android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dang News: માનવભક્ષી દીપડી પાંજરે પુરાઈ, વન વિભાગનું એલર્ટ
calendar_today January 4, 2026

Dang News: માનવભક્ષી દીપડી પાંજરે પુરાઈ, વન વિભાગનું એલર્ટ

ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગ હેઠળ આવતા શામગહાન રેન્જમાં છેલ્લા કેટલાક દિવસોથી ફેલાયેલા દીપડાના આતંક વચ્ચે વન વિભાગને મોટી સફળતા મળી છે. લહાનમાંળુગા ગામે પશુપાલક પર થયેલા જીવલેણ હુમલા બાદ સક્રિય થયેલા વન વિભાગે એક માદા દીપડીને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. જોકે, અન્ય વિસ્તારોમાં હજુ પણ દીપડાની અવરજવર હોવાથી વન વિભાગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.વ્યૂહાત્મક ઓપરેશન અને સફળતા દક્ષિણ ડાંગ વન વિભાગના DCF નિરજકુમારના સીધા માર્ગદર્શન હેઠળ શામગહાન રેન્જના RFO ચિરાગભાઈ માછી અને તેમની ટીમે દીપડાને પકડવા માટે વ્યૂહાત્મક ગોઠવણી કરી હતી. લહાનમાંળુગા ગામમાં હુમલાની ઘટના બાદ વિવિધ સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ગત રાત્રિના સમયે ખોરાકની શોધમાં નીકળેલી અંદાજે દોઢ વર્ષની માદા દીપડી વન વિભાગના પાંજરામાં કેદ થઈ ગઈ હતી. દીપડી પકડાઈ હોવાના સમાચાર મળતા જ સ્થાનિક ગ્રામજનોમાં રાહતની લાગણી ફેલાઈ છે. હુંબાપાડામાં દીપડો ઘરમાં ઘૂસતા ફફડાટ એક તરફ એક દીપડી પાંજરે પુરાઈ છે, ત્યારે બીજી તરફ બાજુના હુંબાપાડા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક નિવૃત્ત ફોરેસ્ટરના ઘરમાં દીપડો ઘૂસી જવાની ઘટના બની હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ વન વિભાગની ચિંતામાં વધારો કર્યો છે. વન વિભાગ હજુ પણ એલર્ટ મોડ પર વન વિભાગ તપાસ કરી રહ્યું છે કે, પશુપાલક પર હુમલો કરનાર આ જ માદા દીપડી હતી કે અન્ય કોઈ નર દીપડો. અન્ય વિસ્તારોમાં પણ દીપડાની હાજરી હોવાના પુરાવા મળતા, વન વિભાગે હુંબાપાડા અને લહાનમાંળુગા ગામે વધારાના પાંજરા ગોઠવ્યા છે. વન કર્મચારીઓ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. ગ્રામજનો માટે વન વિભાગની એડવાઈઝરી વન વિભાગે ગ્રામજનોને અત્યંત સાવધ રહેવા અપીલ કરી છે કે, રાત્રિના સમયે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું. પશુઓને સુરક્ષિત કોઢમાં રાખવા. જો કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવો. આ પણ વાંચો -Dang: સુબીરના જંગલમાં દીપડાએ 7 વર્ષના બાળકને ફાડી ખાધો, દાદીની નજર સામે પૌત્રનું મોત

Read Full Story arrow_forward
Sabarkantha News: ચંદન તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 7 ઝાડની ચોરી
calendar_today January 4, 2026

Sabarkantha News: ચંદન તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 7 ઝાડની ચોરી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ચંદન ચોર ટોળકીએ ભારે તરખાટ મચાવ્યો છે. છેલ્લા એક મહિનામાં ચંદન ચોરીની આ ત્રીજી ઘટના સામે આવતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગત રાત્રે તસ્કરોએ પોગલુ ગામને નિશાન બનાવી બે અલગ-અલગ વાડીઓમાંથી કિંમતી ચંદનના ઝાડ કાપીને ફરાર થઈ ગયા છે.એક જ રાતમાં બે ખેડૂતોની વાડીમાં સપાટો ઘટનાની મળતી માહિતી અનુસાર, પ્રાંતિજના પોગલુ ગામે આવેલી ચંદનવાડીમાં તસ્કરો મોડી રાત્રે ત્રાટક્યા હતા. તસ્કરોએ આયોજનબદ્ધ રીતે બે ખેડૂતોની વાડીમાંથી તૈયાર થઈ ગયેલા અંદાજે 7 જેટલા ચંદનના ઝાડ કાપી નાખ્યા હતા અને તેનું કિંમતી લાકડું લઈને રફુચક્કર થઈ ગયા હતા. CCTVમાં કેદ થયા તસ્કરો આ સમગ્ર ચોરીની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં તસ્કરોની હિલચાલ સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, તસ્કરો હથિયારો સાથે સજ્જ હોઈ શકે છે, જેના કારણે ખેડૂતો પોતાની વાડીએ રાત્રે જતા પણ ડરી રહ્યા છે. એક માસમાં બે ડઝનથી વધુ વૃક્ષોની ચોરી પ્રાંતિજ વિસ્તારમાં ચંદન ચોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. છેલ્લા 30 દિવસમાં જ ત્રણ મોટી ઘટનાઓ બની છે, જેમાં કુલ મળીને બે ડઝનથી વધુ ચંદનના વૃક્ષો ચોરાઈ ચૂક્યા છે. અગાઉ પણ પ્રાંતિજના અન્ય બે વિસ્તારોમાં આવી જ રીતે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. વારંવાર બનતી આ ઘટનાઓએ પોલીસની રાત્રિ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા કર્યા છે. કરોડોની કિંમતના ચંદનના લાકડાની તસ્કરી કરતી આ ગેંગને ઝડપી પાડવી પોલીસ માટે હવે મોટો પડકાર બની ગયો છે. ખેડૂતોએ માગ કરી છે કે, પોલીસ વહેલી તકે આ તસ્કરોને પકડી પાડે અને ચંદનના ઝાડની સુરક્ષા સુનિશ્ચિત કરે. આ પણ વાંચો - Sabarkantha News: સ્કૂલ બસ અને કાર વચ્ચે ટક્કર, વૃદ્ધનું મોત

Read Full Story arrow_forward
Vadodara News : નંબર પ્લેટનો વિવાદ વકર્યો, બોલાચાલી બાદ પોલીસ મથકમાં યુવકને માર માર્યાની ઘટનાથી ચકચાર
calendar_today January 4, 2026

Vadodara News : નંબર પ્લેટનો વિવાદ વકર્યો, બોલાચાલી બાદ પોલીસ મથકમાં યુવકને માર માર્યાની ઘટનાથી ચકચાર

વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ અને એક બુલેટ ચાલક વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીએ હવે ગંભીર વળાંક લીધો છે. મળતી માહિતી મુજબ, ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વગર બુલેટ લઈને પસાર થતા કૌશલ નામના યુવકને અટકાવ્યો હતો. આ દરમિયાન દંડ અથવા કાગળો બાબતે બંને પક્ષો વચ્ચે રકઝક શરૂ થઈ હતી, જે જોતજોતામાં ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ ગઈ હતી. પોલીસે આ મામલે શિસ્તભંગ અને ફરજમાં રુકાવટ બદલ બુલેટ ચાલક કૌશલ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.નંબર પ્લેટનો વિવાદ વકર્યો બીજી તરફ, આ મામલે બુલેટ ચાલક અને તેના પરિવારે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. યુવકનો આરોપ છે કે તેને પોલીસ મથકમાં લઈ જઈને પોલીસ કર્મચારીઓ દ્વારા જાનવરની જેમ ડંડા વડે બેરહેમીથી માર મારવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાની ચર્ચા જાગતા મામલો ગરમાયો છે. યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને તેઓ આ મામલે પોલીસ વિરુદ્ધ વળતી ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે. હાલમાં આ ઘટનાના વિડીયો અને આક્ષેપોને પગલે સ્થાનિક પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ પણ વાંચો : Ahmedabad News : સુભાષબ્રિજને લઇને મોટા સમાચાર, અમદાવાદ મનપાએ સુભાષબ્રિજનું ટેન્ડર બહાર પાડ્યું

Read Full Story arrow_forward