android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અઢારે આલમની અખંડ એકતાનું પ્રતીક: રૂપાલમાં મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી નીકળી
calendar_today October 20, 2026

Gujarat Latest News Live : અઢારે આલમની અખંડ એકતાનું પ્રતીક: રૂપાલમાં મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી નીકળી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gandhinagar: રૂપાલમાં મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી નીકળી, હૈયેહૈયું દળાય તેવી ભીડ વચ્ચે ભક્તો થયા ભાવવિભોર
calendar_today October 20, 2026

Gandhinagar: રૂપાલમાં મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી નીકળી, હૈયેહૈયું દળાય તેવી ભીડ વચ્ચે ભક્તો થયા ભાવવિભોર

નવરાત્રિના નવમા નોરતે ગાંધીનગર તાલુકાના પવિત્ર યાત્રાધામ રૂપાલ ગામે આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનો અલૌકિક ત્રિવેણી સંગમ સર્જાયો હતો. આસો સુદ નોમના પાવન અવસરે વર્ષો જૂની પૌરાણિક પરંપરા મુજબ જગતજનની મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી નીકળી હતી. મોડી રાત સુધી ચાલેલી શાસ્ત્રોક્ત તૈયારીઓ બાદ વહેલી સવારે ૩.૪૫ કલાકે નિજ મંદિર પરિસરમાંથી પલ્લીનું પ્રસ્થાન થયું હતું. ગામના નિર્ધારિત 27 ચોક (ચકલા) માંથી જ્યારે પલ્લી પસાર થઈ ત્યારે દેશ-વિદેશથી ઉમટેલા લાખો માઈભક્તોએ અંદાજે 5 થી 6 લાખ કિલો શુદ્ધ દેશી ઘીનો અવિરત અભિષેક કર્યો હતો. રૂપાલની શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દિવ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા, જેને જોઈને ઉપસ્થિત લાખો ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા.અઢારે આલમની એકતારૂપાલની પલ્લી માત્ર ધાર્મિક માનતા પૂરતી સીમિત નથી, પરંતુ સદીઓથી સામાજિક સમરસતા અને સર્વધર્મ સમભાવની જીવંત મિસાલ છે. ગામના તમામ સમાજના લોકો સાથે મળીને રાતભર સેવા આપી આ પલ્લીનું નિર્માણ કરે છે. વાલ્મીકિ સમાજ પલ્લી માટે ખીજડાનું પવિત્ર લાકડું લાવવાની સેવા બજાવે છે.વાળંદ સમાજ વરખડા (વરખ) ના સોટા લાવીને પલ્લીના માળખાને કલાત્મક રીતે શણગારે છે.કુંભાર સમાજ પલ્લી પર સ્થાપિત કરવા માટે માટીના પવિત્ર કુંડા ઘડી આપે છે.પંચાલ સમાજ પલ્લીના જોડાણ માટે જરૂરી લાકડાના ખીલા તૈયાર કરી આપે છે.પિંજારા સમાજ કુંડામાં પ્રગટાવવાની જ્યોત માટે કપાસ પૂરીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.માળી સમાજ તાજા પુષ્પો અને મનોહર ફૂલહારથી માતાજીના રથને સુશોભિત કરે છે.બ્રાહ્મણ સમાજ વિધિવત મંત્રોચ્ચાર સાથે માતાજીનો નૈવેદ્ય અને પંચામૃત પ્રસાદ તૈયાર કરે છે.ગંગાજળ, ગાયના છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કરાયેલા સ્થળે માતાજીની છબી, ગોખ અને પાંચ માટીના કુંડા સ્થાપિત કરીને પલ્લીને દિવ્ય સ્વરૂપ આપવામાં આવે છે.5000 વર્ષ જૂનો પાંડવકાલીન ઇતિહાસઆ પાવન ઉત્સવ સાથે મહાભારત કાળનો રોચક ઇતિહાસ વણાયેલો છે.12 વર્ષના વનવાસ અને એક વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો રૂપાલના વન વિસ્તારમાં આવ્યા હતા.અર્જુન સહિત પાંડવોએ પોતાના દિવ્ય શસ્ત્રો અહીંના 'વરખડા'ના વૃક્ષ નીચે છુપાવ્યા હતા અને શસ્ત્રોની રક્ષા માટે મા વરદાયિનીની અખંડ આરાધના કરી હતી.કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયા બાદ પાંડવો, ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદીએ આસો સુદ નોમના દિવસે માતાજીની સોનાની પલ્લી બનાવી, પાંચ કુંડ સ્થાપી ગામમાં પલ્લીયાત્રા કાઢી પંચબલી યજ્ઞ કર્યો હતો. તે સમયથી આજ દિન સુધી આ પરંપરા શ્રદ્ધાપૂર્વક અવિરત ચાલી આવે છે.27 ચોકમાં પરિભ્રમણ, 5 થી 6 લાખ કિલો ઘીનો મહાઅભિષેકપલ્લી યાત્રા દરમિયાન ભક્તિનો અભૂતપૂર્વ જુવાળ જોવા મળ્યો.શ્રદ્ધાળુઓએ માનતા પૂર્ણ કરવા માટે અગાઉથી જ ટ્રેક્ટર-ટ્રોલી, પીપડા અને સ્ટીલના મોટા વાસણોમાં લાખો લિટર શુદ્ધ ઘીનો સંગ્રહ કરી રાખ્યો હતો.ગામમાં મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબે ઘૂમી હતી, જ્યારે યુવાનો જયઘોષ સાથે પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ ગયા હતા.ખાસ કરીને નવજાત શિશુના જન્મ બાદ માતાજીના દર્શન કરાવી ઘી ચઢાવવાની અહીં વર્ષો જૂની માનતા હોવાથી હજારો પરિવારો બાળકો સાથે પહોંચ્યા હતા.રસ્તાઓ પર ઘીની નદીઓ વહી નીકળવા છતાં એક પણ શ્રદ્ધાળુ લપસી પડતો નથી કે કોઈ દુર્ગંધ આવતી નથી, જેને ભક્તો માતાજીનો સાક્ષાત ચમત્કાર ગણાવે છે.પલ્લી સંપન્ન થયા બાદ લોકોએ ઘી એકત્ર કર્યુંપલ્લી નિર્ધારિત 27 ચોકમાંથી પસાર થઈને નિજ મંદિરે પરત ફર્યા બાદ પણ અનોખા દ્રશ્યો સર્જાયા. પલ્લી માર્ગો પર વહી ગયેલું પવિત્ર ઘી એકત્ર કરવા માટે સ્થાનિક લોકો અને ભક્તો વાસણો લઈને ઉમટી પડ્યા હતા.શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે, આ સાક્ષાત મા વરદાયિનીનો પ્રસાદ છે. આ ઘીને ઘરે લઈ જઈને ગરમ કરી, કપડાથી ગાળીને શુદ્ધ કરવામાં આવશે અને આખું વર્ષ ઘરમાં પવિત્ર પ્રસાદી તેમજ દીવા-બત્તી કે ઔષધ તરીકે ઉપયોગમાં લેવાશે.આ પણ વાંચો: October 20 2026: ગૃહમંત્રી અમિત શાહ કાલે પંજાબના પ્રવાસે, દિલ્હીમાં કોકરોચનું દહન કરાશે, કાલે વિમાનોના પૈડાં થંભી જશે

Read Full Story arrow_forward
Gandhinagar: મંડળી ગરબામાં બાઉન્સરોની દાદાગીરી સામે પોલીસ એક્શન; સાંતેજ પોલીસ મથકે FIR
calendar_today October 20, 2026

Gandhinagar: મંડળી ગરબામાં બાઉન્સરોની દાદાગીરી સામે પોલીસ એક્શન; સાંતેજ પોલીસ મથકે FIR

ગાંધીનગર જિલ્લાના નાસ્મેદ ગામની સીમમાં આયોજિત જાણીતા અને હાઈ-પ્રોફાઈલ ‘મંડળી ગરબા મહોત્સવ’ માં આઠમા નોરતે સર્જાયેલી હિંસક બબાલ અને અફરાતફરીના મામલે આખરે કાયદાકીય સકંજો કસાયો છે. ગરબામાં પ્રવેશ દરમિયાન પાસ સ્કેનિંગ કરવાના સામાન્ય મુદ્દે સિક્યોરિટી બાઉન્સરો દ્વારા યુવકો પર કરવામાં આવેલા જીવલેણ હુમલા સંદર્ભે સાંતેજ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાઉન્સરોએ કાયદો હાથમાં લઈને યુવકો પર ખુલ્લી તલવાર, લાકડાના ધોકા અને લોખંડની સાંકળો વડે ખૂની હુમલો કર્યો હતો. આ હિંસક મારામારીમાં રાંચરડા ગામના મૌલિક ઠાકોર સહિત અનેક યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જે પૈકી બે યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પાસ સ્કેનિંગના મુદ્દે તકરાર વધી અને બાઉન્સરો હથિયારો સાથે તૂટી પડ્યાપોલીસ ફરિયાદમાં દર્શાવેલી પ્રાથમિક વિગતો મુજબ નાસ્મેદ ગામની સીમમાં ચાલી રહેલા ‘મંડળી ગરબા’ના મુખ્ય પ્રવેશ દ્વાર પર ખેલૈયાઓ અને યુવકો એન્ટ્રી કરી રહ્યા હતા ત્યારે પાસ સ્કેનિંગની પ્રક્રિયા બાબતે બાઉન્સરો સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી.વાતચીત દરમિયાન ઉશ્કેરાયેલા સિક્યોરિટી ગાર્ડ્સ અને બાઉન્સરોએ ગેરવર્તણૂક શરૂ કરી હતી અને જોતજોતામાં ગેટ પર તૈનાત અન્ય બાઉન્સરો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા. કોઈ પણ દયા રાખ્યા વગર બાઉન્સરોએ પોતાની પાસે અગાઉથી સંતાડી રાખેલા હથિયારો  લાકડીઓ, લોખંડની જાડી સાંકળો તેમજ તીક્ષ્ણ તલવારો કાઢીને યુવકો પર હુમલો કરી દીધો હતો.બે યુવકો હોસ્પિટલમાં દાખલઅચાનક થયેલા આ ઘાતકી હુમલાના પગલે ભારે નાસભાગ મચી ગઈ હતી.નજીકના રાંચરડા ગામના રહેવાસી મૌલિક ઠાકોર તેમજ તેમની સાથે આવેલા અન્ય મિત્રો પર બાઉન્સરોએ નિર્દયતાપૂર્વક હુમલો કર્યો હતો.લોખંડની સાંકળો અને લાકડીઓના આડેધડ ફટકા વાગવાથી અનેક યુવકો લોહીલુહાણ થઈને ગ્રાઉન્ડ પર ઢળી પડ્યા હતા.ગંભીર ઈજાઓ પહોંચતાં બે યુવકોને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ પર તબીબો નજર રાખી રહ્યા છે.સાંતેજ પોલીસે સિક્યોરિટી બાઉન્સરો સામે નોંધ્યો ગુનોઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.ભોગ બનનાર યુવકોની ફરિયાદના આધારે ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમાં સિક્યોરિટી બાઉન્સરો વિરુદ્ધ રાયોટિંગ, હુમલો કરવો અને ઘાતક હથિયારો વડે ઈજા પહોંચાડવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી (CCTV) ફૂટેજ તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો કબ્જે કરીને મારપીટ કરનારા ચોક્કસ બાઉન્સરોની ઓળખ કરવાની કવાયત હાથ ધરી છે.ગરબા મહોત્સવના સંચાલકોએ સિક્યોરિટી માટે કઈ એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને ગેટ પર બાઉન્સરો પાસે તલવાર જેવા ગેરકાયદે હથિયારો ક્યાંથી આવ્યા તે દિશામાં પણ પોલીસે આયોજકોની પૂછપરછ શરૂ કરી છે.આ પણ વાંચો: Gandhinagar: રૂપાલમાં મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી નીકળી, હૈયેહૈયું દળાય તેવી ભીડ વચ્ચે ભક્તો થયા ભાવવિભોર

Read Full Story arrow_forward