android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : અડધો બ્રિજ અધૂરો, પણ ચમકાવવાની ઉતાવળ, નરોડા પાટિયા બ્રિજમાં મનપાની કામગીરી સામે સવાલો
calendar_today September 1, 2026

Ahmedabad : અડધો બ્રિજ અધૂરો, પણ ચમકાવવાની ઉતાવળ, નરોડા પાટિયા બ્રિજમાં મનપાની કામગીરી સામે સવાલો

અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં મનપાની કામગીરીનો વધુ એક વિચિત્ર નમૂનો સામે આવ્યો છે. અહીં બ્રિજનું બાંધકામ હજુ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું નથી, બ્રિજનો વચ્ચેનો મહત્વનો ભાગ પણ અધૂરો છે, પરંતુ જે ભાગનું કામ પૂર્ણ થયું છે ત્યાં કલરકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અધૂરા બ્રિજને અડધો ચમકાવવાની આ કામગીરીને લઈને હવે મનપાની આયોજનશક્તિ અને ખર્ચ સામે સવાલો ઊભા થયા છે.બ્રિજના કેટલાક ભાગમાં બાંધકામનું કામ ચાલુ નરોડા પાટિયા વિસ્તારનો બ્રિજ હજુ નાગરિકોના ઉપયોગ માટે સંપૂર્ણ રીતે તૈયાર થયો નથી. એક તરફ બ્રિજના કેટલાક ભાગમાં બાંધકામનું કામ ચાલુ છે, જ્યારે બીજી તરફ પૂર્ણ થયેલા ભાગ પર કલરકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે કે બ્રિજનું કામ પૂર્ણ થયા પહેલા જ તેને ચમકાવવાની કામગીરી શરૂ થતાં સ્થાનિકોમાં પણ ચર્ચા જાગી છે.વચ્ચેનો ભાગ અધૂરો, અડધા બ્રિજ પર કલરબ્રિજનો મહત્વનો વચ્ચેનો ભાગ હજુ અધૂરો હોવાનું સામે આવ્યું છે. છતાં તૈયાર થયેલા ભાગને કલરથી ચમકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થયા બાદ એકસાથે ફિનિશિંગ અને કલરકામ કરવામાં આવતું હોય છે, ત્યારે અહીં પહેલા કલરકામ શરૂ કરવાનું કારણ શું તેવો સવાલ ઊભો થયો છે.ફરી કામ થશે તો કલરનો ખર્ચ કોણ ભોગવશે?સ્થાનિકોમાં સૌથી મોટો સવાલ એ છે કે જો અધૂરા બ્રિજનું બાંધકામ પૂર્ણ કરતી વખતે પહેલેથી કલર કરાયેલા ભાગને નુકસાન થાય તો શું ફરી કલરકામ કરવું પડશે? જો ફરી ખર્ચ કરવો પડે તો તેનો બોજો આખરે નાગરિકોના પૈસા પર જ આવશે તેવી ચર્ચા છે.વિકાસકાર્ય પૂર્ણ કરવાની જગ્યાએ દેખાવ પર ભાર?એક તરફ અમદાવાદમાં અધૂરા રોડ, બ્રિજ અને અન્ય વિકાસકાર્યોને લઈને નાગરિકો પરેશાન છે. બીજી તરફ નરોડા પાટિયા ખાતે બ્રિજ સંપૂર્ણ તૈયાર થાય તે પહેલા જ કલરકામ શરૂ થતાં મનપાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.બ્રિજનું બાંધકામ ક્યારે પૂર્ણ થશે? હવે સવાલ એ છે કે બ્રિજનું બાંધકામ ક્યારે પૂર્ણ થશે? કલરકામ પહેલાં બાકી રહેલું કામ પૂર્ણ કરવાની જરૂર કેમ ન સમજાઈ? અને આ કામગીરી પાછળ કેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે? આ તમામ પ્રશ્નોના જવાબની નાગરિકો રાહ જોઈ રહ્યા છે.આ પણ વાંચો   :     Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video

Read Full Story arrow_forward
Surat: હોટ ફિક્સ કચરાના નિકાલ માટે SMC બનાવશે નવી નીતિ; સ્વચ્છતા અને રોજગાર બંને જળવાશે
calendar_today September 1, 2026

Surat: હોટ ફિક્સ કચરાના નિકાલ માટે SMC બનાવશે નવી નીતિ; સ્વચ્છતા અને રોજગાર બંને જળવાશે

સુરત શહેરના મુખ્ય ટેક્સટાઇલ હબ ગણાતા વરાછા, પુણા-સીમાડા, સરથાણા, લિંબાયત અને કતારગામ જેવા વિસ્તારોમાં ટેક્સટાઇલ પર હોટફિક્સ (નંગ અને ડાયમંડ ચોંટાડવા) નું કામ મોટા પાયે ચાલે છે. આ યુનિટ્સ મોટાભાગે રહેણાંક વિસ્તારોમાં ચાલતા હોવાથી અને તેનાથી ઉત્પન્ન થતો નકામો કચરો જાહેર રસ્તાઓ કે ડમ્પિંગ સાઇટ પર જતો હોવાથી સ્થાનિક સ્તરે ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે.સુરતમાં હોટફિક્સ કચરાની સમસ્યાતકનીકી રીતે હોટફિક્સ કચરો ઔદ્યોગિક કચરાની શ્રેણીમાં આવે છે. હોટફિક્સ સીટો કે સામગ્રી પાછળ ગુંદરનું ખાસ સ્તર હોવાના કારણે તેનું સામાન્ય પ્લાસ્ટિકની જેમ રિસાયક્લિંગ કરવું અત્યંત મુશ્કેલ બને છે. નિયમ મુજબ આ કચરાના સુરક્ષિત નિકાલની પ્રાથમિક જવાબદારી સંબંધિત ઉદ્યોગોની રહે છે, પરંતુ યોગ્ય વ્યવસ્થાના અભાવે આ સમસ્યા વિકટ બની હતી.સ્વચ્છતા અને રોજગારી બંને મહત્વપૂર્ણઆ સમસ્યાના કાયમી અને વ્યવહારુ ઉકેલ માટે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ યોજી હતી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે SMC દ્વારા પ્લાસ્ટિક અને હોટફિક્સ કચરાને અલગથી એકત્રિત કરવા માટે ખાસ પ્લોટ ફાળવવાની ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવશે.SMC અધિકારીઓ સાથે હાઇલેવલ વર્ચ્યુઅલ બેઠકઆ ગૃહઉદ્યોગ સાથે હજારો નાના વેપારીઓ અને ગરીબ કારીગરો રોજીરોટી મેળવી રહ્યા છે, તેથી કોઈ કડક પગલાંથી તેમની રોજીરોટી છીનવાય નહીં તેનું ખાસ ધ્યાન રખાશે. બેઠક બાદ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, “સ્વચ્છતા અને રોજગારી બંને મહત્વપૂર્ણ છે, બંને વચ્ચે સંતુલન જાળવીને ઉકેલ લાવવામાં આવશે.” SMC દ્વારા ટૂંક સમયમાં હોટફિક્સ કચરાના યોગ્ય કલેક્શન અને વૈજ્ઞાનિક નિકાલ માટેની નીતિ ઘડીને અમલમાં મૂકવામાં આવશે, જેથી રહેણાંક વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે.આ પણ વાંચો: Surendranagar: ભવાનીગઢમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો, 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Read Full Story arrow_forward
Cockroach Movement FIR: સરકારે વચન પાળ્યુ, SCએ રદ કરી પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે FIR
calendar_today September 1, 2026

Cockroach Movement FIR: સરકારે વચન પાળ્યુ, SCએ રદ કરી પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે FIR

દિલ્હીમાં જંતરમંતર પર CJPએ કરેલા આંદોલન સહિત અન્ય 4 રાજ્યોમાં થયેલા વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી એફઆઇઆર રદ કરવામાં આવી છે. કુલ 129 એફઆઇઆર રદ કરવામાં આવી છે.  સરકારે એફઆઇઆર રદ કરવાનું વચન આપ્યુ હતું તે પાળ્યુ છે. સુપ્રીમ કોર્ટે રદ કરી FIR મંગળવારે સરકારે સુપ્રીમ કોર્ટને કલમ 142 લાગુ કરીને એફઆઈઆર રદ કરવાની વિનંતી કરી હતી, જે અરજી કોર્ટે સ્વીકારી હતી.  ચુકાદો આપતી વખતે, ન્યાયાધીશ સૂર્યકાન્તે ટિપ્પણી કરી હતી કે આ એફઆઈઆર હવે ભૂતકાળની વાત છે અને તેના પર કોઈ કાર્યવાહી કરી શકાતી નથી. મહત્વનું છે કે  કલમ 142નો ઉપયોગ કરીને, સુપ્રીમ કોર્ટ મહત્વપૂર્ણ આદેશો પસાર કરી શકે છે જેને અન્ય કોઈપણ કોર્ટમાં પડકારી શકાતી નથી.FIR કેમ પાછી ખેંચી લેવામાં આવી?સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 25 જુલાઈએ વચન આપ્યું હતું કે જો વિરોધ પ્રદર્શનો બંધ કરવામાં આવે તો કેસ પાછા ખેંચી લેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે તેમણે દિલ્હી માટે યાદી પહેલેથી જ સુપરત કરી દીધી છે. ત્યારબાદ, બિહાર, મહારાષ્ટ્ર, આસામ અને પશ્ચિમ બંગાળે પણ કેસ પાછા ખેંચવા માટે અરજીઓ દાખલ કરી હતી, જે તેમના નિર્ણયને સમર્થન આપે છે. આ રાજ્યોમાં કુલ 129 FIR નોંધવામાં આવી હતીચુકાદો આપતી વખતે, સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે જો અન્ય રાજ્યોમાં પણ વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો સંબંધિત કોઈ કેસ નોંધાયેલા હોય, તો તપાસ આગળ ન ચલાવવી જોઈએ.દિલ્હી પોલીસ નવી FIR નોંધશેસોલિસિટર જનરલે જણાવ્યું હતું કે શારીરિક ઈજા અને મિલકતને નુકસાન પહોંચાડવા બદલ 2,873 વ્યક્તિઓ સામે નવી FIR નોંધવામાં આવી રહી છે. ચાર રાજ્યોએ સમાન વિનંતીઓ સબમિટ કરી છે. સુપ્રીમ કોર્ટે એસજીને પેરેગ્રાફ  5 વાંચવા કહ્યું, જે સ્પષ્ટ કરે છે કે ભવિષ્યમાં 2,873 વ્યક્તિઓ સામે ચોક્કસ નવી એફઆઈઆર સિવાય કોઈ નવી એફઆઈઆર નહીં થાય. ઘણા વકીલોએ આનો વિરોધ કર્યો, દલીલ કરી કે તમામ 2,873 વ્યક્તિઓની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવી જોઈએ

Read Full Story arrow_forward