાર પ્રમાણમાં સ્થિર છે, જેમાં માત્ર 5 થી 10 ટકાનો નજીવો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે બજારમાં પંજાબી, જયપુરી અને બરેલી પતંગોનું નવું આકર્ષણ જોવા મળી રહ્યું છે, જ્યારે દોરીમાં ચરખાની અને હાથે રંગેલી દોરીની ભારે માંગ છે. અમદાવાદમાં પતંગ અને દોરીનો વ્યવસાય અંદાજે 100 કરોડ રૂપિયાનો છે, જે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ નિકાસ થાય છે. આ ઉદ્યોગ આશરે 4 થી 5 હજાર કારીગરોને સીધી રોજગારી પૂરી પાડે છે. જોકે, આ વર્ષે એલ્યુમિનિયમની ફિરકી અને ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકની ફિરકીઓનું વેચાણ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પણ વાંચો : CMA Foundation Result : અમદાવાદ ચેપ્ટર 56.52% સાથે વેસ્ટર્ન રિજનમાં અવ્વલ, પ્રથમ મોદી સિટી ટોપર

Read Full Story arrow_forward
Gujarat: કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સોમનાથમાં બેઠક યોજી, PM મોદીના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી
calendar_today January 8, 2026

Gujarat: કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સોમનાથમાં બેઠક યોજી, PM મોદીના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી

દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગની ભૂમિ પર વડાપ્રધાન મોદી તા.10 અને 11મી જાન્યુઆરીના રોજ સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા માટે પધારવાના છે,ત્યારે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે વડાપ્રધાનના સોમનાથ પ્રવાસ અને શૌર્ય યાત્રાના રૂટ સહિત વિવિધ કાર્યક્રમો અંગે સ્થળ સમિક્ષા કરી અન્ય તૈયારીઓની વિગતો મેળવી હતી. કેન્દ્રીય મંત્રીએ સાગર દર્શન ખાતે એક બેઠક યોજી કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીએ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવ્યા બાદ સાગર દર્શન ખાતે એક બેઠક યોજી અને સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત તા.8,9અને 10ના રોજ યોજાનાર વિવિધ કાર્યક્રમો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત અન્ય તૈયારીઓ વિશે ઝીણવટપૂર્વકની માહિતી મેળવી હતી.સાગર દર્શન ખાતેની બેઠક પૂર્ણ થયા પછી કેન્દ્રીય મંત્રીએ શૌર્ય યાત્રાના રૂટ શંખ સર્કલથી હમીરજી ગોહિલ પ્રતિમાથી મંદિર પરિસર સહિતના સ્થળોએ મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કર્યું હતું. વિધ્વંસ સામે નિર્માણની તાકાત જીતી ગઈ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી એ જણાવ્યું હતું કે, બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ એ દેશના કરોડો લોકો માટે આસ્થાનું પ્રતીક છે. સોમનાથ એ અવિનાશી-શાશ્વત સનાતન સંસ્કૃતિ અને અતૂટ આસ્થાનું પ્રતિક છે. તલવારની તાકાત પર સનાતનને મિટાવવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ એમાં નિષ્ફળતા મળી અને સનાતનની શક્તિમાં ઉત્તરોતર વધારો થતો રહ્યો છે.ગઝનવીએ સોમનાથ પર આક્રમણ કર્યું પરંતુ વિધ્વંસ સામે નિર્માણની તાકાત જીતી ગઈ, સોમનાથ પર આટઆટલા આક્રમણ પછી પણ એ સનાતન, અખંડ અને અવિનાશી રહ્યું છે. સોમનાથ પર ગઝનવીના આક્રમણના 1000 વર્ષ વડાપ્રધાન મોદીના પ્રયત્નોથી ભવિષ્યની પેઢીને પણ સનાતન સંસ્કૃતિની-ભારતની પ્રાચીન ધરોહરની ઓળખ મળે, વીરોના બલિદાન યોગદાનની ગાથા ની જાણકારી મળે એ દિશામાં કાર્ય થઈ રહ્યું છે. સોમનાથ પર ગઝનવીના આક્રમણના ૧૦૦૦ વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના ૭૫ વર્ષનો સુભગ સમન્વય સધાયો છે. જે તાકાતો એ ભારતમાં અવિનાશી ચેતનાને મિટાવવાની કોશિશ કરી હતી, એમના પ્રયાસો સદંતર નિષ્ફળ રહ્યાં. આમ સોમનાથ એ અતૂટ આસ્થાનું કેન્દ્ર અને સાંસ્કૃતિક ધરોહરોનું પુન:જાગરણનું કેન્દ્ર બન્યું છે. આ પણ વાંચોઃ Surat News: મંકી માસ્ક પહેરીને 30થી વધુ ઘરફોડ ચોરી કરનાર શાતિર ચોર ઝડપાયો

Read Full Story arrow_forward
Surat News: સુરત અને તાપીના 1200 શ્રદ્ધાળુઓ સોમનાથ જશે, હર્ષ સંઘવીના હસ્તે સ્પેશિયલ ટ્રેનને ફ્લેગ ઓફ અપાયુ
calendar_today January 8, 2026

Surat News: સુરત અને તાપીના 1200 શ્રદ્ધાળુઓ સોમનાથ જશે, હર્ષ સંઘવીના હસ્તે સ્પેશિયલ ટ્રેનને ફ્લેગ ઓફ અપાયુ

સોમનાથમાં આજથી જ સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ કરવામાં આવી છે. ઋષિ કુમારો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. જેનાથી સોમનાથ પરિસર ગૂંજી ઉઠ્યું છે. ત્યારે ભાજપના કાર્યકરો અને શ્રદ્ધાળુઓને સોમનાથ મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતથી આજે વેરાવળ માટેની સ્પેશિયલ ટ્રેનને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી પણ સોમનાથમાં સ્વાભિમાન પર્વમાં હાજરી આપવાના છે. સુરતથી વેરાવળ સ્પેશિયલ ટ્રેનને ફલેગ ઓફ સુરતથી વેરાવળ સ્પેશિયલ ટ્રેનને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવ્યું છે. સુરત અને તાપી જિલ્લાના 1200થી વધુ શ્રદ્ધાળુઓ આ ટ્રેનમાં સોમનાથ દાદાના દર્શને જશે. સોમનાથમાં આઠમીથી 11મી જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વ યોજાઈ રહ્યો છે. ગઈકેલ અમદાવાદથી ભાજપના કાર્યકરો સોમનાથ ખાતે ટ્રેનમાં પહોંચ્યા હતાં. આજે સોમનાથમાં ઋષિ કુમારો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં અને ઓમકાર જાપથી સમગ્ર સોમનાથ પરિસર ગૂંજી ઉઠ્યું હતું. આ પણ વાંચોઃ Gandhinagar: રોજ એક જિલ્લાના SP અને રેન્જ IG સાથે રાજ્યના DGP બેઠક કરશે

Read Full Story arrow_forward