android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલની તૈયારીઓને અપાયો આખરી ઓપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન
calendar_today January 5, 2026

Rajkot News : વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલની તૈયારીઓને અપાયો આખરી ઓપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન

આગામી 11 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઈબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સનો શુભારંભ થનાર છે. આ કોન્ફરન્સ કચ્છ સૌરાષ્ટ્રના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિ અને તકોના નવા દ્વાર ખોલવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં  રિઝનલ  કોન્ફરન્સ અને તેને સંલગ્ન તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જેના અનુસંધાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે રાજકોટ જિલ્લાની મુલાકાતે છે. તેઓ કલેક્ટર કચેરી ખાતે સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન સાથે તેમજ રીજનલ કોન્ફરન્સના આયોજન સંબંધિત બાબતો અંગે વિવિધ બેઠકો કરશે.

Read Full Story arrow_forward
Gandhinagar News : પાટનગરનું પાણી બન્યું પ્રદૂષિત, ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધીને 132 થતા આરોગ્ય વિભાગ ચિંતામાં
calendar_today January 5, 2026

Gandhinagar News : પાટનગરનું પાણી બન્યું પ્રદૂષિત, ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધીને 132 થતા આરોગ્ય વિભાગ ચિંતામાં

ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ મુદ્દે DyCMનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમનું કહેવું છે કે, ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની કામગીરી ચાલુ છે અને તેની પર નજર રાખવામાં આવી રહી છે, પાણીને લઈ ટેસ્ટિંગ થયું છે અને અલગ-અલગ ટીમો કામ કરી રહી છે, સાથે સાથે દર્દીઓને યોગ્ય સારવાર અને સુવિધા પણ આપવામાં આવી રહી છે. ટાઇફોઇડના કેસ બાદ ગાંધીનગર મનપાને થયું ભાન આગ લાગ્યા પછી ખાડો ખોદતી ગાંધીનગર મનપા, આરોગ્ય વિભાગે પાણીપુરી-સોડાની લારીઓ પર થતું વેચાણ યાદ આવ્યું અને શહેરમાં 100થી વધુ લારીઓ બંઘ કરાવાઇ છે, આગામી આદેશ સુધી લારીઓ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે અને ચોખ્ખું પાણી આપવાને બદલે લારીવાળા નિશાને લીધા હોવાની ચર્ચા ગાંધીનગરમાં ચાલી રહી છે. રાજ્યના પાટનગરમાં દૂષિત પાણીનો ભરડો દૂષિત પાણીની લીકેજ શોધવા તંત્ર હવાતિયા મારી રહ્યું છે, લીકેજ ક્યા છે તે શોધવામાં તંત્ર નિષ્ફળ નીવડયું છે અને ગાંધીનગરમાં બહારથી તબીબો બોલાવવાની તૈયારીઓ છે, ડે.કલેકટર સુપરવિઝનમાં 22 ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે. દૂષિત પાણીએ નોતર્યો રોગચાળો? ટાઇફોઇડના કેસોની વધતી સંખ્યાને જોતા ગાંધીનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં 'હાઉસ ટુ હાઉસ' સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેથી નવા દર્દીઓને શોધી વહેલી તકે સારવાર આપી શકાય. કોર્પોરેટરના જણાવ્યા મુજબ, હાલ આરોગ્ય ટીમો દ્વારા સર્વે અને ક્લોરિનેશનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દૂષિત પાણીના જોખમને ટાળવા માટે તંત્ર દ્વારા રહીશોને ઉકાળેલું પાણી પીવાની અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. આ પણ વાંચો : Anand News : આંકલાવના અંબાવમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા યુવકને સરપંચના પતિ અને પુત્રોએ જીવતો સળગાવવાનો કર્યો પ્રયાસ

Read Full Story arrow_forward
Delhi Riot Case: જેલમાં જ રહેશે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ, SCએ અન્ય 5ને આપ્યા જામીન
calendar_today January 5, 2026

Delhi Riot Case: જેલમાં જ રહેશે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ, SCએ અન્ય 5ને આપ્યા જામીન

