Bharuch News : શિક્ષક બન્યો રાક્ષસ! આમોદની શાળામાં 2જા ધોરણના હસનૈનને પાઇપ વડે ઢોર માર મારનાર શિક્ષક સસ્પેન્ડ...
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામે આવેલી આદર્શ પ્રાથમિક કુમાર શાળામાં શિક્ષકની બર્બરતા સામે આવી હતી. સંદેશ ન્યૂઝ દ્વારા આ ગંભીર ઘટના અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ શિક્ષણ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ધોરણ 2ના માસૂમ વિદ્યાર્થીને પાઇપ વડે ઢોર માર મારનાર શિક્ષક મુબારક યુસુફ ભડ (બરફા) સામે કડક પગલાં ભરતાં શિક્ષણ વિભાગ દ્વારા તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.આમોદ TPOની સંયુક્ત તપાસમાં શિક્ષક પ્રાથમિક દ્રષ્ટિએ દોષિત જાહેરઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPO) ની સંયુક્ત ટીમ દ્વારા શાળામાં પહોંચીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ ટીમ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક વિગતો અને સાક્ષીઓની પૂછપરછમાં શિક્ષક મુબારક ભડ વિદ્યાર્થીને માર મારવાના મામલે સંપૂર્ણ દોષિત હોવાનું બહાર આવ્યું હતું. તપાસ રિપોર્ટના આધારે શિક્ષણ તંત્ર દ્વારા શિક્ષક સામે સસ્પેન્શનનું આકરું પગલું ભરવામાં આવ્યું છે.બીજા ધોરણના માસૂમ હસનૈન પર પાઇપ વડે આચર્યો હતો અત્યાચારઇખર આદર્શ પ્રાથમિક કુમાર શાળામાં અભ્યાસ કરતા અને માત્ર બીજા ધોરણમાં ભણતા માસૂમ વિદ્યાર્થી હસનૈન રિઝવાન દીવાનને શિક્ષક મુબારક ભડે કોઈપણ દયા વગર પાઇપ વડે નિર્દયતાથી માર માર્યો હતો. શિક્ષકની આ હેવાનીયતને કારણે માસૂમ બાળક શારીરિક અને માનસિક રીતે ભયભીત થઈ ગયો હતો. સંદેશ ન્યૂઝના અહેવાલના કારણે તંત્ર જાગ્યું અને શિક્ષક સામે કડક કાર્યવાહી થતાં વાલીઓ અને ગ્રામજનોએ રાહત અનુભવી છે.આ પણ વાંચો : Rajkot News : ફરાળના નામે ધાર્મિક આસ્થા સાથે ખિલવાડ, ‘જૈન સ્વિટ્સ’માંથી મળી આવી મકાઈના લોટવાળી પેટીસ
Read Full Story arrow_forward