android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : સુરત જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય સંદિપ દેસાઈ અકળાયા, કહ્યું, બગીચામાં અસામાજિક તત્વો નશાકાર પદાર્થનું સેવન કરે છે
calendar_today January 4, 2026

Surat News : સુરત જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય સંદિપ દેસાઈ અકળાયા, કહ્યું, બગીચામાં અસામાજિક તત્વો નશાકાર પદાર્થનું સેવન કરે છે

ધારાસભ્ય સંદિપ દેસાઈએ આ બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો છે કે, SMCના બગીચામાં અસામાજિક તત્વોનો અડ્ડો જામે છે અને બગીચામાં નશાકારક પદાર્થોનું સેવન થાય છે તો બીજી તરફ ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ કરી ફરિયાદ અને કહ્યું કે, નવસારી બજાર સુધી ટ્રાફિકજામ થાય છે અને 18 મીટર રોડ પરથી કબજો હટાવો તેવી રજૂઆત ધારાસભ્ય અરવિંદ રાણાએ કરી હતી.સુરતની SMCની સંકલન બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ કરી ફરીયાદ SMC સંચાલિત બાગ-બગીચા, શાંતિકુંજ, ઉદ્યાનમાં અનેકવાર અસામાજિક તત્વો દ્વારા કબ્જો કરવામાં આવે છે અને ગાર્ડનમાં નશાકારક પદાર્થોનું સેવન કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે, ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદિપ દેસાઈએ કરી રજૂઆત અને પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ ગોપી તળાવ થઇ નવસારી બજારથી સુધી ટ્રાફિક જામની સમસ્યાને લઈ રજૂઆત કરી છે, ગોપી તળાવની દિવાલને અડીને આવેલા સૂચિત 18 મીટરની લાઇનદોરીવાળા રોડનો કબજો ખૂલ્લો કરવા રજૂઆત કરી છે, બંને ધારાસભ્યોએ SMC કમિશનર સમક્ષ ધારદાર રજૂઆત કરી છે. વિવિધ જાહેર પ્રશ્નોના ઝડપી નિકાલ માટે અધિકારીઓને સૂચનો આપ્યા ગત મહિને યોજાયેલ સંકલન સમિતિમાં ધારાસભ્ય વિનોદ મોરડીયાએ રેશનિંગ દુકાનોમાં અંત્યોદય, BPL અને APL-1 કાર્ડધારકોને મળતી ચીજવસ્તુઓની યાદી દુકાન બહાર બોર્ડ દ્વારા દર્શાવવા રજૂઆત કરી હતી. આ અંગે કલેક્ટરે જિલ્લા પુરવઠા અધિકારીને આકસ્મિક ચકાસણી કરવા અને બોર્ડ ન દર્શાવતા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટરને ED દિલ્હી લઇ જાય તેવી શકયતા, લાંચના રૂપિયાને લઇ થઇ શકે છે વધુ ખુલાસા

Read Full Story arrow_forward
પોલીસ પંચાત : K કંપનીમાં સજા ભોગવનારા રાહ જોઈ રહ્યા છે બદલીની.. પોલીસના મકાનો કોણે ભાડે ચઢાવી દીધા ?
calendar_today January 4, 2026

પોલીસ પંચાત : K કંપનીમાં સજા ભોગવનારા રાહ જોઈ રહ્યા છે બદલીની.. પોલીસના મકાનો કોણે ભાડે ચઢાવી દીધા ?

સંદેશ ડિજીટલના માધ્યમથી દર રવિવારે પોલીસ પંચાતના માધ્યમથી અને જમતા સુધી અમે એ ખાસ વાતો પોલીસ સહિત તંત્રના ધ્યાન પર લાવતા હોય છે કે જે ચર્ચામાં હોય અથવા તો જેણે ચર્ચા ઉભી કરી હોય. પોલીસ પંચાતનો હેતુ ક્યારેય કોઈને નીચે દેખાડવાનો નથી રહ્યો પણ જે ભુલ કરીને પણ આંખમાં આંખ નાંખવા માંગતા હોય તેને અસલીયત બતાડવાનો જરૂર છે. વાંચો શું ખાસ છે આ વખતની પોલીસ પંચાતમાં.. K કંપનીમાં નાના અધિકારીઓના વહિવટ કરતા લોકોની જ કેમ બદલી કરવામાં આવે છે ? લાંબા સમય પહેલા અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશનમાં વહિવટ કરતા વહિવટદારોની બદલી કે કંપનીમાં કરવામાં આવી છે અને કે કંપનીમાં સજાના ભાગરૂપે મૂકવામાં આવે છે પોલીસ કોન્સ્ટેબલને, ત્યારે મોટી સ્કવોર્ડના અધિકારીઓનો વહિવટ કરતા મગરમચ્છોને કેમ K કંપનીમાં મૂકવામાં આવતા નથી તે વાતને લઈ પોલીસ બેડામાં ચર્ચામાં ચાલી રહી છે, મોટા મગરમચ્છોને પણ કે કંપનીમાં સજાના ભાગે પણ મૂકવામાં આવે તે જરૂરી બન્યું છે, મોટા મગરમચ્છો પર ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ હોય છે અને તેમની સેવા કરવામાં આવતી હોવાથી તેઓ બચી જાય છે અને કે કંપનીમાં તેમને મૂકવામાં આવતા નથી આવી વાતે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ પોલીસમાં ચર્ચાના એરણે છે. દારૂ પીને વ્યકિત પોલીસ સ્ટેશન ગયો તો પોલીસે કીધું પીધેલો છે તો ઘરે જતો રહે અહીયા ના આવ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એક શાંત ગણાતું પોલીસ સ્ટેશન કે જયાં, પીએસઆઈ હોય તો પણ પોલીસ સ્ટેશન ચાલી જાય, ત્યારે એક વ્યકિત દારૂનો નશો કરીને પોલીસ સ્ટેશન જાય છે, અને પોલીસને તેનું દુ:ખ જણાવે છે, પહેલી વખત જયારે પત્ની પોલીસને ફોન કરે છે તો પોલીસ આવીને લઈ જાય છે અને સમજાવે છે, પરતું બીજી વખત દારૂ પીનાર વ્યકિત પોતે જ દારૂ પીને પોલીસ સ્ટેશન જઈને બેસી જાય છે, ત્યારે પોલીસ એની સામે ગુનો નોંધવાને બદલે તેને કહે છે કે, ઘરે જતો રહે અહીંયા ના આવીશ, ભાઈ આવા લોકો સામે ગુનો નોંધીને પુરી રાખો તો લોકઅપમાં ખબર પડશે કે મચ્છર કેવા કરડે છે અને દારૂનો નશો પણ ઉતરી જશે. આરોપી વિરુદ્ધ પોલીસે કોઈ પગલા ના લીધા અને જેની અરજી હતી તેની વિરુદ્ધ ખોટો કેસ નોંધ્યો ! અમદાવાદના પૂર્વ વિસ્તારનું એક ક્રીમ પોલીસ સ્ટેશન કે જે હંમેશા માટે ધમધમતું રહે છે, નાની મોટી બબાલો આવતી રહે છે, ત્યારે આ પોલીસ સ્ટેશનમાં એક અરજી આવે છે અને જેણે અરજી કરનારને પોલીસ બોલાવે છે અને દમમારે છે, મહત્વની વાત તો એ છે કે, જેને ફરિયાદ કરવાની હતી તેની ફરિયાદ તો પોલીસે લીધી નથી અને જેની અરજી હતી તેની સામે જ પોલીસે ગુનો નોંધી લીધો, તો જે અસામાજિક તત્વ હતો તે તો બિંદાસ રીતે ફરી રહ્યો છે. હવે આક્ષેપ એ થઈ રહ્યા છે કે આ કેસમાં કોઈ વહિવટ ગોઠવાયો છે કે શું ? શહેરમાં ટૂંક સમયમાં 15-20 PIની બદલી આવવાનું નક્કી અમદાવાદ શહેરમાં ટૂંક સમયમાં પીઆઈની બદલી આવી શકે છે અને મોટાફેરફાર જોવા મળશે, ત્યારે આ વખતે જે પીઆઈ ઈન્ચાર્જમાં છે તે પોલીસ સ્ટેશનમાં પણ પીઆઈ મૂકી દેવામાં આવશે, ત્યારે સૂત્રો તરફથી એવી માહિતી મળી છે કે, તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેની પર મહોર લાગશે, ઉચ્ચ અધિકારીની બદલીની વાત હોવાથી ઘણા સમયથી બદલીઓ અટકી હોવાની વાત પણ સૂત્રો કરી રહ્યાં છે, પરંતું આ મહિનાના અંત સુધીમાં અથવા તો કમૂરતા ઉતરે ત્યાં સુધીમાં અમદાવાદ શહેરમાં ઘણા PIની બદલી આવી શકે છે. પોલીસને ફાળવવામાં આવેલા મકાનો અન્ય પોલીસને ભાડે આપાઈ ગયા ? ! અમદાવાદ શહેરમાં પોલીસને રહેવા માટે અલગ-અલગ પોલીસ લાઈન આપેલી છે, અને તેમાં પોલીસકર્મીઓ રહી રહ્યાં છે, પરંતુ આમાં ઘણા એવા પણ પોલીસ છે કે જેમની પાસે પોતાના ઘર છે અને જે મકાન પોલીસ લાઈનમાં મળ્યા છે તે ભાડે આપી દીધા છે અને ભાડુ ખાઈ રહ્યાં છે, તો બીજી તરફ ઘણી પોલીસ એવી છે કે, તેમને લાઈનમાં રહેવા માટે જવું છે પણ મકાન મળતા નથી તો જેને મકાન મળ્યા એવા ઘણા પોલીસે મકાન ભાડે આપી દીધા છે, આ બાબતે પોલીસની ટીમ ચેકિંગ કરશે તો સત્યતા સામે આવશે, આ વાત અમને પણ સૂત્રો તરફથી મળી છે. આ પણ વાંચો : Surat News : સુરત જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય સંદિપ દેસાઈ અકળાયા, કહ્યું, બગીચામાં અસામાજિક તત્વો નશાકાર પદાર્થનું સેવન કરે છે

Read Full Story arrow_forward
Kutch News : કચ્છમાં ફકીર બાપુની ઓળખાણ આપી તાંત્રિક વિધિના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા 2 શખ્સોને પોલીસે ઝડપી પાડયા
calendar_today January 4, 2026

Kutch News : કચ્છમાં ફકીર બાપુની ઓળખાણ આપી તાંત્રિક વિધિના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા 2 શખ્સોને પોલીસે ઝડપી પાડયા

આ મામલે ફરિયાદીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, છેલ્લા સાત વર્ષથી પોતાના સાથે બે ઇસમોએ ફકીર બાપુની ઓળખ આપી નડતર દૂર કરવાની તાંત્રિક વિધિ તેમજ તેમની પાસે રહેલા રૂપિયા ડબલ કરવાની લાલચ આપી 7.50 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી છે. ત્યારબાદ હજુ પણ તાંત્રિક વિધિ કરવાનું કહીને વધારે રૂપિયાની માંગણી કરી ફરિયાદીને માનસિક રીતે હેરાન પરેશાન કરતા હતા.કોઈના ઘરે દુખ હોય તેવા લોકોને આરોપીઓ વધારે ટાર્ગેટ કરતા નખત્રાણા પોલીસે આરોપી પીરમામદ ફકીર ઉર્ફે ફિરોઝ ફકીર તેમજ લતીફ ફકીર મામદ ફકીરને 7.20 લાખની રોકડ રકમના મુદામાલ સાથે ઝડપી પાડયા છે. ઝડપાયેલા આરોપીની મોડસ ઓપરેન્ડી વાત કરવામાં આવે તો આરોપીઓ એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા જેના ઘરમાં નાના-મોટા દુઃખના પ્રસંગો બનેલા હોય જેનું દુઃખ દૂર કરવા માટે તાંત્રિક વિધિના નામે વિશ્વાસમાં લઈને અલગ અલગ જગ્યાએ બોલાવીને તેની પાસેથી રૂપિયા પડાવતા હતા. વાડીમાંથી સોનાના ભરેલા માટલા તેમજ રૂપિયા મળશે તેમ કહી છેતરપિંડી કરતા સાથે જ તમારી વાડીમાંથી સોનાના ભરેલા માટલા તેમજ રૂપિયા ભરેલા કોથળા નીકળશે તેવી લાલચ આપી લોકોને વિશ્વાસમાં લઈને છેતરપિંડી આચરતા હતા, હાલ પોલીસે બંને આરોપીને ઝડપી પાડી આરોપીએ અન્ય કેટલા લોકો સાથે તાંત્રિક વિધિના નામે ઠગાઈ આચરી છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો : પોલીસ પંચાત : K કંપનીમાં સજા ભોગવનારા રાહ જોઈ રહ્યા છે બદલીની.. પોલીસના મકાનો કોણે ભાડે ચઢાવી દીધા ?

Read Full Story arrow_forward