android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News : વડોદરામાં ઘરફોડ ચોરી કરતી સિકલીગર ગેંગના 8 આરોપી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
calendar_today January 8, 2026

Vadodara News : વડોદરામાં ઘરફોડ ચોરી કરતી સિકલીગર ગેંગના 8 આરોપી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

ઝડપાયેલા આરોપી મિલકત, શરીર સબંધી ગુનાઓમાં રીઢા ગુનેગાર છે અને 100થી વધુ ગુનાઓ આચર્યા હોવાની વિગતો આવી બહાર અને હિંમતનગર, ગોધરા, સાબરકાંઠામાં ગુનાઓને આપ્યો અંજામ, ગાંધીનગર, અમદાવાદમાં ગુનાખોરીને આપ્યો હતો અંજામ. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2026માં પહેલો ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો છે.વડોદરામાં પ્રથમ ગુનો વર્ષ 2026માં ગુજસીટોકનો નોંધાયો વડોદરા શહેર તથા જિલ્લામાં ઘરફોડ ચોરીઓ કરતી વધુ એક સિકલીગર ગેંગ સામે મકરપુરા પોલીસ મથકે ગુજસીટૉકના વિશેષ કાયદા હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદના ૮ આરોપીઓ પૈકીના ૫ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ પહેલાં પણ સિકલીગર ટોળકી સામે ગુજસીટૉકનો ગુનો નોંધાયો હતો. વર્ષ ૨૦૨૬ના પ્રારંભ સાથે આ પ્રથમ ગુજસીટૉકનો કેસ રજિસ્ટર થયો છે. 8 સાગરીતો સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. આર.જી.જાડેજાએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમના કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવેલા આરોપીઓનો ભૂતકાળ ગુનાહિત છે. ટોળકી સંગઠિત થઈને ઓર્ગેનાઈઝઝ્ડ ક્રાઈમ કરતી હતી. છેલ્લાં ૧૦ વર્ષમાં સાગરીતોએ ભેગા મળીને ૧૫૨ ગુનાઓને અંજામ આપ્યો છે. આરોપીઓ જેલમાંથી જામીન ઉપર મુક્ત થયાં પછી પણ ક્રાઈમ કરતાં હતાં. હાલમાં 8 સાગરીતો સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે. જે પૈકીના ૫ આરોપીને ગિરફતાર કરવામાં આવ્યા છે. બીજા કેટલાક આરોપી રાજ્યની અન્ય જેલમાં છે. આરોપીઓની તલસ્પર્શી પૂછપરછ કરવા માટે રિમાન્ડ મેળવાશે. આ પણ વાંચો : Surat News : સુરતના રાંદેરના શાકભાજી માર્કેટમાંથી MD ડ્રગ્સ ઝડપાયું, પોલીસે આરોપી નઝીલ રશીદ સયૈદની ધરપકડ કરી

Read Full Story arrow_forward
Vadodara: ગેસ બિલ ન ભરનારાઓ સામે કડક કાર્યવાહી, એક જ દિવસમાં 10 લાખની વસૂલાત
calendar_today January 8, 2026

Vadodara: ગેસ બિલ ન ભરનારાઓ સામે કડક કાર્યવાહી, એક જ દિવસમાં 10 લાખની વસૂલાત

વડોદરા શહેરમાં ગેસ બિલની બાકી રકમ ન ભરનાર ગ્રાહકો સામે ગેસ કંપની દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફતેપુરા, યાકુતપુરા અને પાણીગેટ સહિતના વિસ્તારોમાં વિશેષ ડ્રાઈવ ચલાવી એક જ દિવસમાં અંદાજે રૂ. 10 લાખની વસૂલાત કરવામાં આવી હતી.અત્યાર સુધી કુલ 61 ગેસ કનેકશન બંધ કરવામાં આવ્યા અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધી કુલ 61 ગેસ કનેકશન બંધ કરવામાં આવ્યા છે અને આશરે રૂ. 30 લાખની બાકી રકમ વસૂલવામાં આવી છે. કડક પગલાં લેવાયા લાંબા સમયથી બિલ ના ભરનારા ગ્રાહકોને અગાઉ નોટિસ આપ્યા બાદ પણ ચુકવણી ન કરતાં અંતે કડક પગલાં લેવાયા હોવાનું જાણવા મળ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે તપાસ કાર્યવાહી દરમિયાન કોઈ અપ્રિય બનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે તપાસ કરવામાં આવી હતી. ગેસ કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે આવનારા દિવસોમાં પણ બાકીદારો સામે આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે. આ પણ વાંચો----   United States ભારતની આગેવાની હેઠળના સોલાર એલાયન્સ સહિત 65 આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી બહાર નિકળી ગયું

Read Full Story arrow_forward
Surat : ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફૂલ, હોળી પૂર્વે એડવાન્સ બુકિંગમાં જ તમામ સીટો ભરાઈ
calendar_today January 8, 2026

Surat : ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફૂલ, હોળી પૂર્વે એડવાન્સ બુકિંગમાં જ તમામ સીટો ભરાઈ

હોળીના તહેવારને લઈ સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગ ખૂલતાની સાથે જ મોટાભાગની ટ્રેનો હાઉસફૂલ થઈ ગઈ છે, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.તાપ્તીગંગા એક્સપ્રેસ અને દાનાપુર એક્સપ્રેસ જેવી મહત્વની ટ્રેનોમાં વેઇટિંગ રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર તાપ્તીગંગા એક્સપ્રેસ અને દાનાપુર એક્સપ્રેસ જેવી મહત્વની ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટ મળવી પણ મુશ્કેલ બની ગઈ છે. કેટલીક ટ્રેનોમાં તો મુસાફરીની તારીખથી 60 દિવસ પહેલાં જ તમામ ટિકિટો બુક થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.  વતન જવા માટે મોટી સંખ્યામાં લોકો રેલવે પર નિર્ભર ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં કામ કરતા શ્રમિકો અને વેપારીઓ તહેવાર દરમિયાન પોતાના વતન જવા માટે મોટી સંખ્યામાં રેલવે પર નિર્ભર રહે છે. હોળી નજીક આવતા મુસાફરોની સંખ્યા વધતા રેલવે તંત્ર પર પણ દબાણ વધ્યું છે.  વધારાની સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવે મુસાફરોએ માંગ કરી છે કે વધારાની સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવે, જેથી તહેવાર દરમિયાન પ્રવાસ વધુ સરળ બની શકે. આ પણ વાંચો----   United States ભારતની આગેવાની હેઠળના સોલાર એલાયન્સ સહિત 65 આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી બહાર નિકળી ગયું

Read Full Story arrow_forward