android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath News : રાજકોટથી વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ પહોંચ્યા હજારો શિવભકતો, જય સોમનાથ, હર હર ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યું સમગ્ર સ્ટેશન પરિસર
calendar_today January 8, 2026

Gir Somnath News : રાજકોટથી વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ પહોંચ્યા હજારો શિવભકતો, જય સોમનાથ, હર હર ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યું સમગ્ર સ્ટેશન પરિસર

આ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની અપ્રતિમ ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે. આ પર્વમાં જોડાવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. જેના ભાગરૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. 'હર હર ભોલે' અને 'જય સોમનાથ'ના ગગનભેદી નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ગૂંજી ઉઠ્યું હતું. સોમનાથનો ઇતિહાસ એ વિનાશ સામે સર્જનના વિજયની કથા છે૧૦૨૬માં મહમદ ગઝનવીના આક્રમણથી લઈને સદીઓ સુધી વિદેશી આક્રમણખોરોએ આસ્થાના આ કેન્દ્રને ખંડિત કરવા પ્રયાસો કર્યા, પરંતુ દરેક વખતે ભારતવર્ષના વીરોએ પોતાના રક્તથી આ ધરતીનું રક્ષણ કર્યું છે. આ પર્વ દ્વારા હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ જેવા અગણિત શહીદોના બલિદાનને અંજલિ આપવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ માટે આ માત્ર દર્શન નથી, પણ પૂર્વજોના સંઘર્ષની સ્મૃતિ પણ છે. ઉલ્લેખનીય છે કે, આગામી ત્રણ દિવસ સુધી સોમનાથ ખાતે વિવિધ કાર્યક્રમો દ્વારા સોમનાથની પૌરાણિક ગાથા રજૂ કરવામાં આવશે. ૧૧ જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં અમદાવાદ, સુરત અને વડોદરાથી પણ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેન મારફતે સોમનાથના સાનિધ્યમાં ઉમટી પડશે. યાત્રાળુઓના હૃદયસ્પર્શી પ્રતિભાવો દીપકભાઈ દવે(રાજકોટ) "અમે માત્ર ટ્રેનમાં બેસીને દર્શન કરવા નથી આવ્યા, અમે અમારા ગૌરવશાળી ઇતિહાસને નમન કરવા આવ્યા છીએ. સોમનાથ પર થયેલા અનેક આક્રમણો છતાં આજે આ ભવ્ય શિખર ઊભું છે, તે આપણી સંસ્કૃતિની જીવંતતા દર્શાવે છે. સરકારના આ 'સ્વાભિમાન પર્વ'ના આયોજનથી અમને સોમનાથના ૧૦૦૦ વર્ષના સંઘર્ષની ગાથામાં સહભાગી થવાનો જે અવસર મળ્યો તે અલૌકિક છે." દેવાંગ જાની (યુવાન શ્રદ્ધાળુ-સુરેન્દ્રનગર) રાજકોટથી સીધી ટ્રેન મળતા અમારો માર્ગ સરળ થયો, સરદાર પટેલે જે રીતે આ મંદિરનું નવસર્જન કર્યું અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે તેને વિશ્વસ્તરીય બનાવી રહ્યા છે, તે જોઈને લાગે છે કે આપણું સ્વાભિમાન આજે સાચા અર્થમાં સન્માનિત થવા જઈ રહ્યું છે. જગદીશભાઈ પરમાર (રાજકોટ) અહીં સ્વાભિમાન પર્વમાં જોડાઈને અનુભવ્યું કે સોમનાથ માટે કેટલા લોકોએ બલિદાન આપ્યા છે. ટ્રેનની સુવિધા આપીને સરકારે અમને આ મહાન વારસા સાથે જોડવાની જે તક આપી છે તે બદલ અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ સરકારના આભારી છીએ." આ પણ વાંચો : Gir Somnath News : વિનાશ સામે આસ્થાના વિજયની અમર ગાથા, ગઝનવીના આક્રમણથી લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આધુનિક વિઝન સુધીની વિકાસયાત્રા 

Read Full Story arrow_forward
Gir Somnath News : સ્વાભિમાન પર્વમાં શિવ ભક્તોને આવકારવા સોમનાથ સજજ, જય સોમનાથના નાદ સાથે તૈયારીઓ પૂર્ણ
calendar_today January 8, 2026

Gir Somnath News : સ્વાભિમાન પર્વમાં શિવ ભક્તોને આવકારવા સોમનાથ સજજ, જય સોમનાથના નાદ સાથે તૈયારીઓ પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.૧૦-૧૧ જાન્યુઆરીના રોજ સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેશે. સોમનાથ સ્વાભિમાન પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર સોમનાથ વિસ્તારમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.કાર્યક્રમોમાં વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે વિવિધ ટીમો બનાવીમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે વિવિધ વ્યવસ્થા અને લોકો માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વિવિધ વિભાગના સચિવ અને તેમજ પ્રશાસનના અધિકારીઓ દ્વારા સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે વિવિધ ટીમો બનાવીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. શિવજીની મૂર્તિઓ સહિત વિવિધ તૈયારીઓથી સમગ્ર સોમનાથ સજજ થયું છે તા.7 જાન્યુઆરી-૨૦૨૬ના રોજ રાત્રે સોમનાથના વિવિધ માર્ગો ખૂબ જ સુંદર રીતે રોશની અને આધ્યાત્મિક ચેતનાના પ્રતિકો સાથે શણગારવામાં આવ્યા હતા. ત્રિવેણી રોડ, હમીરસિંહ સર્કલ, શંખ સર્કલ, ભીડીયા પાટણ રોડ તેમજ સર્કિટ હાઉસ રોડ અને સોમનાથ મંદિર વિસ્તાર માર્ગ સુશોભન, રોશની, શિવ આરાધના ના ચિત્રો, ધજાઓ, રોડ પર શિવજીની મૂર્તિઓ સહિત વિવિધ તૈયારીઓથી સમગ્ર સોમનાથ સજજ થયું છે. સમગ્ર ગુજરાતમાંથી શિવ ભક્તો ટ્રેન અને બસ મારફતે સોમનાથ આવી રહ્યા છે ત્યારે ત્રણ દિવસના અખંડ ઓમકાર મંત્રોચ્ચારથી સોમનાથનું વાતાવરણ અલૌકિક અનુભૂતિ સાથે દિવ્યમય બન્યું છે. ૧૦૨૬ થી ૨૦૨૬ સંઘર્ષ, શોર્યતા, વીરતા, સ્વાભિમાન અને અતૂટ શ્રદ્ધાના ૧૦૦૦ વર્ષ સાથે સ્વાભિમાન પર્વનો આ સંદેશ નવી પેઢીમાં ભારતની શાશ્વત સનાતન સંસ્કૃતિની ગાથાને આત્મસાત કરવાની પ્રેરણા આપે છે. આ પણ વાંચો : Gir Somnath News : રાજકોટથી વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ પહોંચ્યા હજારો શિવભકતો, જય સોમનાથ, હર હર ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યું સમગ્ર સ્ટેશન પરિસર

Read Full Story arrow_forward
Ankleshwar News : અંકલેશ્વરમાં રખડતા ઢોરનો આતંક, મંદિરે દર્શન કરવા આવેલા દંપતીને ઢોરે બાનમાં લીધા
calendar_today January 8, 2026

Ankleshwar News : અંકલેશ્વરમાં રખડતા ઢોરનો આતંક, મંદિરે દર્શન કરવા આવેલા દંપતીને ઢોરે બાનમાં લીધા

ભરૂચના અંકલેશ્વરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે, ગડખોલના ઐયપ્પા મંદિર નજીક ઢોરનો આતંક સામે આવ્યો છે, મંદિરે આવેલા દંપતીને રખડતા ઢોરે બાનમાં લીધું અને રખડતા ઢોરે મહિલા પર કર્યો અચાનક હુમલો બીજી તરફ પતિ બચાવવા જતા તેમના પર પણ હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે. સ્થાનિકો અને બાઈકચાલકો પાછળ પણ દોડ મૂકી રખડતા ઢોરના કારણે 5 લોકોને ઈજા પહોંચી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, સતત 15 મિનિટ સુધી ઢોર દંપતીને બાનમાં લેતો રહ્યું અને લોકો બચાવવા માટે પણ પહોંચે છે પણ ઢોર જગ્યાએથી હઠતું નથી, ત્યારે આ ઘટના બનતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે અને સ્થાનિકોનો આક્ષેપ છે કે, રખડતા ઢોરને નગરપાલિકા સમય પ્રમાણે ઢોર ડબ્બામાં પૂરતા નથી તેના કારણે ઢોર હુમલા કરતા હોય છે. ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ વ્યાપક બન્યો અંકલેશ્વરમાં વધારે ઉધોગો આવેલા છે અને સ્થાનિકોનું કહેવું છે કે, રખડતા ઢોરના કારણે ખૂબ તકલીફ પડી રહી છે, કયારેક ઢોર પાછળથી પણ હુમલો કરે છે, અત્યાર સુધી અવાર-નવાર અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં રખડતા ઢોરે હુમલો કર્યો છે અને લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બીજી તરફ ખેડબ્રહ્મા શહેરમાં નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ હતી. ઢોર પકડવાની પ્રક્રિયા દરમિયાન પશુઓ ભડકીને દોડવા લાગતા રસ્તે ચાલતા એક મહિલા તેની હડફેટે આવી ગયા હતા. આ પણ વાંચો : Gir Somnath News : સ્વાભિમાન પર્વમાં શિવ ભક્તોને આવકારવા સોમનાથ સજજ, જય સોમનાથના નાદ સાથે તૈયારીઓ પૂર્ણ

Read Full Story arrow_forward