android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dhandhuka: ધોલેરા એક્સપ્રેસ વે પર દારૂની 110 બોટલ સાથે બે ઝડપાયા
calendar_today January 7, 2026

Dhandhuka: ધોલેરા એક્સપ્રેસ વે પર દારૂની 110 બોટલ સાથે બે ઝડપાયા

અમદાવાદ જિલ્લામાં ધોલેરા પોલીસે એક્સપ્રેસ હાઈવેના પીપળી ટોલ નાકા નજીક ખાનગી બસમાં સંતાડી લઈ જવાતા વિદેશી દારૂ સાથે બે ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધોલેરા એક્સપ્રેસ વે ઉપર આવેલ વેજલકા ગામ તરફ્થી ભાવનગર તરફ્ એક ખાનગી બસમાં બે ઈસમો ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો લઈ જઈ રહ્યા છે. આ બાતમીના આધારે ધોલેરા એક્સપ્રેસ વે ઉપર આવેલ પીપળીગામ ટોલટેક્ષ ખાતે વોચ ગોઠવી વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી. તપાસ દરમ્યાન બાતમી મુજબના બે ઈસમોને ઝડપી પાડી તેમની પાસે રહેલો ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂની પ્લાસ્ટીકની નાની બોટલો નંગ-110, કુલ કિંમત રૂ. 18,700નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે પકડી પાડેલા દીપકભાઇ નારાણભાઇ રાઠોડ(ઉ.વ. 29), ખુશાલભાઇ બેચરભાઇ પંચાલ (ઉ.વ. 22, બન્ને રહે. ભાવનગર) નામના આરોપીઓ દારૂ ભાવનગર ખાતે લઈ જઈ છુટક વેચાણ કરવાનો ઈરાદો ધરાવતા હતા. પરંતુ હેરાફેરી દરમિયાન પોલીસ દ્વારા ઝડપાઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: વઢવાણના વ્યાજખોર સામે શહેરના બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
calendar_today January 7, 2026

Surendranagar: વઢવાણના વ્યાજખોર સામે શહેરના બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર રહેતા અને મંડપ સર્વીસનું કામ કરતા વ્યકિતએ વઢવાણના શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેમાં મુડી કરતા વધુ વ્યાજ ચુકવી દેવા છતાં ધમકી આપવાની તથા કોરા ચેક બેંકમાં નાંખી ચેક રીટર્નના કેસો કરાયા હતા. આથી વઢવાણના શખ્સ સામે બી ડિવિઝન પોલીસ મથકે નાણા ધીરધારની કલમો સાથે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસે આદરી છે.મુળ સુરતના રાજુભાઈ જદુરામભાઈ રામાવત હાલ સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર આવેલ અયોધ્યાનગર-2માં રહે છે. 2 વર્ષ પહેલા તેઓ મંડપ સર્વીસનું કામ કરતા હતા. તેઓની આર્થીક પરીસ્થિતી સારી ન હોય અને ધંધો બરોબર ચાલતો ન હોવાથી વર્ષ 2022માં વઢવાણના દાજીપરામાં રહેતા ગીરીરાજસિંહ જોરૂભા ચાવડા પાસેથી 2 લાખ વ્યાજે લીધા હતા. ત્યારબાદ એકાદ માસ પછી બીજા 3.30 લાખ વ્યાજે લીધા હતા. જેના બદલામાં તેમના અને પત્ની મનીશાબેનના બેંક ખાતાના કોરા ચેક આપ્યા હતા. અને 5.50 લાખનું દર માસે નીયમીત 16,500 વ્યાજ આપતા હતા. જેમાં આજ દિન સુધી મુડી કરતા વધુ આશરે 6 લાખ રૂપિયા જેટલા વ્યાજના ચુકવી દીધા છે. તેમ છતાં કોરા ચેક બેંકમાં નાંખી ચેક રીટર્નના કેસો કર્યા હતા. જેમાં દંપતીને સજા પણ થઈ હતી. છેલ્લા 2 માસથી વ્યાજ આપવાનું બંધ કરતા ગીરીરાજસિંહ ધમકી આપી અપશબ્દો કહેતા હોવાથી મનીશાબેન રામાવતે ગીરીરાજસિંહ ચાવડા સામે બી ડિવિઝન પોલીસ મથકે નાણા ધીરધારની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ બી.એલ.ઝાલા ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: સિદ્ધપુર નગરપાલિકાને 16.56 લાખ નફો થયો
calendar_today January 7, 2026

Patan: સિદ્ધપુર નગરપાલિકાને 16.56 લાખ નફો થયો

સિદ્ધપુર ખાતે થોડા સમય પહેલાં યોજાયેલ મીની કુંભ સમાન સાત દિવસીય કાર્તિકી પૂર્ણિમાના મહામેળામાં સિદ્ધપુર નગરપાલિકાને ઈતિહાસમાં પ્રથમ વખત શાસક પક્ષના નેતૃત્વમાં નફો મળતા સિદ્ધપુરના વિકાસમાં વધું સહભાગી બનશે. પાલીકા દ્વારા દર વર્ષે મેળે દરમિયાન હંગામી પ્લોટો માટે હરાજી કરવામાં આવતી હતી પરંતુ તાજેતરમાં યોજાયેલ મેળામાં સૌ પ્રથમ વખત ટેન્ડર પ્રક્રિયા રાખવામાં આવતાં પાલીકાને કુલ 92.12 લાખની આવક થવા પામી હતી જેમાંથી રૂ. 75.55 લાખનો ખર્ચ થતાં સિદ્ધપુર નગરપાલિકાના ફળે રૂ. 16.56 લાખ ચોખ્ખો નફો થવા પામ્યો હતો. સિદ્ધપુર ખાતે દર વર્ષની પરંપરા મુજબ યોજાતાં કાર્તિકી પૂર્ણિમાના મેળા દરમિયાન પાલીકા દ્વારા મેળામાં ખાણીપીણીના સ્ટોલ સહિત મનોરંજન સંબંધિત જગ્યાઓ માટે પ્લોટો ફાળવવામાં આવતાં હોય છે જે અત્યાર સુધીમાં નગરપાલિકા દ્વારા હરાજી પ્રથા મુજબ આપવામાં આવતાં હતાં પરંતુ ચાલું વર્ષે યોજાયેલ મેળામાં નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન મહેશભાઈ પટેલ, ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે, ચીફ ઓફિસર કૃપેશ પટેલ, રમતગમત અને સાંસ્કૃતિક કમિટીના ચેરમેન ભાવેશ રાજ્યગુરુના નેતૃત્વમાં ટેન્ડર પ્રક્રિયા રાખવામાં આવી હતી અને ઊંચા ભાવના ટેન્ડર મળ્યા હતા. જેને પરિણામે સિદ્ધપુર નગરપાલિકાને મેળા દરમિયાન રૂ. 92.12 લાખની આવક થવા પામી હતી.જેમાથી પાલીકા દ્વારા સાફ્સફાઈ, સીસીટીવી કેમેરા, પાણીની સુવિધા, લાઈટ તથા બે દિવસ સુધી લાઈવ ડાયરા પ્રોગ્રામ સહિતના ખર્ચ પટે 75.55 લાખની જાવક થતાં હવે સિદ્ધપુર નગરપાલિકાના ફળે રૂ.16.56 લાખનો ચોખ્ખો નફો રહેવા પામતાં હવે સિદ્ધપુરના વિકાસ માટે થયેલ નફાની રકમ પણ સહયોગી બનશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward