android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: પ્રદૂષિત પાણીના પ્રશ્ને AMC એક્શન મોડમાં, સેમ્પલ રિપોર્ટ ત્વરિત મેળવવા અપાઇ સૂચના
calendar_today January 7, 2026

Ahmedabad News: પ્રદૂષિત પાણીના પ્રશ્ને AMC એક્શન મોડમાં, સેમ્પલ રિપોર્ટ ત્વરિત મેળવવા અપાઇ સૂચના

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષિત પાણીની ફરિયાદો ઉઠી રહી છે. આ ગંભીર મુદ્દે AMC વોટર સપ્લાય કમિટીના ચેરમેને મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે શહેરના અમુક ચોક્કસ વિસ્તારોમાં પીવાના પાણીમાં અશુદ્ધિ જોવા મળી રહી છે. સમસ્યાનું મુખ્ય કારણ, નીચા કનેક્શન અને જૂની લાઈનો AMC વોટર સપ્લાય કમિટી ચેરમેનના જણાવ્યા અનુસાર, જે વિસ્તારોમાં પાણીના કનેક્શન ભૌગોલિક રીતે નીચાણવાળા ભાગમાં આવેલા છે, ત્યાં ગટરના પાણી ભળવાની સમસ્યા વધુ સર્જાય છે. આ ઉપરાંત, દાયકાઓ જૂની ડ્રેનેજ લાઇન પણ લીકેજનું મુખ્ય કારણ બની રહી છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કમિટી દ્વારા તાત્કાલિક અસરથી જૂની ડ્રેનેજ લાઇન બદલવાની સૂચના આપી દેવામાં આવી છે. દેખરેખ અને ટેસ્ટિંગ પર મૂકાયો ભાર નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે AMC એક્શન પ્લાન તૈયાર કર્યો છે.પ્રદૂષિત પાણીની અસરવાળા વિસ્તારોમાં રોજિંદા 7 થી 10 સેમ્પલ લેવા માટે ફિલ્ડ સ્ટાફને આદેશ અપાયા છે. સેમ્પલ લીધા બાદ લેબોરેટરી રિપોર્ટમાં વિલંબ ન થાય અને ત્વરિત રિપોર્ટ મળે તે માટે સૂચના આપવામાં આવી છે, જેથી ખામીવાળી જગ્યા પર જલ્દી રિપેરિંગ કામ શરૂ કરી શકાય. તંત્રની કટિબદ્ધતા અને સતર્કતા વોટર સપ્લાય કમિટીએ ખાતરી આપી છે કે શહેરના દરેક નાગરિકને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. જે વિસ્તારોમાં ફરિયાદો વધુ છે ત્યાં એન્જિનિયરોની ટીમ રૂબરૂ મુલાકાત લઈને લાઇન ચેકિંગની કામગીરી કરી રહી છે. આ પણ વાંચોઃ Sabarkantha News : હિંમતનગરમાં કરોડોની કિંમતના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું

Read Full Story arrow_forward
Ahmedabad News: ગેરકાયદે બાંધકામો પર ફર્યું તંત્રનું બુલડોઝર
calendar_today January 7, 2026

Ahmedabad News: ગેરકાયદે બાંધકામો પર ફર્યું તંત્રનું બુલડોઝર

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જમીનો પરના દબાણો દૂર કરવાની ઝુંબેશ તેજ બની છે. વિરમગામ-અમદાવાદ હાઈવે પર આવેલા જખવાડા ગામે આજે વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી. હાઈવેની કિંમતી સરકારી જમીન પર વર્ષોથી બનેલા ગેરકાયદે દબાણો, દુકાનો અને શેડ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.નોટિસ છતાં દબાણ ન હટાવતા કાર્યવાહી ઘટનાની મળતી માહિતી અનુસાર, જખવાડા ગામમાં હાઈવે રોડ પાસે સરકારી જગ્યાએ કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદેસર દુકાનો, લોખંડના શેડ અને પાકા બાંધકામો ઉભા કરી દેવામાં આવ્યા હતા. આ બાબતે વિરમગામ તાલુકા પંચાયત અને જખવાડા ગ્રામ પંચાયત દ્વારા દબાણકર્તાઓને અગાઉ અનેકવાર નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં દબાણો દૂર ન કરાતા આખરે તંત્ર દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું હતું. પોલીસ બંદોબસ્ત વચ્ચે 4 દુકાનો જમીનદોસ્ત આજ રોજ તાલુકા વિકાસ અધિકારી અને નાયબ મામલતદારની સીધી દેખરેખ હેઠળ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જખવાડા બસસ્ટેન્ડ પાસે આવેલી 4 પાકી દુકાનો, દિવાલો અને પતરાના શેડ સહિતના દબાણોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.તંત્રની આ કડક કાર્યવાહીથી હાઈવે પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ કામગીરીને પગલે હાઈવે પરનો રસ્તો ખુલ્લો થયો છે અને બસસ્ટેન્ડ વિસ્તારમાં થતી ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે તેમ મનાઈ રહ્યું છે. આ પણ વાંચો - Ahmedabad News : ગણેશ જાડેજાને મોટી રાહત, રાજકુમાર જાટ હત્યા કેસમાં નાર્કો ટેસ્ટમાં મળી ‘ક્લીનચીટ’

Read Full Story arrow_forward
Vadodara News : એક ગેંગ જેલમાં ગઈ ત્યાં બીજી સક્રિય, શિનોર પંથકમાં તસ્કરોએ મચાવ્યો હાહાકાર
calendar_today January 7, 2026

Vadodara News : એક ગેંગ જેલમાં ગઈ ત્યાં બીજી સક્રિય, શિનોર પંથકમાં તસ્કરોએ મચાવ્યો હાહાકાર

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં તસ્કરોએ જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ ભેખડા ગામે એક બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. મધ્યરાત્રિએ ત્રાટકેલા તસ્કરો મકાનમાંથી આશરે 500 ગ્રામ ચાંદીના ઘરેણાં અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ એક લાખ રૂપિયાથી વધુની મતા ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાઓ સામે સવાલો ઉઠ્યા છે અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.શિનોર પોલીસ ઊંઘતી ઝડપાઈ ચોરીની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં છ જેટલા તસ્કરો હથિયારો સાથે નજરે પડી રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં જ એક રીઢા ચોરોની ગેંગ ઝડપાઈને જેલભેગી થઈ હતી, પરંતુ હવે બીજી નવી ગેંગ સક્રિય થઈ હોવાનું અનુમાન છે. સીસીટીવી ફૂટેજના આધારે શિનોર પોલીસે તસ્કરોનું પગેરું દબાવવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે અને ગ્રામ્ય વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો : Palanpur કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સ્ટાફને બહાર કાઢી તપાસ તેજ

Read Full Story arrow_forward