Bavla: અંડરબ્રિજ બન્યો ત્યારથી નક્કામો !
બાવળા શહેરમાં ધોળકા રોડ પરનો રેલવે લાઈન પરનો અંડરબ્રિજ તેને ખુલ્લો મુકાયો ત્યારથી નકામો સાબિત થતા શહેરીજનોમાં રોષની લાગણી ઉઠવા પામી છે. બાવળામાં આશરે 10 ફૂટ ખોદતા પાણી આવી જાય છે. તેવામાં 20થી પણ વધારે ફૂટનો અંડરપાસ બનાવી દેવાયો હતો. શહેરમાંથી પસાર થતી બોટાદ સુધીની રેલવે લાઇનને બ્રોડગેજ કરવામાં આવી પોલીસ સ્ટેશનની બાજુમાં જૂનું રેલવેનું નાળુ હતું. ત્યારે શહેરની આજુબાજુની સોસાયટી વિસ્તારના લોકોએ તેમજ બળીયાદેવ વિસ્તારના લોકોએ નાળા પર ઓવરબ્રિજ બનાવવા માટે લેખિતમાં પાલિકા અને ગાંધીનગર ખાતે રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત બાવળા પાલિકા થકી રેલવેના કામ માટે કન્સલ્ટન્ટ એજન્સીના માણસો રાખીને એક ઠરાવ તૈયાર કરાવવામાં આવ્યો હતો. જેને બાવળા રેલવે લાઈન અંગે રેલ્વેના અધિકારીઓ અને રેલવે વિકાસ બોર્ડના એન્જિનિયરોને આપવાની વાત હતી. તે છતાં ગ્રામજનોની સુવિધાઓને અવગણીને રેલવેના એન્જિનિયરો દ્વારા જમીનની ચકાસણી કરીને સોઇલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે ભૂગર્ભ જળ અંડર બ્રિજમાં ભરાઈ રહે છે. તે કારણોને વિચાર્યા વગર અંડરબ્રિજ બનાવી દેવાયો હતો. હાલ અંડરબ્રિજ બનાવ્યે 3 વર્ષ થયા હશે તેવામાં જમીનમાંથી પાણીના જમીને નીકળી રહ્યું છે એથી ઉલેચવા માટે લગાવાયેલા પંપની મોટરો બળી જાય છે અને મોટાભાગે બ્રિજ બંધ રહે છે ઉતાવળે અને શહેરના હિતોને ધ્યાને રાખ્યા વગર બનાવાયેલા અંડરબ્રિજને કારણે ખાસ કરીને ચોમાસામાં બાવળાનું વરસાદી પાણી રોડ પર ભરાઈ રહે છે જે શહેરની સૌથી મોટી સમસ્યા બની ચૂકી છે. જેના ઉકેલ માટે સામાજિક કાર્યકર પ્રફુલ મહેતાએ જિલ્લા કલેકટર કચેરી જઈને અગાઉની રજૂઆતોના કાગળો સાથે આવેદનપત્ર આપ્યું હતું. સાથે સાથે CMO અને ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીને પણ સમસ્યા અંગે આવેદનપત્ર આપીને આ બાબતની સમસ્યાનો કાયમી નિકાલ થાય તે માટે ઓવરબ્રિજ બનાવવા આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward