android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kachchh: ભચાઉમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
calendar_today January 7, 2026

Kachchh: ભચાઉમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

આજે કચ્છના ભચાઉ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.8 નોંધવામાં આવી છે. વારંવાર આવતા આ આંચકાઓને કારણે સ્થાનિક લોકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ (ISR) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 9 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં, શાંત વાતાવરણમાં લોકોએ સ્પષ્ટ ધ્રૂજારી અનુભવી હતી. આંચકો આવતાની સાથે જ કેટલાક લોકો સાવચેતીના ભાગરૂપે ઘરો અને ઓફિસોની બહાર નીકળી આવ્યા હતા. કચ્છમાં કેમ આવે છે વારંવાર ભૂકંપ? આ ભૂકંપની તીવ્રતા 2.8 જેટલી મધ્યમ હોવાથી હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલસામાનના નુકસાનના સમાચાર મળ્યા નથી. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.કચ્છ જિલ્લો સિસ્મિક ઝોન-5 માં આવે છે, જે ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ ખૂબ જ સક્રિય અને સંવેદનશીલ ગણાય છે. ભચાઉ, રાપર અને અંજાર જેવા વિસ્તારો ફોલ્ટ લાઈન પર આવેલા હોવાથી અહીં સમયાંતરે નાના-મોટા આંચકાઓ નોંધાતા રહે છે. નિષ્ણાતોના મતે, જમીનની અંદર પ્લેટોની હલચલને કારણે આ પ્રકારે એનર્જી રીલીઝ થતી હોય છે, જેના પરિણામે આંચકા અનુભવાય છે. ભચાઉમાં અગાઉ પણ અનેકવાર આ પ્રકારના આંચકા નોંધાઈ ચૂક્યા છે, પરંતુ સતત આવતા કંપનને લીધે સ્થાનિક રહેવાસીઓમાં 2001ના વિનાશક ભૂકંપની યાદો તાજી થઈ જાય છે અને ભયનું લખલખું પસાર થઈ જાય છે.

Read Full Story arrow_forward
Ahmedabad:DRIએ સોનાની દાણચોરીની સિન્ડિકેટનો કર્યો પર્દાફાશ
calendar_today January 7, 2026

Ahmedabad:DRIએ સોનાની દાણચોરીની સિન્ડિકેટનો કર્યો પર્દાફાશ

અમદાવાદમાં સોનાની દાણચોરીની સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. DRIએ સમગ્ર સિન્ડિકેટનો પર્દાફાશ કરીને કૂલ 29 કિલો વિદેશી મુળનું સોનું જપ્ત કર્યું છે. DRI દ્વારા દિલ્હી અને અગરતલામાં એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં દુબઈ અને બાંગ્લાદેશથી સોનું ભારતમાં ઘૂસાડાતુ હોવાનો પર્દાફાશ થયો છે. DRIની તપાસમાં ત્રિપુરા સરહદથી સોનાની દાણચોરી થતી હોવાનું સામે આવ્યું છે. અગરતલાના જ્વેલર્સ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોનાની દાણચોરીની સિન્ડિકેટનો પર્દાફાશ DRI દ્વારા સોનાની દાણચોરીની સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દિલ્હી અને અગરતલામાં એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરીને 29.2 કિલો વિદેશી મૂળનું 40 કરોડથી વધુનું સોનું અને 2.9 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. DRIની તપાસમાં દુબઈ અને બાંગ્લાદેશથી ભારતમાં સોનું ઘૂસાડવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. ત્રિપુરા બોર્ડર પરથી સોનાની દાણચોરી થતી હોવાનું પણ સામે આવ્યું છે. આંતરરાષ્ટ્રીય દાણચોરી નેટવર્ક સાથે સંકળાયેલા અગરતલાના જ્વેલર્સ સહિત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

Read Full Story arrow_forward
Dahod: દારૂની રેડ કરવા ગયેલા પોલીસ જવાન પર બુટલેગરે કુહાડીથી જીવલેણ હુમલો કર્યો
calendar_today January 7, 2026

Dahod: દારૂની રેડ કરવા ગયેલા પોલીસ જવાન પર બુટલેગરે કુહાડીથી જીવલેણ હુમલો કર્યો

ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યાં છે. હવે પોલીસ પણ બુટલેગરોના હુમલાનો શિકાર બની છે. દાહોદમાં દારૂની રેડ પાડવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ પર બુટલેગરે કુહાડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસ કર્મીને માથામાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ પર કુહાડી વડે હુમલો દાહોદના રળિયાતી ગામમાં એક બેફામ બનેલા બુટલેગરને ત્યાં પોલીસ કોન્સ્ટેબલ સંતોષ ડામોર પર બુટલેગરે કુહાડીથી હુમલો કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ અને બુટલેગર વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન તેણે ઉશ્કેરાઈને પોલીસ પર કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં હેડ કોન્સ્ટેબલને માથામાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યાવાહી હાથ ધરી છે.  આ પણ વાંચોઃ Kutch News: ભચાઉમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ

Read Full Story arrow_forward