android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhotaudaypur:તાલુકાના શહેરી PHC ખાતે ટીબી X-રે નિદાન કૅમ્પ યોજાયો
calendar_today January 3, 2026

Chhotaudaypur:તાલુકાના શહેરી PHC ખાતે ટીબી X-રે નિદાન કૅમ્પ યોજાયો

છોટાઉદેપુર તાલુકાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે એક્સ-રે નિદાન કેમ્પ અને ટીબી મુક્ત પંચાયત કોમ્યુનિટી મીટીંગ યોજાઈ હતી. જેમા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવા તથા જિલ્લા ક્ષય અધિકારી ડો બીએમ ચૌહાણ અને તાલુકા હેલ્થ ઓફ્સિર ડો.મનહર રાઠવાના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર તાલુકાનું શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી નિદાન માટે એક્ષરે નિદાન કેમ્પ યોજાયો હતો.જેમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર હેઠળનાં ગામોના ટીબી રોગના લક્ષણો ધરાવતા લાભાર્થીઓ ના છાતી ના એક્ષરે પાડવા માં આવ્યા હતા કેમ્પ માં મેડીકલ ઓફ્સિર ડૉ. તિથિ ચૌહાણ, ડૉ.સેજલ રાઠવા, ડો. પ્રિયા ખંભાતિયા તાલુકા ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર, પીએચસી સુપરવાઈઝર રાજુભાઈ રાઠવા, લેબ ટેક રાહુલભાઈ ઠક્કર, MPHW, FHW તથા સ્થાનિક આરોગ્ય કર્મચારી, આશા બહેનો સહિત આરોગ્ય ટીમનું યોગદાન રહ્યું હતું. કેમ્પમાં વિવિધ પ્રકારની સેવા અપાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટીબી રોગના લક્ષણો ધરાવતા 80 લાભાર્થીઓ દર્દીના એક્સરે પાડયાં હતા. શંકાસ્પદ દર્દીના ગળફાની તપાસ કરાઇ હતી. અને આ કેમ્પમાં ઉપસ્થિત રહેલા દર્દીઓને સુપરવાઇઝર વિનોદભાઈ વણકર દ્વારા કોમ્યુનિટી મીટીંગનું આયોજન કરી ટીબી રોગ વિશેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આગામી દિવસોમાં 100 દિવસીય સર્વે હાથ ધરાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:મહાદેવપુરામાં ચંદનના વૃક્ષ કાપતા ફરિયાદ નોંધાવી તો થડ પણ ચોરાયું
calendar_today January 3, 2026

Vadodara:મહાદેવપુરામાં ચંદનના વૃક્ષ કાપતા ફરિયાદ નોંધાવી તો થડ પણ ચોરાયું

વાઘોડિયા તાલુકાના ગોરજ ગ્રા. પંચાયતના મહાદેવપુરા ગામે રહેતા વસાવા ભગુભાઈ રસીકભાઈની માલિકીની જમીન જેનો ખાતા નં. 435 જેનો સર્વે/બ્લોક નં. 713 ના ખેતરના શેઢા ઉપર ચંદનના વૃક્ષ વાવેલ હતા જે અજાણ્યા ઇસમો દ્વારા ચંદનના વૃક્ષને કાપી ચોરી ગયા હતા. આ અંગે અરજદારે આ અગાઉ તા. 19/12/2025ના રોજ ચંદનચોર સામે 24 ડિસે.25 ના રોજ વાઘોડિયા મામલતદાર ને ચોરી અંગે અરજી કરી હતી. જોકે અરજદાર ની અરજી પછી પણ કોઈ જાતની કાર્યવાહી કરવામા નહિ આવતા ચંદનચોર તા.30/12/2025ની મોડી રાતે ફરીવાર ચંદનના વૃક્ષને કાપી ચોરી ગયા હતા.મામલતદાર દ્વારા કામગીરી ન કરાતા ભગુભાઈ વસાવાએ મદદનીશ વન સંરર્ક્ષણ અને વણીકરણ વંન-વિભાગ વડોદરા તેમજ વાઘોડિયા પોલીસ મથકે જાણ કરી હતી. જોકે ચંદનચોર સામે થયેલી અરજીથી નારાજ થયેલા લાકડાચોરોએ તંત્રને પડકારતા હોય તેમ 2 જાન્યુ 2026ની રાતે કિંમતી ચંદનના વૃક્ષના થડને પણ કાઢી જઈ સમસ્ત વહીવટી તંત્રની હાંસી ઉડાડી હોય તેવો ઘાટ ઘડાયો છે. પરંતુ તંત્ર લાકડાચોર સામે લાચાર બનયુ હોય તેવો ભાષ થાય છે. ચંદનચોર બેફામ બન્યા છે. એક પછી એક ઘટનાનુ વારંવાર પુનરાવર્તન બિદાસ્ત કરી રહ્યાં છે. ચંદનના વૃક્ષ લાકડાચોર વારંવાર કાપી ગયા છે. ખેડૂત અરજી પર અરજી કરી ન્યાય માટે સરકારી કચેરીના દરવાજા ખખડાવી રહ્યા છે.છતા દર વખતની જેમ વાઘોડિયા મામલતદાર દ્વારા કડક અને પ્રમાણીક કાર્યવાહિ કરવામા આવી નથી. ઉલટાનુ સરકારી કચેરીઓમાં જ બાતમીદારો હોય તેમ ખેડુતની અરજી બાદ વધુ નુકશાન પહોંચાડવામા આવી રહ્યુ છે.ગોરજ આસપાસ ગેરકાયદે વૃક્ષો કાપનાર લાકડા ચોરો પર ખેડૂતોને શંકા છે. છતા અઘિકારીઓના હાથ ટાંચા પડી રહ્યા છે. પંથકના લોકો અઘિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાની શંકા સેવી રહ્યા છે. વલવા ગ્રામ પંચાયતના ગૌચરમાંથી થોડા દિવસો અગાઉ પણ આજ રીતે લીલાવૃક્ષોનુ નિકંદન અંગે મામલતદારમા લેખીત રજુઆત કરવા છતા બાયબાય ચાયણીની રમત સરપંચ અને ગ્રામ પંચાયતોને રમાડી અઘિકારીઓ અરજદારોને થકવી દેવાના કારસ્તાન ઘડવામા આવી રહ્યા છે. જેથી ફરી કોઈ લાકડા માફ્યિાઓ સામે અરજી કરે નહી. જેનાથી લાકડા માફ્યિાઓ અને ચંદનચોર પુષ્પારાજોની હિંમત વધે છે. જેની સામે સમગ્ર તંત્ર વામણું પુરવાર થતા લોકોને વહીવટી તંત્ર પરથી ભરોષો ઉઠી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Padra:મોટા તળાવ સ્થિત જગદંબા મંદિરે માનો પ્રાગટયોત્સવ ઉજવાયો
calendar_today January 3, 2026

Padra:મોટા તળાવ સ્થિત જગદંબા મંદિરે માનો પ્રાગટયોત્સવ ઉજવાયો

પાદરાના મોટા તળાવ પાસે માં જગદંબા મંદિર ખાતે પોષ સુદ પૂર્ણિમા નિમિત્તે અંબાજી માતા ના મંદિર માના પ્રાગટયદિન અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. વહેલી સવારે અંબાજી મંદિરથી પ્રભાત ફેરી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા. પ્રભાત ફેરીનું પ્રસ્થાન મહંત હેમેન્દ્ર જોશી દ્વારા કરાયું હતું જે ફેરી નગરના મુખ્ય માર્ગ પર ફરી હતી. અને જય અંબેના જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.સમગ્ર નગરમાં ભક્તિના માહોલ સાથે જય અંબે ના નારા ગુંજી ઉઠયા હતા.મોટા અંબાજી મંદિર ખાતે વહેલી સવારથી જ દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી માતાજી ના દર્શન નો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ અંબાજી મંદિર ખાતે 11થી 1 કલાક દરમિયાન ચંડીપાઠ બાદ ભવ્ય ધજાની શોભાયાત્રા બપોરે 3 કલાકે શ્રી અંબાજી મંદિરથી બેન્ડવાજા સાથે રથમાં અંબાજી માતાની ભવ્ય પાલખી સાથે શોભાયાત્રા નીકળી હતી. જે નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જે રથ સાથે નીકળેલી શોભા યાત્રા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ઉદ્યોગપતિ હિતેશ પટેલ મારુતિ સિરામિકવાળા, માજી પ્રમુખ પરેશ ગાંધી, ચોકસી મહાજન મંડળના પ્રમુખ સૂર્યકાંત ચોકસી સહીત માઈ ભક્તોએ કરાવ્યું હતું. શોભાયાત્રા બહેનોએ ગરબાની રમઝટ જમાવી હતી. જે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, પાલખી સાથેની શોભાયાત્રાએ માંના ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. જેનું ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું. શોભાયાત્રા નિજ મંદિરે પહોચતા પુંજા અર્ચના મહાઆરતી સહીત ના વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ ધ્વજા રોહણ પણ કરાયું હતું. મોડી સાંજે માં અંબાજી મંદિરે માના ચરણ પાસે કેક કાપી પોષી પૂનમ એટલે જગત જનની માં અંબા જગદંબા ની સ્ભાવ્ય રીતે ઉજવણી કરાઇ હતી. મોડી સાંજે પાદરા અંબાજી રોડ પર મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જેમાં 15 હજાર જેટલા માઈ ભક્તોએ મહાપ્રસાદી એક સાથે લઇ ધન્યતા અનુભવી હતી. નિજ મંદિરમોડી રાત સુધી ભજન કીર્તન ચંડીપાઠ માતાજીના ગરબા સહીત ધાર્મિક કાર્યક્રમ અવિરત રહ્યાં હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward