Gir Somnath: ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ, ગાડી દીઠ 15 હજારના હપ્તાનો આક્ષેપ
ગીર સોમનાથ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે ભારે ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં જ મળેલી બ્લેક સ્ટોન ક્વોરી લીઝ એસોસિએશનની બેઠકમાં સંચાલકોએ અધિકારીઓની કનગડત અને અઘાડી લૂંટ સામે લડત આપવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. ભ્રષ્ટાચારના સનસનીખેજ આક્ષેપો એસોસિએશનના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા ક્વોરી સંચાલકો પાસેથી માસિક ધોરણે લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવવામાં આવે છે. ખનીજ ભરેલી પ્રતિ ગાડી દીઠ રૂ. 15,000 નો હપ્તો માંગવામાં આવે છે. આ ઉપરાંત, અધિકારીઓ દ્વારા માસિક દોઢ લાખ રૂપિયા જેવી મોટી રકમના હપ્તા ફિક્સ કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. સરકારી પ્રોજેક્ટ્સનો સપ્લાય બંધ અધિકારીઓના ત્રાસ અને આર્થિક શોષણના વિરોધમાં એસોસિએશને આક્રમક વલણ અપનાવ્યું છે. હાલમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ત્રણ મહત્વના પ્રોજેક્ટ્સમાં બ્લેક સ્ટોનનો માલ સપ્લાય કરવાનું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંચાલકોનું કહેવું છે કે જો અધિકારીઓની મનસ્વી રીતે ચાલતી હપ્તાખોરી બંધ નહીં થાય, તો તેઓ વ્યવસાય કરવો મુશ્કેલ બની જશે. રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરશે ભ્રષ્ટાચારના આ પુરાવાઓ અને અધિકારીઓની જોહુકમી સામે હવે એસોસિએશન રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરશે. સંચાલકોએ ચીમકી આપી છે કે જો તટસ્થ તપાસ કરવામાં નહીં આવે અને ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. આ મામલે જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર કેવી તપાસ કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.આ પણ વાંચોઃ Banaskantha: ઠાકોર સમાજમાં પરિવર્તનનો શંખનાદ, ઠાકોર સમાજનું સામાજીક મુદ્દે નવું બંધારણ જાહેર
Read Full Story arrow_forward