android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodaraમાં પશુપાલકો સામે મારામારીના કેસમાં 3ની કરાઈ ધરપકડ, મકરપુરા વિસ્તારનો વીડિયો થયો હતો વાયરલ, જુઓ Video
calendar_today January 5, 2026

Vadodaraમાં પશુપાલકો સામે મારામારીના કેસમાં 3ની કરાઈ ધરપકડ, મકરપુરા વિસ્તારનો વીડિયો થયો હતો વાયરલ, જુઓ Video

શહેરના માંજલપુર લાલબાગ બ્રિજ નીચે વિશ્વામિત્રી તરફથી આવી રહેલાં સર્વિસ રોડ પર પેલેસ કંપાઉન્ડ પાસે સિકલીગરો વચ્ચે અથડામણ થઈ હતી. બે ટોળાં વચ્ચે શસ્ત્રો ઉછળ્યાં હતા. રોડ ઉપર થયેલી નાસભાગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. મારામારીમાં ઈજા પામેલા બે સિકલીગરોને સારવાર માટે સયાજીમાં ખસેડાયા હતા જાહેર રોડ પર મારામારીના બનાવ અંગે અગાઉ વાઈરલ થયેલાં વીડિયોના કેસમાં મકરપુરા પોલીસે વીડિયો ફૂટેજ ઉપરથી આરોપીને શોધી કાઢ્યાં હતાં અને કાન પકડાવીને ઉઠક બેઠક કરાવી હતી. મકરપુરા પી.આઈ. એ.એમ. ગોહિલે જણાવ્યું કે, કવાભાઈ વાહાભાઈ ભરવાડ, બાથુ વાહાભાઈ ભરવાડ, રાકેશ કાળુભાઈ ભરવાડ (રહે, ભરવાડ વાસ, સંતોષવાડી દંતેશ્વર)ની ધરપકડ થઈ છે. દેહુર વાહાભાઈ ભરવાડ, ભરત કાળુભાઈ ભરવાડ અને લાલા ભોપાભાઈ ભરવાડની શોધખોળ જારી છે. હથિયાર લઈને રોડ પર દોડતા શખ્સોનો વીડિયો વાઈરલ થયો છે અન્ય એક કિસ્સામાં માંજલપુર લાલબાગ બ્રિજ નીચે પેલેસ કંપાઉન્ડ પાસેના સર્વિસ રોડ પર સિકલીગરો વચ્ચે જાહેરમાં સશસ્ત્ર મારામારીનો વીડિયો વાઈરલ થયો હતો. આ સ્થળે જાહેરમાં તલવાર જેવા હથિયાર લઈને રોડ પર દોડતા શખ્સોનો વીડિયો વાઈરલ થયો છે. રાવપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો : Gandhinagar News : પાટનગરનું પાણી બન્યું પ્રદૂષિત, ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધીને 132 થતા આરોગ્ય વિભાગ ચિંતામાં 

Read Full Story arrow_forward
Gir Somnath : 10 જાન્યુઆરીએ PM મોદી આવશે સોમનાથ દાદાના દર્શને, વિકાસકામોની કરશે સમીક્ષા
calendar_today January 5, 2026

Gir Somnath : 10 જાન્યુઆરીએ PM મોદી આવશે સોમનાથ દાદાના દર્શને, વિકાસકામોની કરશે સમીક્ષા

ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આગામી 10 અને 11 જાન્યુઆરીએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે, તેઓ સોમનાથ દાદાના આશીર્વાદ લેવા અને વિકાસ કાર્યોની સમીક્ષા કરવા પધારશે.પીએમ મોદી નિહાળશે 1000 અશ્વોનું પ્રદર્શન ઐતિહાસિક ક્ષણ અને 1000 અશ્વનું પ્રદર્શન વર્ષ 2026 એ સોમનાથ મંદિરના ઇતિહાસમાં ખૂબ મહત્વનું વર્ષ છે, કારણ કે સોમનાથ પર થયેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ નિમિત્તે 8 થી 11 જાન્યુઆરી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને શૌર્યલક્ષી કાર્યક્રમો યોજાશે. આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ 1000 અશ્વોનું પ્રદર્શન છે, જે ભારતીય સંસ્કૃતિ અને વીરતાના પ્રતીક સમાન છે, જેને પ્રધાનમંત્રી નિહાળશે. મુલાકાતનું તમામ શિડ્યુઅલ અને બેઠકો 10 જાન્યુઆરી: પ્રધાનમંત્રી સોમનાથ આવશે અને રાત્રિના સમયે સોમનાથ ટ્રસ્ટની હાઈ-પ્રોફાઈલ બેઠકની અધ્યક્ષતા કરશે. આ દરમિયાન મંદિરના કોરિડોર અને ચાલી રહેલી વિવિધ વિકાસ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. 11 જાન્યુઆરી: પીએમ મોદી સોમનાથના પવિત્ર મૈયરમાં એક વિશાળ જાહેરસભાને સંબોધશે, જેમાં જનકલ્યાણકારી યોજનાઓ અને સોમનાથના ભવિષ્યના વિકાસ વિશે વાત થઈ શકે છે. સોમનાથમાં તંત્ર દ્વારા જોરોશોરથી ચાલી રહી છે તૈયારીઓ તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતને લઈને ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ કાફલો સતર્ક થઈ ગયો છે. સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સોમનાથમાં ખાસ બેઠક યોજશે. આ મુલાકાત માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સોમનાથના પ્રવાસન અને વિકાસ માટે એક નવો સીમાચિહ્ન સાબિત થશે.આ પણ વાંચોઃ Junagadhમાં સિંહણને પકડવા જતા ટ્રેકરે ગુમાવ્યો જીવ, ટ્રાંક્વીલાઈઝર ગનનો ડોઝ સિંહણની જગ્યાએ ટ્રેકરને લાગ્યો

Read Full Story arrow_forward
Amreli News: ભાવનગર-સોમનાથ હાઈવે પર અકસ્માતમાં સિંહણનું મોત
calendar_today January 5, 2026

Amreli News: ભાવનગર-સોમનાથ હાઈવે પર અકસ્માતમાં સિંહણનું મોત

એશિયાટિક સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક મોડી રાત્રે એક અજાણ્યા વાહને ટક્કર મારતા સિંહણનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે, સિંહણ લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડી હતી.રોડ ક્રોસ કરતી વખતે સર્જાયો અકસ્માત ઘટનાની મળતી માહિતી અનુસાર, રાત્રિના સમયે સિંહણ નેશનલ હાઈવે ક્રોસ કરી રહી હતી, તે દરમિયાન પુરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગ્યા બાદ સિંહણને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, આ નેશનલ હાઈવે પર સિંહોની અવરજવર ખૂબ જ વધારે રહેતી હોય છે, જેના કારણે અવારનવાર વન્યજીવો અકસ્માતનો ભોગ બને છે. વન વિભાગની તપાસ તેજ આ ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગ દ્વારા સિંહણના મૃતદેહને કબ્જે કરી પોસ્ટ મોર્ટમ માટેની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ હાઈવે પર લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી હિટ-એન્ડ-રન કરનાર વાહનચાલકને ઝડપીને કાયદાનો પાઠ ભણાવી શકાય. સૌથી વધુ સિંહો ધરાવતા જિલ્લામાં ચિંતા સમગ્ર ભારત દેશની શાન ગણાતા સાવજોની સૌથી વધુ સંખ્યા અમરેલી જિલ્લામાં છે. ખાસ કરીને જાફરાબાદ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોનું વિચરણ સતત રહેતું હોય છે. વારંવાર થતા આવા અકસ્માતોને રોકવા માટે વન વિભાગ દ્વારા હાઈવે પર સ્પીડ બ્રેકર કે વન્યજીવો માટેના અંડરપાસ બનાવવાની માગ ફરી તેજ થઈ છે. આ પણ વાંચો - Amreli News: નવનિર્મિત બ્રિજમાં ભ્રષ્ટાચારના 'ગાબડા'

Read Full Story arrow_forward