android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
vijayadashami wishes : PM મોદીથી અમિત શાહ સુધીના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું!
calendar_today October 20, 2026

vijayadashami wishes : PM મોદીથી અમિત શાહ સુધીના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું!

વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના અનેક મોટા નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ આ તહેવાર સૌના જીવનમાં નવી શક્તિ, સુખ અને સફળતા લઈને આવે તેવી પ્રાર્થના કરી છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ દેશવાસીઓને વિજયાદશમીની શુભકામનાઓ આપી છે.આ પર્વને અધર્મ પર ધર્મ, અસત્ય પર સત્ય અને બુરાઈ પર અચ્છાઈની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. દેશના નેતાઓએ પણ પોતાના સંદેશમાં આ પર્વના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને ઉજાગર કર્યું છે.PM મોદીએ દેશવાસીઓને શું કહ્યું?વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને દેશવાસીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે લખ્યું કે આ ઉત્સાહ અને વિશ્વાસનો પર્વ સૌના સંકલ્પને નવી શક્તિ આપે.વડાપ્રધાને સૌના જીવનમાં સુખ, સૌભાગ્ય અને સફળતા વધે તેવી શુભકામના પણ વ્યક્ત કરી હતી. તેમના સંદેશમાં ભગવાન શ્રીરામના આદર્શો અને વિજયાદશમીના મહત્વનો ભાવ જોવા મળ્યો હતો. રાજનાથ સિંહે બુરાઈ પર અચ્છાઈની જીતનો સંદેશ આપ્યોરક્ષામંત્રી રાજનાથ સિંહે પણ વિજયાદશમીના પવિત્ર પર્વ પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.તેમણે જણાવ્યું કે વિજયાદશમી અધર્મ પર ધર્મ, અસત્ય પર સત્ય અને બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે. આ પર્વ આપણી આસ્થા, સભ્યતા અને સાંસ્કૃતિક પરંપરાનો ઉત્સવ પણ છે.રાજનાથ સિંહે પ્રાર્થના કરી કે આ પવિત્ર પર્વ દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. સાથે જ સમાજમાં એકતા, સદભાવ અને પરસ્પર ભાઈચારાની ભાવના વધુ મજબૂત બને. યોગી આદિત્યનાથે ભગવાન શ્રીરામના આદર્શો યાદ કરાવ્યાઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભગવાન શ્રીરામના જીવનમૂલ્યોને યાદ કરતાં લોકોને અહંકાર અને નકારાત્મકતાનો ત્યાગ કરવાની પ્રેરણા આપી હતી.યોગી આદિત્યનાથના સંદેશ અનુસાર, વિજયાદશમીનો પર્વ લોકોને સત્ય, સદાચાર અને લોકકલ્યાણના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. તેમણે ભગવાન શ્રીરામને સૌના જીવનમાં સુખ, શાંતિ અને કલ્યાણ જાળવી રાખવા પ્રાર્થના કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ પાઠવી શુભકામનાઓરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશ અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી.તેમણે જણાવ્યું હતું કે વિજયાદશમી ભગવાન શ્રીરામની રાવણ પરની જીતનું પ્રતીક છે. ભગવાન શ્રીરામને ધર્મનિષ્ઠા અને નૈતિક આચરણના આદર્શ તરીકે પૂજવામાં આવે છે. આ પર્વ અધર્મ અને અન્યાય સામે ધર્મ અને ન્યાયની જીતનો સંદેશ આપે છે.રાષ્ટ્રપતિએ ભારતીય સંસ્કૃતિમાં નૈતિકતા અને કર્તવ્યના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે લોકોને સાંસ્કૃતિક પરંપરાઓના ઉત્તમ આદર્શોને જાળવી રાખવા અને સમાવેશી સમાજ તથા વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી.વિજયાદશમીનો પર્વ આપે છે સત્યના માર્ગે ચાલવાની પ્રેરણાવિજયાદશમી માત્ર ધાર્મિક તહેવાર નથી, પરંતુ સત્ય, ન્યાય અને સદાચારના માર્ગે ચાલવાનો સંદેશ આપતો પર્વ પણ છે. દેશના નેતાઓના શુભેચ્છા સંદેશમાં પણ આ જ ભાવ જોવા મળ્યો છે.આ પર્વ લોકોને નકારાત્મકતા છોડીને સારા વિચારો અને સકારાત્મક કાર્યો અપનાવવા પ્રેરિત કરે છે. દેશભરમાં વિજયાદશમીની ઉજવણી વચ્ચે નેતાઓએ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને રાષ્ટ્રની પ્રગતિ માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.આ પણ વાંચો - PM Modiની વિદેશ યાત્રાના રેકોર્ડ પર પડી ગયો પડદો, આખરે હાઈકોર્ટે કેમ રોક લગાવી ?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અઢારે આલમની અખંડ એકતાનું પ્રતીક: રૂપાલમાં મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી નીકળી
calendar_today October 20, 2026

Gujarat Latest News Live : અઢારે આલમની અખંડ એકતાનું પ્રતીક: રૂપાલમાં મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી નીકળી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gandhinagar: રૂપાલમાં મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી નીકળી, હૈયેહૈયું દળાય તેવી ભીડ વચ્ચે ભક્તો થયા ભાવવિભોર
calendar_today October 20, 2026

Gandhinagar: રૂપાલમાં મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી નીકળી, હૈયેહૈયું દળાય તેવી ભીડ વચ્ચે ભક્તો થયા ભાવવિભોર

નવરાત્રિના નવમા નોરતે ગાંધીનગર તાલુકાના પવિત્ર યાત્રાધામ રૂપાલ ગામે આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનો અલૌકિક ત્રિવેણી સંગમ સર્જાયો હતો. આસો સુદ નોમના પાવન અવસરે વર્ષો જૂની પૌરાણિક પરંપરા મુજબ જગતજનની મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી નીકળી હતી. મોડી રાત સુધી ચાલેલી શાસ્ત્રોક્ત તૈયારીઓ બાદ વહેલી સવારે ૩.૪૫ કલાકે નિજ મંદિર પરિસરમાંથી પલ્લીનું પ્રસ્થાન થયું હતું. ગામના નિર્ધારિત 27 ચોક (ચકલા) માંથી જ્યારે પલ્લી પસાર થઈ ત્યારે દેશ-વિદેશથી ઉમટેલા લાખો માઈભક્તોએ અંદાજે 5 થી 6 લાખ કિલો શુદ્ધ દેશી ઘીનો અવિરત અભિષેક કર્યો હતો. રૂપાલની શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દિવ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા, જેને જોઈને ઉપસ્થિત લાખો ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા.અઢારે આલમની એકતારૂપાલની પલ્લી માત્ર ધાર્મિક માનતા પૂરતી સીમિત નથી, પરંતુ સદીઓથી સામાજિક સમરસતા અને સર્વધર્મ સમભાવની જીવંત મિસાલ છે. ગામના તમામ સમાજના લોકો સાથે મળીને રાતભર સેવા આપી આ પલ્લીનું નિર્માણ કરે છે. વાલ્મીકિ સમાજ પલ્લી માટે ખીજડાનું પવિત્ર લાકડું લાવવાની સેવા બજાવે છે.વાળંદ સમાજ વરખડા (વરખ) ના સોટા લાવીને પલ્લીના માળખાને કલાત્મક રીતે શણગારે છે.કુંભાર સમાજ પલ્લી પર સ્થાપિત કરવા માટે માટીના પવિત્ર કુંડા ઘડી આપે છે.પંચાલ સમાજ પલ્લીના જોડાણ માટે જરૂરી લાકડાના ખીલા તૈયાર કરી આપે છે.પિંજારા સમાજ કુંડામાં પ્રગટાવવાની જ્યોત માટે કપાસ પૂરીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.માળી સમાજ તાજા પુષ્પો અને મનોહર ફૂલહારથી માતાજીના રથને સુશોભિત કરે છે.બ્રાહ્મણ સમાજ વિધિવત મંત્રોચ્ચાર સાથે માતાજીનો નૈવેદ્ય અને પંચામૃત પ્રસાદ તૈયાર કરે છે.ગંગાજળ, ગાયના છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કરાયેલા સ્થળે માતાજીની છબી, ગોખ અને પાંચ માટીના કુંડા સ્થાપિત કરીને પલ્લીને દિવ્ય સ્વરૂપ આપવામાં આવે છે.5000 વર્ષ જૂનો પાંડવકાલીન ઇતિહાસઆ પાવન ઉત્સવ સાથે મહાભારત કાળનો રોચક ઇતિહાસ વણાયેલો છે.12 વર્ષના વનવાસ અને એક વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો રૂપાલના વન વિસ્તારમાં આવ્યા હતા.અર્જુન સહિત પાંડવોએ પોતાના દિવ્ય શસ્ત્રો અહીંના 'વરખડા'ના વૃક્ષ નીચે છુપાવ્યા હતા અને શસ્ત્રોની રક્ષા માટે મા વરદાયિનીની અખંડ આરાધના કરી હતી.કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયા બાદ પાંડવો, ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદીએ આસો સુદ નોમના દિવસે માતાજીની સોનાની પલ્લી બનાવી, પાંચ કુંડ સ્થાપી ગામમાં પલ્લીયાત્રા કાઢી પંચબલી યજ્ઞ કર્યો હતો. તે સમયથી આજ દિન સુધી આ પરંપરા શ્રદ્ધાપૂર્વક અવિરત ચાલી આવે છે.27 ચોકમાં પરિભ્રમણ, 5 થી 6 લાખ કિલો ઘીનો મહાઅભિષેકપલ્લી યાત્રા દરમિયાન ભક્તિનો અભૂતપૂર્વ જુવાળ જોવા મળ્યો.શ્રદ્ધાળુઓએ માનતા પૂર્ણ કરવા માટે અગાઉથી જ ટ્રેક્ટર-ટ્રોલી, પીપડા અને સ્ટીલના મોટા વાસણોમાં લાખો લિટર શુદ્ધ ઘીનો સંગ્રહ કરી રાખ્યો હતો.ગામમાં મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબે ઘૂમી હતી, જ્યારે યુવાનો જયઘોષ સાથે પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ ગયા હતા.ખાસ કરીને નવજાત શિશુના જન્મ બાદ માતાજીના દર્શન કરાવી ઘી ચઢાવવાની અહીં વર્ષો જૂની માનતા હોવાથી હજારો પરિવારો બાળકો સાથે પહોંચ્યા હતા.રસ્તાઓ પર ઘીની નદીઓ વહી નીકળવા છતાં એક પણ શ્રદ્ધાળુ લપસી પડતો નથી કે કોઈ દુર્ગંધ આવતી નથી, જેને ભક્તો માતાજીનો સાક્ષાત ચમત્કાર ગણાવે છે.પલ્લી સંપન્ન થયા બાદ લોકોએ ઘી એકત્ર કર્યુંપલ્લી નિર્ધારિત 27 ચોકમાંથી પસાર થઈને નિજ મંદિરે પરત ફર્યા બાદ પણ અનોખા દ્રશ્યો સર્જાયા. પલ્લી માર્ગો પર વહી ગયેલું પવિત્ર ઘી એકત્ર કરવા માટે સ્થાનિક લોકો અને ભક્તો વાસણો લઈને ઉમટી પડ્યા હતા.શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે, આ સાક્ષાત મા વરદાયિનીનો પ્રસાદ છે. આ ઘીને ઘરે લઈ જઈને ગરમ કરી, કપડાથી ગાળીને શુદ્ધ કરવામાં આવશે અને આખું વર્ષ ઘરમાં પવિત્ર પ્રસાદી તેમજ દીવા-બત્તી કે ઔષધ તરીકે ઉપયોગમાં લેવાશે.આ પણ વાંચો: October 20 2026: ગૃહમંત્રી અમિત શાહ કાલે પંજાબના પ્રવાસે, દિલ્હીમાં કોકરોચનું દહન કરાશે, કાલે વિમાનોના પૈડાં થંભી જશે

Read Full Story arrow_forward