android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara:કરજણ તાલુકાના બાળવૈજ્ઞાનિક રાજ્યકક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે
calendar_today January 5, 2026

Vadodara:કરજણ તાલુકાના બાળવૈજ્ઞાનિક રાજ્યકક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે

કરજણ તાલુકાની બે શાળા જેમાં કુરાઈ પ્રાથમિક શાળા અને કુરાલી નૂતન હાઈસ્કૂલની બાળાઓએ ગણિત- વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લા કક્ષામાં પ્રથમ નંબર આવ્યા બાદ રાજ્ય કક્ષાએ ભાગ લેનાર છે. જે તાલુકાનું અને તાલુકાની શાળાઓનું ગૌરવ છે.ગણિત- વિજ્ઞાન પ્રદર્શનમાં સમગ્ર રાજ્યની પ્રા. અને મા. શાળામાં સ્પર્ધા યોજાય છે. જેમાં શાળાઓના બાળકો પોતાની પ્રતિભા અનેવૈજ્ઞાનિક શક્તિ અજમાવે છે. જેમાં કરજણ તાલુકાની ઘણી શાળાએ ગણિત- વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધેલ હતો. જેમાં તાલુકાના કુરાઈ પ્રા.શાળા અને નૂતન હાઈસ્કૂલ કુરાલીની બાળાઓએ તાલુકા કક્ષામાં વિજેતા થયા બાદ જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો. બાદ જિલ્લાકક્ષામાં બંને શાળા પ્રથમ નંબર આવતા રાજ્ય કક્ષાએ ભાગ લેશે. જ્યારે નૂતન હાઇસ્કુલ કુરાલીની ધો.10ની તરૂણા ગોપાલભાઇ વસાવા અને જાનવી મહેશભાઇ વસાવાએ સુજબુજથી વૈજ્ઞાનિક ઢબે જે કૃતિ બનાવેલ હતી. જે મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવેલ સ્માર્ટ કંગન, બેલ્ટ, બકલ, ગેજેટ જિલ્લા કક્ષાએ આકર્ષણ કેન્દ્ર બન્યાં હતા. મુશ્કેલીના સમયે ગેજેટના બટનને ટચ કરવાથી 10 મોબાઈલ નંબર ઉપર મદદ માટે મેસેજ પહોંચી જાય અને સમયસર મદદ મળે છે. કૃતિ સમાજ માટે અત્યંત ઉપયોગી સાબિત થયેલ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudaypur:ઘોઘાદેવ ગામે ખેડૂત ખાતેદારોની જમીનોનું પુનઃ રિ-સર્વે કરવા માગ
calendar_today January 5, 2026

Chhotaudaypur:ઘોઘાદેવ ગામે ખેડૂત ખાતેદારોની જમીનોનું પુનઃ રિ-સર્વે કરવા માગ

છોટાઉદેપુર તાલુકાના ઘોઘાદેવ ગામે ખેડૂત ખાતેદારોની જમીનોનું પુનઃ રિ-સર્વે કરવા ખેડૂતો આજરોજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું.છોટાઉદેપુર તાલુકાના ઘોઘાદેવ ગામે ખેડૂત ખાતેદારોના જમીન સર્વે નંબરોનું રિ-સર્વે કરેલ છે. જેમાં જુના સર્વે નંબરોની જગ્યાએ નવા સર્વે નંબર આપેલા છે. અને જૂના નકશાની જગ્યાએ નવા નકશાઓ તૈયાર કરેલ છે. જેમાં ઘોઘાદેવ ગામના ખેડૂત ખાતેદારોના સર્વે નંબરો પૂર્વ બાજુના પશ્ચિમ બાજુ અને પશ્વિમ બાજુના પૂર્વ બાજુ તેમજ ઉત્તર બાજુના દક્ષિણ બાજુ, દક્ષિણ બાજુના ઉત્તર બાજુ નવા નકશામાં બતાવે છે. તેમાં તમામ સર્વે નંબરો અલગ-અલગ અને ઉલટ-સૂલટ બતાવે છે. જેથી ખેડૂતોને જયારે પણ નકશાની જરૂર પડે છે.ત્યારે સ્થળ ઉપર અલગ અને નકશામાં અલગ બતાવે છે. જેના કારણે ખૂબ જ મોટી વિસંગતતા ઉભી થાય છે. ખેડૂતોને કોઈ પણ કામ કરવા માટે આ વિસંગતતાને લીધે વીજળી કનેકશન કે અન્ય સરકારી કામ માટે અનેક કામો અટવાઇ ગયા છે.જેથી ઘોઘાદેવ ગામના ખેડૂત ખાતેદારોએ ઘોઘાદેવ ગામે આખા ગામની જમીનમાં તાત્કાલીક ધોરણે રિ-સર્વે કરવામાં આવે અને જેમાં ગામના તમામ ખેડૂત ખાતેદરોને સાથે રાખી પુનઃ રિ-સર્વે કરવામાં આવે તેવી માંગ કરી હતી. ખેડૂતોના અગત્યના કામ અટવાયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Padra:નગરમાં આર્થિકભીસથી કંટાળી યુવાને કરેલો આપઘાત
calendar_today January 5, 2026

Padra:નગરમાં આર્થિકભીસથી કંટાળી યુવાને કરેલો આપઘાત

પાદરા શહેરમાં એક યુવાનનું અપ્રાકૃતિક મોત થતાં પંથકમાં ચકચાર મચી હતી. પાદરા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ મુજબ નોંધાયેલ બનાવ અનુસાર, ગત તા.3-1-2026ના સવારે 10:30થી રાત્રિના 11 વાગ્યા દરમિયાન પાદરામાં મધર સ્કૂલ સામે કૃષ્ણા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં કેપ્ચર ડ્રીમ નામના ફોટો-વિડિયોગ્રાફી સ્ટુડિયોમાં આ ઘટના બની હતી.મૃતકની ઓળખ સોહમકુમાર જયંતિભાઈ ભાવસાર (ઉં.30, ઘર નં.બી/7, શ્રીમાતર સોસાયટી, મધર સ્કૂલ સામે, પાદરા, મૂળ રહેવાસી સોની ફળિયું, ભાવસાર વાડ પાસે, પાદરા) તરીકે કરવામાં આવી છે. બનાવ અંગે મૃતકના ભાઈ રવી જયંતિભાઈ ભાવસાર દ્વારા પાદરા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતક દ્વારા લખાયેલી નોંધ (નોટ) મળી આવી હતી. તેમાં મૃતકે વિવિધ લોન અને ક્રેડિટ કાર્ડના ઉપયોગથી કુલ રૂ.40,24,689.90 જેટલી રકમની જવાબદારીઓ ઉભી થઈ હોવાનું અને દર મહિને રૂ.1,30,192.25 જેટલો હપ્તો ભરવો પડતો હોવાનું ઉલ્લેખ કર્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયું છે. આર્થિક બોજ અને માનસિક તણાવના કારણે આ બનાવ બન્યો હોવાની પ્રાથમિક શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.પાદરા પોલીસે ઘટનાને અપ્રાકૃતિક મોત તરીકે નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થળ પર જરૂરી તપાસ કરી પંચનામું કરવામાં આવ્યું હતું અને પી.એમ સહીત આગળની તપાસ ચાલુ છે.આ બનાવને લઈને પાદરા શહેરમાં શોકનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકોમાં પણ આર્થિક તણાવ અને માનસિક દબાણને લઈને ચિંતા વ્યક્ત કરાઇ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward