Siddhapur : ના કાકોશીમાં સગીરા સાથે હેવાનિયત મહિલાએ જ સગીરાને ફસાવી પુરુષોને સોંપી દીધી
સિદ્ધપુર તાલુકાના કાકોશી પોલીસ સ્ટેશનના ચોપડે એક માસુમ સગીરા સાથે હેવાનિયતની હદ પાર કરતો એક ગંભીર કેસ નોંધાયો છે. પંથકમાં રહેતી એક 15 વર્ષીય સગીરાને એક પરિચિત મહિલાએ વિશ્વાસમાં લઈને લાલચ આપી એક નરાધમ સાથે વિશ્વાસ કેળવવા સમજાવીને આરોપી મહિલાના ઘરે તેમજ અન્ય જગ્યાએ મળાવતાં નરાધમે સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ તેના બિભત્સ ફોટા પાડીને અન્ય એક શખ્સ પાસે મોકલતાં તેણે પણ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી વિડિયો ઉતારી લીધો હતો. સીલસીલો આટલે ના અટકતાં આરોપીઓ દ્વારા ફરીથી અવાવરૂ ઓરડીમાં સગીરા સાથેદુષ્કર્મ આચરી માર મારી તેના કાકાના હવાલે કરતાં તેણે પણ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મહિલા સહિત ચાર આરોપી વિરુદ્ધ કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. સંવેદનશીલ મામલો હોવાથી સિદ્ધપુર પીઆઈ એમ.કે. ઝાલાએ વધું તપાસ હાથ ધરીને મહિલા આરોપી રંજન પરમાર અને અમન વિક્રમભાઈ વાદીને દબોચી વધું તપાસ હાથ ધરી છે. હજુ બે શખ્સો પોલીસ પકડથી દુર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઝડપાયેલ શખ્સ પાસેથી પરીક્ષા કબજે કરી છે.કાકોશી પોલીસ સ્ટેશનમાં પંથકમાં રહેતી 15 વર્ષીય સગીરાએ ફરીયાદ નોંધાવી છે કે રંજનબેન પુનમભાઈ પરમારની મહિલાએ તેને વિશ્વાસ અને લાલચ આપી તેના માણસ અમન વિક્રમભાઈ વાદી સાથે વિશ્વાસ કેળવવા સમજાવી તેના ઘરે તેમજ અન્ય જગ્યાએ અમન વાદી સાથે મોકલીને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરાવ્યું હતું તેમજ બિભત્સ ફોટા પડાવી લીધા હતા. ત્યારબાદ અન્ય હરેશ કમલેશભાઈ પરમાર સાથે મોકલતાં તેણે પણ સગીરા પર દુષ્કર્મ આચરી વિડિયો ઉતારી લીધો હતો. હેવાનિયત આટલે ના અટકતાં ગત 5 ઓક્ટોબરે અમન વાદીએ એક ગામની નજીક અવાવરૂ ઓરડીમાં સાંજે 6થી 8 વાગ્યા સુધી દુષ્કર્મ આચરીને માર માર્યો હતો. તેમજ અમન વાદીના કાકા દ્વારા પણ પુલ નજીક નહેર પર સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી તમામ આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતાં આખરે સગીરાએ ફરીયાદ નોંધાવી છે. જેની તપાસ સિદ્ધપુર પીઆઈ એમ.કે. ઝાલાએ હાથ ધરીને તાત્કાલિક અસરથી ટીમો બનાવી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કરતાં ગણતરીના કલાકોમાં જ મહિલા આરોપી રંજનબેન પરમાર અને અમન વિક્રમભાઈ વાદીની ધરપકડ કરી વધું તપાસ હાથ ધરી છે. પોલીસે અમન વાદી પાસેથી રીક્ષા કબજે કરી હોવાનું તપાસ અધિકારી પીઆઈ એમ.કે.ઝાલાએ જણાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward