android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodraમાં કિંગ કોહલીનું આગમન, એક ઝલક જોવા માટે ફેન્સ ઉમટ્યા
calendar_today January 7, 2026

Vadodraમાં કિંગ કોહલીનું આગમન, એક ઝલક જોવા માટે ફેન્સ ઉમટ્યા

વડોદરાની સંસ્કારી નગરી અત્યારે ક્રિકેટના રંગે રંગાઈ ગઈ છે. આગામી 11 જાન્યુઆરીના રોજ કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી હાઈ-વોલ્ટેજ વન-ડે મેચ માટે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન અને ફેન્સના લાડલા વિરાટ કોહલી વડોદરા પહોંચી ગયા છે. તેમના આગમન સાથે જ આખા શહેરમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એરપોર્ટ પર પ્રશંસકોનું ઘોડાપૂર વિરાટ કોહલી જેવા વડોદરા એરપોર્ટની બહાર નીકળ્યા, કે તરત જ ત્યાં હાજર હજારો પ્રશંસકોએ તેમને ઘેરી લીધા હતા. વહેલી સવારથી જ પ્રશંસકો પોતાના મનપસંદ ખેલાડીની એક ઝલક મેળવવા માટે પડાપડી કરી રહ્યા હતા. એરપોર્ટ પરિસરમાં ચારેબાજુ માત્ર ‘કોહલી-કોહલી’ના નારા જ સંભળાઈ રહ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધીના દરેક વ્યક્તિ મોબાઈલમાં આ પળને કેદ કરવા ઉત્સુક હતા. ચુસ્ત સુરક્ષા અને આગામી મેચની તૈયારી ભીડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરક્ષા કર્મીઓના ઘેરા વચ્ચે વિરાટ કોહલીને અત્યંત સાવચેતીપૂર્વક એરપોર્ટથી તેમના નિર્ધારિત સ્થળ હોટેલ પર લઈ જવામાં આવ્યા હતા. રસ્તામાં પણ ચાહકો તેમની કારની પાછળ દોડતા નજરે પડ્યા હતા. કિંગ કોહલીને લાઈવ રમતા જોવાની એક સુવર્ણ તક નવનિર્મિત સ્ટેડિયમમાં આ મેચ રમાવાની હોવાથી ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો રોમાંચ છે. વિરાટ કોહલીનું વડોદરા આગમન દર્શાવે છે કે ટીમ ઇન્ડિયા આ મેચ માટે સંપૂર્ણ સજ્જ છે. ફેન્સને આશા છે કે 11 જાન્યુઆરીએ મેદાન પર કોહલીનું બેટ ગરજશે અને ન્યૂઝીલેન્ડ સામે ભારત ભવ્ય વિજય મેળવશે. વડોદરા માટે આ માત્ર એક મેચ નથી, પણ 'કિંગ કોહલી'ને લાઈવ રમતા જોવાની એક સુવર્ણ તક છે. આ પણ વાંચોઃ 

Read Full Story arrow_forward
Palanpur કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સ્ટાફને બહાર કાઢી તપાસ તેજ
calendar_today January 7, 2026

Palanpur કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સ્ટાફને બહાર કાઢી તપાસ તેજ

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અજાણ્યા શખ્સ દ્વારા કલેક્ટર કચેરીના સત્તાવાર આઈડી પર ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં કચેરી પરિસરમાં વિસ્ફોટ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આ ગંભીર બાબતની જાણ થતા જ સુરક્ષાના કારણોસર તાત્કાલિક અસરથી આખી કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી. કલેક્ટર કચેરીમાં હાજર તમામ અધિકારીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે ઉતારી દેવામાં આવ્યો હતો.બનાસકાંઠામાં હડકંપ ધમકીભર્યા મેસેજને પગલે સમગ્ર કલેક્ટર કચેરી પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા કચેરીના ખૂણેખૂણામાં ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બીજી તરફ, સાયબર ક્રાઈમની ટીમ આ ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે, તે દિશામાં ટેકનિકલ તપાસ ચલાવી રહી છે. આ ઘટનાને કારણે કચેરીના કામકાજ માટે આવેલા અરજદારોમાં પણ ફફડાટ ફેલાયો હતો. હાલમાં પોલીસ દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે અને અફવાઓથી બચવા લોકોને અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો : Ahmedabad News : ગણેશ જાડેજાને મોટી રાહત, રાજકુમાર જાટ હત્યા કેસમાં નાર્કો ટેસ્ટમાં મળી ‘ક્લીનચીટ’

Read Full Story arrow_forward
Surat News: યુવક પર હુમલો કરનાર બે આરોપી ઝડપાયા
calendar_today January 7, 2026

Surat News: યુવક પર હુમલો કરનાર બે આરોપી ઝડપાયા

સુરત શહેર હવે ક્રાઇમ કેપિટલ બની રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. શહેરમાં મારામારી અને હત્યાના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં એક યુવક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ડર સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેમાં આવેલા ઉધના વિસ્તારના સોનલ ઇન્સ્ટ્રિયલ એસ્ટેટમાં યુવક પર જીવલેણ હુમલો થયો છે. આ યુવકનું નામ રાજા બિહારી છે.સોનલ ઇન્સ્ટ્રિયલ એસ્ટેટમાં બની ઘટના આ હુમલાની ઘટનામાં રાજા બિહારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જે કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ હુમલો જૂની અદાવતમાં હુમલો થયો હોવાનું અનુમાન છે.આ બનાવ સોનલ ઇન્સ્ટ્રિયલ એસ્ટેટમાં બન્યો હતો. સુરત પોલીસ દ્વારા CCTVના આધારે આ ઘટનામાં બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. અસામાજિક તત્વોનો આતંક આ હુમલામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જે હાલ સારવાર હેઠળ છે. ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સોનલ ઇન્સ્ટ્રિયલ એસ્ટેટમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળે છે. પોલીસ હાલ CCTV ફૂટેજના આધારે કાર્યવાહી કરી રહી છે. આ પણ વાંચો - Surat Crime News: બાઈક ધીમે ચલાવવાનું કહેતા લોહિયાળ જંગ

Read Full Story arrow_forward