android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: રાધનપુરમાં ઠેર ઠેર રખડતાં ઢોરનો જમાવડો
calendar_today January 7, 2026

Patan: રાધનપુરમાં ઠેર ઠેર રખડતાં ઢોરનો જમાવડો

રાધનપુર શહેરમાં રખડતા ઢોર નો ત્રાસ દિન - પ્રતિદિન વધી રહ્યો છે. તેમ છતાં રખડતા ઢોરને પકડવાને રખડતા ઢોર પકડવા બાબતે તંત્ર ચલકચલાણું રમી રહ્યા છે.શહેરમાં રખડતા ઢોરને ઠેર ઠેર જગ્યા પર અડિંગો જમાવીને બેઠા છે તેમ છતાં તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી દેખાવ પૂરતી કરતા હોય તેવું સ્પષ્ટ પણે શહેરમાં જોવા મળી રહ્યુંરાધનપુર ભાભર ત્રણ રસ્તા ચોકડપર રખડતી ગાયો ,રખડતા આખલા અને ગૌવંશે જાણે કે રસ્તા રોકો આંદોલન કર્યુ હોય તેમ અડીંગો જમાવીને બેસી જાય છે. છેલ્લા બે વર્ષથી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પણ તંત્રનાં પેટનું પાણી હલતું નથી. નગરપાલિકા દ્વારા રખડતાં ઢોર પકડવાની કામગીરી ગોકળગતિએ કરી રહી હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળ્યુ છે. એકતરફ્ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 200 કરતાં પણ વધારે રખડતાં ઢોર રસ્તા પર અડીંગો જમાવીને બેઠાં છે. અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ , વૃદ્ધો નાના બાળકો ને માર્ગ પરથી પસાર થવું જીવ જોખમ જોવા મળી રહ્યું છે.પંથકમાં 3 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 6 જેટલા લોકોને રખડતા ઢોરના કારણે નાની મોટી ઈજાઓ પહોંચી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રખડતા ઢોર ને પાંજરે પૂરવાની કામગીરી કરવા લોકો માંગ કરી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: ખેલ મહાકુંભ અંતર્ગત અંડર 14 કુસ્તી સ્પર્ધાનો પ્રારંભ થયો
calendar_today January 7, 2026

Patan: ખેલ મહાકુંભ અંતર્ગત અંડર 14 કુસ્તી સ્પર્ધાનો પ્રારંભ થયો

પાટણ ખાતે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ 2025 અંતર્ગત અંડર-14 કુસ્તી સ્પર્ધાનો બુધવારે રમતગમત સંકુલ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ્ ગુજરાત દ્વારા આયોજિત આ સ્પર્ધા 6 થી 8 જાન્યુઆરી 2026 દરમિયાન પાટણના રમતગમત સંકુલ ખાતે ચાલશે. આ સ્પર્ધામાં રાજ્યના 35 જિલ્લાઓ માંથી 650 થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. પ્રથમ દિવસે અંડર-14 વિભાગમાં 35 જિલ્લાના 316 ભાઈઓએ કુસ્તીના દાવપેચ અજમાવ્યા હતા. 7 જાન્યુઆરીના રોજ સાંજે બહેનોની સ્પર્ધા માટે રિપોર્તિંગ કરવામાંઆવશે. જેમાં અંદાજે 350 બહેનો ભાગ લે તેવી શક્યતા છે. વિજેતા ખેલાડીઓ માટે આકર્ષક રોકડ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ ક્રમે આવનારને રૂપિયા દસ હજાર દ્વિતીય ક્રમે રૂપિયા સાત હજાર અને તૃતીય ક્રમે આવનાર ખેલાડીને રૂપિયા પાંચ હજારની રકમ પ્રોત્સાહન રૂપે આપવામાં આવશે. આ પુરસ્કારની રકમ સીધી જ ખેલાડીઓના બેંક ખાતામાં DBT દ્વારા જમા કરવામાં આવશે. રોકડ રકમ ઉપરાંત વિજેતાઓને મેડલ અને ટ્રેકસૂટ આપી સન્માનિત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: ઈકો ગાડીમાં આવેલ 4 શખ્સોએ દંપતીને માર માર્યો
calendar_today January 7, 2026

Patan: ઈકો ગાડીમાં આવેલ 4 શખ્સોએ દંપતીને માર માર્યો

પાટણમાં રહેતા આધેડે એકાદ વર્ષ અગાઉ સિદ્ધપુરના કુટુંબી માસીયાયી ભાઈને દેવું હોવાથી તેણે વચ્ચે રહી બે રિક્ષાઓ લઈ આપી હતી અને પૈસા પણ આધેડે ચુકવ્યા હતાં. બાદમા માસીયાયી ભાઈએ બારોબાર બંને રિક્ષાઓ વેંચી મારતાં આધેડે પૈસાની ઉઘરાણી કરતાં તેની સામે શખ્સે તેનું એકટીવા આપ્યું હતું અને પૈસા આપી એકટીવા પરત લઈ જવાનું કહ્યું હતું. જેની જાણ શખ્સના માતાપિતાને થતાં તેઓ આધેડના ઘરે પાટણમાં સમાધાન માટે આવ્યા હતા તે દરમિયાન અચાનક શખ્સ સહિત અન્ય અજાણ્યા ત્રણ શખ્સો ઈકો ગાડી લઈને આવી આધેડ અને તેમની પત્નીને માર મારતાં પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ચારેય વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.પાટણમાં રહેતા 50 વર્ષિય રોહિતભાઈ સેનમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના કુટુંબી માસીના દીકરા બાબુભાઈ ઉર્ફે લાલો સેનમાને દેવું થઈ જતાં એકાદ વર્ષ અગાઉ તેમણે વચ્ચે રહીને બે રિક્ષાઓ અપાવી હતી અને તેના પૈસા પણ ફરિયાદીએ ચૂકવ્યા હતા ત્યારબાદ બાબુભાઈ સેનમાએ બંને રિક્ષાઓ બારોબાર વેચી મારતાં પૈસાની ઉઘરાણી કરતાં તેણે એકટીવા રાખવા આપ્યું હતું અને પૈસા ચુકવી એકટીવા પરત લઈ જવાનું કહ્યું હતું.જેની જાણ થતાં ફરીયાદીના માસા માસી અને તેમના કાકા પાટણ સમાધાન માટે આવ્યા હતા અને વાતચીત ચાલું હતી તેવામાં બાબુભાઈ સેનમા સહિત અન્ય ત્રણ અજાણ્યા શખ્સોઈકો ગાડીમાં આવી બાબુભાઈએ ફરીયાદીને છરી વડે મારવાં જતાં ખસી જતાં ઘસરકો થયો હતો અને અન્ય સાથે આવેલ શખ્સોએ ધોકા વડે તથા ગડદા પાટુંનો માર મારતાં પત્ની વચ્ચે છોડાવવા આવતા તેને પણ ગડદા પાટુંનો માર મારતાં 108 માં સારવાર માટે ધારપુર પહોંચ્યા હતા જ્યાં તેમણે ચારેય વિરુદ્ધ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward