Modasa News: રહેણાંક વિસ્તારમાં ડામર પ્લાન્ટના ધુમાડાથી રહીશો પરેશાન, કલેક્ટરને કરાઈ રજૂઆત
મોડાસા શહેરના પાંચથી વધુ સોસાયટી વિસ્તારોમાં અત્યારે પ્રદૂષણને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારની એકદમ નજીક આવેલા ડામર પ્લાન્ટને કારણે પંચવટી, શિવાલય, શ્યામ અને શિવાલિક જેવી સોસાયટીના રહીશોનું જીવવું મુશ્કેલ બન્યું છે. આ મામલે સ્થાનિકોએ એકઠા થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્લાન્ટ હટાવવાની ઉગ્ર માંગ કરી છે. રહીશોનો આક્ષેપ છે કે ડામર પ્લાન્ટમાંથી સતત ઝેરી અને કાળો ધુમાડો નીકળે છે, જે સીધો સોસાયટીઓના ઘરોમાં પ્રવેશે છે.ભવિષ્યમાં ફેફસાંની બીમારી થવાની ભીતિઆ પ્રદૂષિત ધુમાડાને કારણે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે. શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી ફરિયાદો સામાન્ય બની ગઈ છે. ચિંતાજનક બાબત એ છે કે આ પ્રદૂષિત વિસ્તારમાં ડામર પ્લાન્ટની આસપાસ ત્રણ જેટલી શાળાઓ પણ આવેલી છે. હજારો વિદ્યાર્થીઓ દરરોજ આ ઝેરી હવાના સંપર્કમાં આવે છે, જેનાથી ભવિષ્યમાં ફેફસાંની બીમારી થવાની ભીતિ સેવાઈ રહી છે. કલેક્ટર કચેરી ખાતે આપ્યું આવેદનપત્રવારંવારની રજૂઆતો છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા રહીશોમાં ભારે આક્રોશ છે. સ્થાનિકોએ માંગ કરી છે કે જો સત્વરે આ ડામર પ્લાન્ટને રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. હાલમાં કલેક્ટર કચેરી ખાતે આપેલા આવેદનપત્ર બાદ તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward