Mahesana : દેણપમાં હજારો ભક્તોની હાજરીમાં આઠમની આરતી થઈ
મહેસાણા જિલ્લાના દેણપ ગામમાં સદીઓ જુની માનતા અને માતાજીના કરવટાની પરંપરા આજે પણ આધુનિક યુગમાં યથાવત જળવાઈ છે. ધંધા-રોજગાર અને શિક્ષણ માટે દેશ-વિદેશમાં સ્થળાંતર થયેલા દેણપના પાટીદાર સહિતના તમામ ગ્રામજનો નવરાત્રિમાં અચૂક ગામમાં આવે છે અને અંબાજી માતાની સેવા-પૂજા -આરતીનો લાભ લેવાનું ચુકતા નથી. દેણપના ગ્રામજનો પરિવારમાં પુત્ર જન્મ કે પુત્ર-પુત્રીના લગ્ન અથવા ભાણેજના જન્મના વર્ષે નવરાત્રિ નકોરડા ઉપવાસ સાથે અંબાજી માતાના મંદિરમાં રહીને માતાજીની સેવાપૂજા કરે છે. મંદિરમાં ચાર વખત થતી આરતીમાં ભાગ લઈ રાત્રિ રોકાણ પણ મંદિરમાં જ કરવાનું કરવટાની પરંપરા હોંશે હોંશે નિભાવે છે. આ વર્ષે પણ 652 જેટલા ઉપવાસીઓ મંદિરમાં સળંગ આઠ દિવસ માતાજીના સાનિધ્યમાં રહ્યા હતા. આઠમના દિવસે મુખ્ય આરતીની ઉછામણીમાં ગામના સ્વ. પટેલ કાશીબેન જોઈતારામભાઈ અંબારામભાઈ (ગામી) પરિવારે રૂ. 21.10 લાખની ઉછામણી બોલીને માતાજીના આરતીના મુખ્ય યજમાન બનવાનો લાભ લીધો હતો. દેણપના વતની હોય અને વિદેશમાં રહેતા હોય કે દેશમાં અન્ય ઠેકાણે પણ દેણપના અંબાજી માતામાં દરેક ગ્રામજનો અતૂટ શ્રધ્ધા ધરાવે છે. આ આઠમે દેણપના અંબાજી મંદિરમાં 10 હજારથી વધુ ભાવિકો આરતીમાં જોડાયા હતા અને મશાલ આરતીનો લાભ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward