android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Death Threat: 'કટ્ટર આતંકવાદીઓ ટૂંક સમયમાં તમને મારી નાખશે', Chirag Paswanને જાનથી મારી નાખવાની ધમકી મળી
calendar_today September 1, 2026

Death Threat: 'કટ્ટર આતંકવાદીઓ ટૂંક સમયમાં તમને મારી નાખશે', Chirag Paswanને જાનથી મારી નાખવાની ધમકી મળી

આ ધમકી બાદ, તેમની ઓફિસે કેન્દ્રીય ગૃહ સચિવને પત્ર લખીને સુરક્ષા વધારવા અને જરૂરી કાર્યવાહી કરવાની વિનંતી કરી છે.કોણે આપી ધમકી ? કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી તેમને ટપાલ દ્વારા મોકલવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ધમકીભર્યા પત્ર મળવાથી ચિરાગ પાસવાનની સલામતી અંગે ચિંતા વધી છે. તેમની ઓફિસે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને કેન્દ્રીય ગૃહ સચિવને પત્ર લખીને ઘટનાની જાણ કરી છે અને જરૂરી કાર્યવાહીની માંગ કરી છે.શુ લખાયુ છે પત્રમાં ? ચિરાગ પાસવાનને મોકલવામાં આવેલા ધમકીભર્યા પત્રમાં લખ્યું છે કે, "તમને ટૂંક સમયમાં કટ્ટર આતંકવાદીઓ દ્વારા મારી નાખવામાં આવશે." ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરવા અને પત્ર ક્યાં મોકલવામાં આવ્યો તે નક્કી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તપાસ પત્રના સ્ત્રોત અને મોકલનાર વિશે માહિતી એકત્રિત કરી રહી છે. હાલમાં તે સ્પષ્ટ નથી કે ચિરાગ પાસવાનને આપવામાં આવેલી ધમકી પાછળ કોણ છે અને તેનો હેતુ શું હતો. મામલાની ગંભીરતાને જોતાં, સંબંધિત એજન્સીઓ ધમકીની તપાસ કરી રહી છે. અનામતનો મુદ્દો હતો ચર્ચામાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન અનામત મુદ્દે સમાચારમાં છે. ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝીએ અનામતમાં પેટા વર્ગીકરણ અને 'ક્રીમી લેયર'ના મુદ્દા પર એકબીજાના રાજીનામાની માંગણી કરી હતી. ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી અને તેમના પુત્ર સંતોષ કુમાર સુમન, જે બિહાર સરકારમાં મંત્રી છે, તેમના રાજીનામાની માંગણી કરી હતી. ચિરાગે કહ્યું કે જો માંઝી અને તેમનો પુત્ર અનુસૂચિત જાતિ અનામતમાં 'ક્રીમી લેયર' અથવા પેટા-વર્ગીકરણના અમલીકરણની તરફેણ કરે છે, તો પછી, અનામતનો લાભ મેળવી ચૂક્યા પછી, તેમણે પહેલા નૈતિક ધોરણે તેમના કેન્દ્રીય મંત્રીપદ અને મંત્રી પદ પરથી રાજીનામું આપવું જોઈએ.આ પણ વાંચોઃ S-400ની સફળતા બાદ રશિયાની ભારતને મોટી ઓફર, S-500 અને Su-57 મળશે?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  નેપાળ : પૂરથી મૃત્યુઆંક 1003 પર પહોંચ્યો
calendar_today September 1, 2026

Gujarat Latest News Live : નેપાળ : પૂરથી મૃત્યુઆંક 1003 પર પહોંચ્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Vadodara: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે આવશે વડોદરા, MSU ના પદવીદાન સમારંભમાં આપશે હાજરી
calendar_today September 1, 2026

Vadodara: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે આવશે વડોદરા, MSU ના પદવીદાન સમારંભમાં આપશે હાજરી

ગુજરાતની નામાંકિત અને ઐતિહાસિક એવી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) માટે આગામી 23 સપ્ટેમ્બરનો દિવસ ખાસ બની રહેશે. ભારતના દેશના પ્રથમ નાગરિક અને માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ૨૩ સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ MSU ના વાર્ષિક પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહેશે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે આવશે વડોદરારાષ્ટ્રપતિના હસ્તે યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના તેજસ્વી વિદ્યાર્થીઓને પદવીઓ તેમજ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રપતિની ઉપસ્થિતિને પગલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સત્તાધીશોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.પોતાના વડોદરા પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે અને આધ્યાત્મિક તથા સામાજિક સંદેશ પાઠવશે.MSU ના વાર્ષિક પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિરાષ્ટ્રપતિના આગમનને પગલે વડોદરા શહેર પોલીસ, એસપીજી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના આકરા ઇંતઝામ અને હાઇ-એલર્ટ પ્રોટોકોલ ગોઠવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારંભના સ્થળ, સ્ટેજ અને બેઠક વ્યવસ્થા અંગેની તજવીજ તેજ કરી દેવામાં આવી છે.આ પણ વાંચો: Surat: હોટ ફિક્સ કચરાના નિકાલ માટે SMC બનાવશે નવી નીતિ; સ્વચ્છતા અને રોજગાર બંને જળવાશે

Read Full Story arrow_forward