સુપ્રીમ કોર્ટે દિલ્હી રમખાણો માટે જેલમાં બંધ ઉમર ખાલિદ અને અન્ય લોકોની અરજી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે કેસ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ હોવાથી ફરિયાદ પક્ષને સતત કસ્ટડીની જરૂર છે. મૃત્યુ અથવા વિનાશનું કારણ બનવા ઉપરાંત, આ જોગવાઈ સેવાઓમાં વિક્ષેપ પાડતી અને અર્થતંત્રને જોખમમાં મૂકતી ક્રિયાઓને પણ આવરી લે છે.સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી જામીન અરજી સુપ્રીમ કોર્ટે સોમવારે 2020ના દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં વિદ્યાર્થી કાર્યકર્તાઓ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની જામીન અરજીઓ ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ટ્રાયલ શરૂ થાય તે પહેલાં આરોપીઓને લાંબા સમય સુધી જેલમાં રાખવાના મુદ્દા કરતાં રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થાના વિચારણાઓ વધુ મહત્વ ધરાવે છે. ન્યાયાધીશ અરવિંદ કુમાર અને એન. વી. અંજારિયાની બેન્ચ દ્વારા આ નિર્ણય આપવામાં આવ્યો હતો. બચાવ પક્ષે ટ્રાયલ શરૂ થાય તે પહેલાં આરોપીની પાંચ વર્ષથી વધુ સમયની કેદને જામીન માટેનો આધાર ગણાવ્યો હતો. 5 આરોપીઓને આપ્યા જામીન સુપ્રીમ કોર્ટે આ કેસના અન્ય આરોપીઓ, ગુલ્ફીશા ફાતિમા, મીરાં હૈદર, શિફા ઉર રહેમાન, મોહમ્મદ સલીમ ખાન અને શાદાબ અહેમદની સતત કેદને ધ્યાનમાં લીધી ન હતી અને તેમને જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે આરોપીઓ અને દિલ્હી પોલીસની દલીલો સાંભળ્યા પછી 10 ડિસેમ્બરે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ બધા આરોપીઓ 2020ના દિલ્હી રમખાણોમાં તેમની કથિત ભૂમિકા માટે પાંચ વર્ષથી વધુ સમયથી જેલમાં છે. https://x.com/ANI/status/2008052116322222515આ કેસ 2020 ના રમખાણો પાછળના કથિત "મોટા કાવતરા" સાથે સંબંધિત છે, જે નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) સામેના વિરોધ વચ્ચે ફાટી નીકળ્યા હતા, જેના પરિણામે 53 લોકો માર્યા ગયા હતા અને 700 થી વધુ લોકો ઘાયલ થયા હતા.પોલીસે 2020 માં ઉમર ખાલિદની કરી હતી ધરપકડ ઉમર ખાલિદ 13 સપ્ટેમ્બર, 2020 થી પોલીસ કસ્ટડીમાં છે. ઇમામ 28 જાન્યુઆરી, 2020 થી જેલમાં છે. આરોપીઓએ દલીલ કરી હતી કે ફરિયાદ પક્ષ ઇરાદાપૂર્વક આરોપીઓની એક પછી એક ધરપકડ કરીને ટ્રાયલને લંબાવી રહ્યો છે અને વિલંબિત કરી રહ્યો છે. 2020 ના રમખાણો ફેબ્રુઆરીમાં ઉત્તરપૂર્વ દિલ્હીના કેટલાક ભાગોમાં થયા હતા. નાગરિકતા (સુધારા) કાયદા (CAA) સામેના વિરોધ પ્રદર્શનોને કારણે અઠવાડિયાના તણાવ પછી આ રમખાણો થયા હતા. ઘણા દિવસો સુધી ચાલેલી હિંસામાં અસંખ્ય મૃત્યુ થયા હતા અને ઘરો, દુકાનો અને ધાર્મિક સ્થળોને વ્યાપક નુકસાન થયું હતું.આ પણ વાંચો- Shani Dev: શનિદેવથી ડરો નહીં, સાડાસાતી આવીને જતી રહેશે, ખબર પણ નહીં પડે , બસ આટલુ રાખો ધ્યાન

Read Full Story arrow_forward