android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nadiad મનપાની આડેધડ કામગીરીથી જોખમ, 11 KVના જીવંત વાયર પર પાડ્યો થાંભલો
calendar_today January 6, 2026

Nadiad મનપાની આડેધડ કામગીરીથી જોખમ, 11 KVના જીવંત વાયર પર પાડ્યો થાંભલો

નડિયાદ મહાનગરપાલિકાની બેદરકારીપૂર્ણ અને જોખમી કામગીરી ફરી એકવાર સામે આવી છે. શહેરમાં ચાલી રહેલી આડેધડ કામગીરી દરમિયાન 11 KV ના જીવંત વીજ વાયર પર થાંભલો પડતા મોટી દુર્ઘટના સર્જાય તેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ હતી.MGVCLને પૂર્વ જાણ કર્યા વિના થાંભલો પાડ્યો માહિતી મુજબ, MGVCLને પૂર્વ જાણ કર્યા વિના અને તેમની મંજૂરી વગર લાઇનની નજીકનો થાંભલો પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચિંતાજનક બાબત એ છે કે MGVCL દ્વારા સ્પષ્ટ ના પાડી હોવા છતાં પણ મનપા દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. ઘટના સ્કૂલ છૂટવાના સમયે બની હોવાને કારણે સ્થાનિકોમાં ભારે ભય આ ઘટના સ્કૂલ છૂટવાના સમયે બની હોવાને કારણે સ્થાનિકોમાં ભારે ભય અને રોષ ફેલાયો હતો. જો કોઈ અનિચ્છનીય ઘટના ઘટી હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી. મનપાની આડેધડ કામગીરી સામે રોષ સ્થાનિક નાગરિકોએ મનપાની આડેધડ કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. ઘટનાને લઈ MGVCL અને મનપા તંત્ર વચ્ચે કોઇ જ સંકલન ના હોવાનું જોવા મળ્યું હતું.આ પણ વાંચો----   Gujarat Latest News Live : રાજ્યની કોર્ટને RDXથી ઉડાવવાની ધમકી, ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

Read Full Story arrow_forward
Patan: સાંતલપુરના મામલતદારના આપઘાત મામલે  11 લોકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ
calendar_today January 6, 2026

Patan: સાંતલપુરના મામલતદારના આપઘાત મામલે 11 લોકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

પાટણના સાંતલપુરના મામલતદારે માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ મામલે હવે થરાદ પોલીસ મથકે 11 જેટલા શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. મામલતદારે કર્યો આપઘાતનો પ્રયાસ સાંતલપુરના મામલતદારે તાજેતરમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી ગટગટાવી લીધું હતું. તેમની તબિયત લથડતા તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ગંભીર હાલત જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેઓ નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ છે. સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારા ખુલાસા આપઘાતનો પ્રયાસ કરતા પહેલા મામલતદારે એક સ્યુસાઈડ નોટ લખી હતી, જેમાં તેમના સંઘર્ષની વ્યથા રજૂ કરી છે. સ્યુસાઈડ નોટ મુજબ, છેલ્લા 4 વર્ષથી કેટલાક શખ્સો દ્વારા તેમને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. એટલું જ નહીં, આ લોકો દ્વારા તેમની પાસે અવારનવાર રૂપિયાની માંગણી પણ કરવામાં આવતી હતી. બ્લેકમેલિંગ અને સતત દબાણને કારણે તેઓ ભારે માનસિક તણાવમાં હતા, જેના અંતે તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. પોલીસની કડક કાર્યવાહી મામલતદારના નિવેદન અને સ્યુસાઈડ નોટના આધારે થરાદ પોલીસે કુલ 11 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ આરોપીઓમાં કોણ કોણ સામેલ છે અને તેમની ભૂમિકા શું હતી, તે દિશામાં પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. એક ક્લાસ-ટુ અધિકારીને આ રીતે મજબૂર કરનારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. આ પણ વાંચોઃ Mehsana: રાધનપુર રોડ પર ચાઇનીઝ દોરીનો કહેર,બાઇક ચાલક યુવકને 40 ટાંકા લેવાની પડી ફરજ

Read Full Story arrow_forward
Morbi News : હળવદમાં મોટી દુર્ઘટના ટળી, ચાલુ બસે ટાયર નીકળી ગયું, 47 વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા
calendar_today January 6, 2026

Morbi News : હળવદમાં મોટી દુર્ઘટના ટળી, ચાલુ બસે ટાયર નીકળી ગયું, 47 વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા

હળવદ તાલુકાના રણમલપુર પાસે આજે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. કચ્છના નાના રણમાં પ્રવાસ પતાવી પરત ફરી રહેલી હળવદની વિવેકાનંદ સ્કૂલની બસનું ચાલુ મુસાફરીએ અચાનક ટાયર નીકળી ગયું હતું. આ બસમાં 47 જેટલા માસૂમ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત કુલ 52 લોકો સવાર હતા. ટાયર નીકળી જતાં બસ પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને બસ રસ્તાની સાઈડમાં પલટી ખાવાની તૈયારીમાં હતી, પરંતુ સદનસીબે ત્યાં રહેલા વીજપોલ સાથે બસ અથડાઈને ઉભી રહી ગઈ હતી. આ વીજપોલના ટેકાના કારણે બસ પલટી ખાતા બચી ગઈ હતી અને મોટો અનર્થ ટળ્યો હતો.પ્રવાસ માતમમાં ફેરવાતા રહી ગયો અકસ્માતને પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓમાં ચીસાચીસ મચી ગઈ હતી. જોકે, ગંભીર બાબત એ છે કે વીજપોલ હોવા છતાં કોઈને શોર્ટ લાગ્યો નહોતો અને તમામ વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બસની બહાર કાઢ્યા હતા. પ્રવાસના આનંદ વચ્ચે સર્જાયેલા આ અકસ્માતે શાળા સંચાલકો દ્વારા કરવામાં આવતી બસની જાળવણી અને ફિટનેસ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. હાલ તમામ બાળકો સુરક્ષિત હોવાથી વાલીઓએ હાશકારો અનુભવ્યો છે. આ પણ વાંચો : Surat News : સુમુલ ડેરીમાં ચૂંટણીનો સંગ્રામ, હજારથી વધુ પશુપાલકોએ ડેરી ગેટ પર બોલાવ્યો પ્રચંડ હોબાળો

Read Full Story arrow_forward