android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
India : અહિંયા જાહેરમાં થૂંકશો તો બનશો “શહેરના દુશ્મન”, ₹500 દંડ નક્કી
calendar_today January 6, 2026

India : અહિંયા જાહેરમાં થૂંકશો તો બનશો “શહેરના દુશ્મન”, ₹500 દંડ નક્કી

જે લોકો પાન-મસાલા અથવા ગુટખા ખાય છે, તેઓ ઘણીવાર રસ્તા વચ્ચે થૂંકવાની આદત ધરાવે છે, જેના કારણે અનેક જાહેર સ્થળોએ સ્વચ્છતા જળવાઈ શકતી નથી. પરંતુ હવે બિહારની રાજધાની પટનામાં જો કોઈ વ્યક્તિ આ રીતે જાહેરમાં થૂંકતા પકડાશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને દંડ પણ ફટકારવામાં આવશે. મહત્વપૂર્ણ અને કડત નિર્ણય બિહારની રાજધાની પટનામાં સ્વચ્છતા જાળવવા માટે પટણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં જાહેર સ્થળોએ થૂંકવું, કચરો ફેંકવો અને ખુલ્લામાં પેશાબ કરવો હવે ગંભીર ગુનો ગણાશે. આવા કૃત્યો કરતા લોકો સામે તરત જ કાર્યવાહી કરીને ₹500નો દંડ વસૂલવામાં આવશે. નિર્ણય પાછળો હેતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણય પાછળનો હેતુ શહેરની સુંદરતા જાળવવો અને નાગરિકોના આરોગ્યનું રક્ષણ કરવું છે. પાન, ગુટખા અને અન્ય તમાકુ ઉત્પાદનોનું સેવન કર્યા બાદ રસ્તા પર થૂંકવાથી ગંદકી ફેલાય છે અને રોગચાળા ફેલાવાનો ખતરો વધે છે. આ કારણે અનેક વિસ્તારો ગંદા અને દુર્ગંધયુક્ત બની જાય છે, જેને રોકવું હવે જરૂરી બની ગયું છે. સ્માર્ટ સિટી લિમિટેડ તરફનું પગલું આ અભિયાન પટના સ્માર્ટ સિટી લિમિટેડના મ્યુનિસિપલ કમિશનર અને મેનેજિંગ ડિરેક્ટર યશપાલ મીણાની દેખરેખ હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે. શહેરમાં લગાવવામાં આવેલા 3,300થી વધુ CCTV કેમેરા દ્વારા જાહેર સ્થળોએ થતી ગંદકી પર નજર રાખવામાં આવી રહી છે. ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) મારફતે દોષિત વ્યક્તિઓની ઓળખ કરીને તેમના ફોટા શહેરમાં લગાવવામાં આવેલી વેરિયેબલ મેસેજ ડિસ્પ્લે (VMD) સ્ક્રીન પર દર્શાવવામાં આવશે. શહેરના દુશ્મન તરીકે જાહેર ખાસ વાત એ છે કે જાહેરમાં થૂંકનાર લોકોને “શહેરના દુશ્મન” તરીકે જાહેર કરવામાં આવશે, જેથી અન્ય નાગરિકો પણ શિસ્ત અને સ્વચ્છતા પ્રત્યે જાગૃત બને. સાથે સાથે, ખુલ્લામાં પેશાબ કરનારાઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને મ્યુનિસિપલ એન્ફોર્સમેન્ટ ટીમો સ્થળ પર જ દંડ વસૂલશે. ભૂગર્ભ સબવે વિસ્તારમાં આશરે 250 લોકો પાસેથી દંડ હાલ સુધીમાં પટના જંકશનને જોડતા ભૂગર્ભ સબવે વિસ્તારમાં આશરે 250 લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું માનવું છે કે આ અભિયાનથી માત્ર શહેર સ્વચ્છ નહીં બને, પરંતુ સ્વચ્છ સર્વેક્ષણમાં પટનાની રેન્કિંગ સુધારવામાં પણ મદદ મળશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ જાહેર સ્થળે ગંદકી ફેલાવતો જોવા મળે તો ટોલ-ફ્રી નંબર 155304 પર તરત જાણ કરવી. આ પણ વાંચો : Bangladeshમાં વધુ એક હિન્દુ વ્યક્તિની હત્યા, 24 કલાકમાં બીજી ઘટના

Read Full Story arrow_forward
ONGCના કૂવામાં લાગેલી આગ બેકાબૂ, મુંબઇ અને દિલ્હીથી બોલાવાયા એક્સપર્ટ
calendar_today January 6, 2026

ONGCના કૂવામાં લાગેલી આગ બેકાબૂ, મુંબઇ અને દિલ્હીથી બોલાવાયા એક્સપર્ટ

આંધ્રપ્રદેશના ડૉ. બી.આર. આંબેડકર કોનસીમા જિલ્લામાં આવેલા મોરી-5 ગેસ કૂવામાં લાગેલી ભીષણ આગને બુઝાવવા માટે મુંબઈ અને દિલ્હીથી ONGCના નિષ્ણાતોની ટીમો પહોંચી છે. આગની તીવ્રતા સોમવારની સરખામણીમાં થોડી ઓછી થઈ છે, પરંતુ સંપૂર્ણ નિયંત્રણ માટે નિષ્ણાતોનું મૂલ્યાંકન જરૂરી છે.

Read Full Story arrow_forward
Junagadh માં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 1450 બોટલ નકલી દારૂ અને મશીનરી સાથે એકની ધરપકડ
calendar_today January 6, 2026

Junagadh માં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 1450 બોટલ નકલી દારૂ અને મશીનરી સાથે એકની ધરપકડ

જૂનાગઢના ધરાનગર વિસ્તારમાં એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને કેમિકલયુક્ત નકલી દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ગુજસીટોકના આરોપી પ્રતાપ શિવુભા સોલંકીના બંધ મકાનમાં ચાલતા આ કારખાનામાંથી પોલીસે 1450 નકલી દારૂની બોટલો, 450 લીટર જોખમી કેમિકલ, દારૂ પેક કરવાનું મશીન અને 1000થી વધુ નકલી સીલ કબજે કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી આરોપીના ભાઈ રઘુવીરસિંહ સોલંકીની ધરપકડ કરી છે. સમગ્ર વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધ ફેલાયેલી હતી, જે સાબિત કરે છે કે અહીં મોટા પાયે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હતા.પોલીસે તપાસ હાથ ધરી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી બહારના રાજ્યમાંથી સફેદ રંગનું દુર્ગંધ મારતું કેમિકલ મંગાવતી હતી. આ કેમિકલમાં 'ઓલ્ડ મોંક' જેવી બ્રાન્ડેડ ફ્લેવર લાવવા માટે ગોળની ચાસણી અને કૃત્રિમ રંગો ઉમેરવામાં આવતા હતા. ત્યારબાદ આ મિશ્રણને બ્રાન્ડેડ બોટલોમાં ભરી, મશીન દ્વારા નકલી સીલ લગાવી બજારમાં અસલી દારૂ તરીકે વેચવામાં આવતો હતો. હાલ પોલીસે લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ગુજસીટોકના મુખ્ય આરોપી અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આ પણ વાંચો : Surat કોર્ટમાં બોમ્બ હોવાની ધમકીથી હડકંપ, સમગ્ર પરિસર ખાલી કરાવી સર્ચ ઓપરેશન શરૂ

Read Full Story arrow_forward