android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ISRO 2026: ISROનું નવા વર્ષનું પહેલુ મિશન, EOS-N1 ઉપગ્રહ 12 જાન્યુઆરીએ કરશે લોન્ચ
calendar_today January 7, 2026

ISRO 2026: ISROનું નવા વર્ષનું પહેલુ મિશન, EOS-N1 ઉપગ્રહ 12 જાન્યુઆરીએ કરશે લોન્ચ

ઇસરો 2026ની પહેલી લોન્ચિંગ 12 જાન્યુઆરીએ PSLV-C62 મિશનથી કરશે. શ્રી હરિકોટાથી સવારે 10.17 કલાકે ટેક ઓફ કરશે. મુખ્ય સેટેલાઇટ ડીઆરડીઓનું EOS-N1 રક્ષા માટે હશે. સ્પેનનું KID પ્રોબ અને 17 અન્ય કોર્મશિયલ પેલોડ્સ પણ છે.મુખ્ય ઉપગ્રહ: EOS-N1 મિશનનું પ્રાથમિક પેલોડ EOS-N1 છે, જેને "અન્વેષા" ઉપનામ આપવામાં આવ્યું છે. આ ઉપગ્રહ DRDO દ્વારા બનાવવામાં આવ્યો હતો. તે એક હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ ઉપગ્રહ છે જે સેંકડો વિવિધ તરંગ લંબાઇમાં પૃથ્વીની સપાટીનું નિરીક્ષણ કરવા સક્ષમ છે. તે સંરક્ષણ, કૃષિ, શહેર મેપિંગ, પર્યાવરણીય દેખરેખ અને સામગ્રી ઓળખમાં મદદ કરશે. તે ખાસ કરીને વ્યૂહાત્મક હેતુઓ માટે રચાયેલ છે. ISRO એ 'X' (પહેલાનું ટ્વિટર) પર પોસ્ટ કર્યું હતું કે જનતા શ્રીહરિકોટામાં લોન્ચ વ્યૂ ગેલેરીમાંથી લોન્ચ જોઈ શકે છે. ઓનલાઈન નોંધણી ફરજિયાત છે. એજન્સીએ દર્શકોને વિનંતી કરી છે કે તેઓ નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવા અને ઝડપી બનાવવા માટે તેમનો આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ અથવા અન્ય સરકારી ઓળખ કાર્ડ, તેમનો મોબાઇલ નંબર અને ઇમેઇલ સરનામું તૈયાર રાખે.અન્ય પેલોડ્સકેસ્ટ્રેલ ઇનિશિયલ ડેમોન્સ્ટ્રેટર (KID): આ નાનું પ્રોબ (25 કિલો, ફૂટબોલનું કદ) સ્પેનિશ સ્ટાર્ટઅપ ઓર્બિટલ પેરાડાઈમ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. તે રોકેટના ચોથા તબક્કા (PS-4) સાથે જોડાયેલ હશે અને ફરીથી પ્રવેશ ટેકનોલોજીનું પરીક્ષણ કરશે. ભારત, મોરેશિયસ, લક્ઝમબર્ગ, UAE, સિંગાપોર, યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્ટાર્ટઅપ્સ અને સંશોધન સંસ્થાઓના 17-18 અન્ય વ્યાપારી પેલોડ પણ હશે. જાહેરાત લોન્ચ શા માટે ખાસ છે? ગયા વર્ષે PSLV-C61 ની આંશિક નિષ્ફળતા પછી આ મિશન PSLV ના પુનરાગમનનું પ્રતીક છે. PSLV એ ISRO નું વર્કહોર્સ રોકેટ છે, જે નાના અને મધ્યમ ઉપગ્રહોને ચોક્કસ ભ્રમણકક્ષામાં પહોંચાડે છે. લોન્ચ કેવી રીતે જોવું? જનતા શ્રીહરિકોટામાં લોન્ચ વ્યૂ ગેલેરીમાંથી લાઈવ જોઈ શકે છે. ઓનલાઈન નોંધણી કરો: lvg.shar.gov.in. તમારું આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, અથવા કોઈપણ અન્ય સરકારી ID, મોબાઇલ નંબર અને ઇમેઇલ સરનામું તૈયાર રાખો.આ ISRO મિશન ભારતની અવકાશ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે. નવા વર્ષમાં ભારત અવકાશ વિશ્વમાં મજબૂત શરૂઆત કરશે.

Read Full Story arrow_forward
Diamond River Of India : ભારતની આ નદીને કહેવામાં આવે છે ડાયમંડ રિવર! જ્યાંથી મળ્યો હતો કોહિનૂર હીરો
calendar_today January 7, 2026

Diamond River Of India : ભારતની આ નદીને કહેવામાં આવે છે ડાયમંડ રિવર! જ્યાંથી મળ્યો હતો કોહિનૂર હીરો

ભારતમાં કુલ 12 મુખ્ય નદી પ્રણાલીઓ અને 400થી વધુ નદીઓ વહે છે, જેના કારણે ભારતને નદીઓની ધરતી તરીકે ઓળખવામાં આવે છે. આ નદીઓ દેશના કરોડો લોકો માટે જીવનનો આધારસ્તંભ છે. ખેતીમાં સિંચાઈથી લઈને પીવાનું પાણી પૂરું પાડવા સુધી, નદીઓનો ઉપયોગ રોજિંદા જીવનના દરેક પાસામાં થાય છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં એક એવી અનોખી નદી પણ છે જેને હીરા નદી તરીકે ઓળખવામાં આવે છે? આ નદી ભારતના મધ્ય પ્રદેશમાંથી વહે છે અને ઈતિહાસમાં તેના નદી પટમાં મળેલા અમૂલ્ય રત્નો માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત રહી છે. વિશ્વના અનેક જાણીતા અને કિંમતી હીરા આ નદીના કિનારાઓ પરથી મળી આવ્યા હોવાનું માનવામાં આવે છે.કૃષ્ણા નદીને ડાયમંડ નદી કહેવામાં આવે છેકૃષ્ણા નદી ઐતિહાસિક રીતે ડાયમંડ નદી તરીકે ઓળખાય છે. તેના ડેલ્ટા વિસ્તાર અને આસપાસના પ્રદેશો વિશેષ કરીને પ્રાચીન ગોલકોંડા વિસ્તાર એક સમય દરમિયાન દુનિયાના સૌથી કિંમતી હીરાઓ માટે પ્રખ્યાત રહ્યા હતા. કોહિનૂર, હોપ અને દરિયા-એ-નૂર જેવા વિશ્વવિખ્યાત હીરાઓનો ઉદ્ભવ આ જ વિસ્તારો સાથે જોડાયેલો માનવામાં આવે છે. ભૂગોળીય દૃષ્ટિએ કૃષ્ણા નદી ભારતની દ્વીપકલ્પીય નદીઓમાં ત્રીજા ક્રમે સૌથી લાંબી છે અને તેની કુલ લંબાઈ અંદાજે 1,400 કિલોમીટર જેટલી છે., જે આશરે 1,400 કિમી લાંબી છે. કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન કૃષ્ણા નદીનો ઉદ્ભવ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા મહાબળેશ્વર વિસ્તારમાં, પશ્ચિમ ઘાટમાં સ્થિત મહાદેવ મંદિર નજીકથી થાય છે. આ નદી પોતાની યાત્રા દરમિયાન મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાંથી પસાર થઈને અંતે બંગાળના અખાતમાં મળે છે. કૃષ્ણા નદીની અનેક મહત્વપૂર્ણ ઉપનદીઓ છે, જેમાં તુંગભદ્રા સૌથી મોટી ઉપનદી તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ભીમા, કોયના, ઘટપ્રભા, મલપ્રભા, મુસી અને વડવતી નદીઓ પણ તેની મુખ્ય ઉપનદીઓમાં સામેલ છે.મુખ્ય બંધ અને પ્રોજેક્ટ્સ નાગાર્જુન સાગર ડેમ (આંધ્રપ્રદેશ-તેલંગાણા) શ્રીશૈલમ ડેમ અલમત્તી ડેમ (કર્ણાટક) કોયના ડેમ (મહારાષ્ટ્ર) તુંગભદ્રા ડેમ આ પણ વાંચો- Bollywood Biggest Record : 70 કરોડનું બજેટ અને કમાણી 2000 કરોડની, 10 વર્ષથી કોઈ તોડી શક્યું નથી આ ફિલ્મનો મહારેકોર્ડ!

Read Full Story arrow_forward
National News : અમારી પાસે મતદારોની નાગરિકતા ચકાસવાનો અધિકાર: ચૂંટણી પંચ
calendar_today January 7, 2026

National News : અમારી પાસે મતદારોની નાગરિકતા ચકાસવાનો અધિકાર: ચૂંટણી પંચ

ચૂંટણી પંચે ગઈકાલે એટલે કે 6 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે બંધારણ તરફથી એ અધિકાર અને કર્તવ્ય પ્રદાન કરવામાં આવ્યું છે કે તે મતદાર યાદીમાં કોઈને સામેલ કર્યા પહેલા તેની ભારતીય નાગરિકતાની તપાસ કરે, જેથી નક્કી થઈ શકે કે કોઈ વિદેશી અહીં મતદાન ના કરી શકે. SIRને લઈને દેશની સૌથી મોટી કોર્ટે સુનાવણી ચાલુ રાખી છે અને ગુરૂવારે આ મુદ્દે ચર્ચા થશે.મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચની સામે સુનાવણી સામેલ થતાં ચૂંટણી પંચે સિનિયર એડવોકેટ રાકેશ દ્વિવેદી દ્વારા અરજીકર્તાઓને આ દાવાને રદ કરી દીધો છે કે નાગરિકતાનું નિર્ધારણ ચૂંટણી પંચના દાયરામાં આવતું નથી અને તેથી અલગ અલગ રાજ્યોમાં SIR પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે ફક્ત આધાર વિગતો પૂરતી હશે. મતદાર યાદીમાં સામેલ ના થાય કોઈ વિદેશી: ચૂંટણી પંચ રાકેશ દ્વિવેદી બંધારણ સભાની ચર્ચાઓમાં મતદાર યાદીમાં સમાવેશ માટે મતદારોના "ભારતીય નાગરિકત્વના મૂલ્યાંકન"ના ઈતિહાસનો ઉલ્લેખ કર્યો, તેમને કહ્યું કે બંધારણ નિર્માતાઓએ ચૂંટણી પંચને સ્પષ્ટ રીતે એ નક્કી કરવાનો આદેશ આપ્યો કે માત્ર ભારતીય નાગરિક જ મતદાર તરીકે રજિસ્ટર્ડ થઈ શકે. એ પુરી રીતે સ્પષ્ટ છે કે સ્થાપના સમયથી જ બંધારણ સભાનો ઈરાદો હતો કે મતદાર લિસ્ટને તૈયાર કરવા માટે જવાબદાર અધિકારી નાગરિકતાની તપાસ કરશે અને જે નાગરિક નથી, તેને મત ક્ષેત્રની મતદાર યાદીથી બહાર કરી દઈશું. ત્યારબાદ ચૂંટણી પંચને તમામ પ્રકારની ચૂંટણી પર નજર રાખવા, નિર્દેશન અને નિયંત્રણ માટે સંપૂર્ણ શક્તિઓ આપેલી છે. સાથે જ નાગરકિતાની સ્થિતિની પણ ચકાસણી કરવાની શક્તિ આપેલી છે. SIR કર્યા વગર નિષ્પક્ષ ચૂંટણી સંભવ નથી: ચૂંટણી પંચ ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યું કે આપણું બંધારણ નાગરિક કેન્દ્રીત છે અને તેથી દરેક ચૂંટાયેલો પ્રતિનિધિ અને ત્રણેય શાસન સંસ્થાઓના વડાઓ ભારતના નાગરિક હોવા જોઈએ. અમારો પ્રયત્ન એ સુનિશ્ચિત કરવાનો હોય છે કે એક પણ વિદેશી સામેલ ના થાય. SIR પ્રક્રિયાની કાયદેસરતા પર ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ચૂંટણી ત્યાં સુધી સ્વતંત્ર અને નિષ્પક્ષ ના કરાવી શકાય, જ્યા સુધી મતદાર યાદીને સમય સમય પર સંશોધિત ના કરવામાં આવે. પંચ તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે બંધારણની કલમ 324 જે મતદાર યાદી સાથે જોડાયેલી તૈયારીઓને જોવા, નિર્દેશન અને નિયંત્રણની પરિકલ્પના કરે છે. તેમાં મતદાર યાદીને સંશોધિત કરવાનો પણ બંધારણીય આદેશ સામેલ છે.કેન્દ્ર સરકારને જ નાગરિકતાની તપાસ કરવાનો અધિકાર રિવિઝનની પ્રકિયા ચૂંટણી પંચના વિવેક અને હાલની સ્થિતિ પર નિર્ભર કરે છે. તેમને કહ્યું કે મતદાર યાદીના રિવિઝન દરમિયાન મતદારનું મોત કે જગ્યા બદલવાથી કે નવા મતદાર સામેલ કરવા માટે વિચાર કરવામાં આવશે. અરજીકર્તાએને આ દલીલનો જવાબ આપતા કહ્યું કે માત્ર કેન્દ્ર સરકારને જ નાગરિકતાની તપાસ કરવાનો અધિકાર છે. ચૂંટણી પંચે કહ્યું કે પંચની નાગરિકતા આંકલન કરવાની શક્તિ બંધારણની કલમ 324 અને 326થી મળે છે, જેને રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1950ની કલમ 16ની સાથે વાંચવામાં આવે છે. ચૂંટણી પંચ કોઈ વ્યક્તિને દેશનો નાગરિક ના હોવા પરત તેને મતદાર યાદીમાંથી બહાર કરી શકે છે. આ પણ વાંચો: ISRO 2026: ISROનું નવા વર્ષનું પહેલુ મિશન, EOS-N1 ઉપગ્રહ 12 જાન્યુઆરીએ કરશે લોન્ચ

Read Full Story arrow_forward