android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Air Vice Marshal Shakti Sharmaએ રચ્યો નવો ઈતિહાસ, ટુ-સ્ટાર રેન્ક મેળવનારી પ્રથમ નોન-મેડિકલ મહિલા અધિકારી બન્યા
calendar_today September 1, 2026

Air Vice Marshal Shakti Sharmaએ રચ્યો નવો ઈતિહાસ, ટુ-સ્ટાર રેન્ક મેળવનારી પ્રથમ નોન-મેડિકલ મહિલા અધિકારી બન્યા

ભારતીય વાયુસેનાની એર વાઈસ માર્શલ શક્તિ શર્માએ ભારતીય સશસ્ત્ર દળોમાં નવો ઈતિહાસ રચ્યો છે. તેઓ ટુ-સ્ટાર રેન્ક મેળવનારી પ્રથમ નોન-મેડિકલ મહિલા અધિકારી બન્યા છે. 1 સપ્ટેમ્બર, 2026થી તેમણે એર હેડક્વાર્ટરમાં Assistant Chief of Air Staff (Education) તરીકેની જવાબદારી સંભાળી છે. 1 સપ્ટેમ્બરે મહત્વપૂર્ણ પદનો કાર્યભાર સંભાળ્યોરક્ષા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શક્તિ શર્માએ 1 સપ્ટેમ્બરના રોજ આ મહત્વપૂર્ણ પદનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ 18 જૂન, 1994ના રોજ ભારતીય વાયુસેનાની એજ્યુકેશન બ્રાન્ચમાં જોડાયા હતા. ત્યારથી અત્યાર સુધીના ત્રણ દાયકાથી વધુ લાંબા સૈન્ય કારકિર્દીમાં તેમણે અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.32 વર્ષનું ગૌરવપૂર્ણ સૈન્ય કરિયરશક્તિ શર્માનો સૈન્ય પ્રવાસ લગભગ 32 વર્ષનો રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તેમણે ફીલ્ડ સ્ટેશન, કમાન્ડ હેડક્વાર્ટર, ટ્રેનિંગ સેન્ટર અને એર હેડક્વાર્ટર સહિત વિવિધ મહત્વપૂર્ણ સ્થળોએ જવાબદારીઓ સંભાળી છે. તેમણે શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત વ્યૂહાત્મક સંરક્ષણ સહયોગને પ્રોત્સાહન આપવા માટે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના પ્રયાસોથી IIT કાનપુર અને પુણે યુનિવર્સિટીમાં ભારતીય વાયુસેનાની 'Chair of Excellence'ની સ્થાપના કરવામાં આવી હતી.ત્રણેય સેનામાં પ્રથમ મહિલા અધિકારી તરીકે પણ સેવા આપીશક્તિ શર્માએ અગાઉ કપુરથલા ખાતે પ્રિન્સિપલ તરીકે સેવા આપતી વખતે ત્રણેય સેનાઓમાં આ પ્રકારની જવાબદારી સંભાળનાર પ્રથમ મહિલા અધિકારી તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની નવી નિમણૂક અને પ્રમોશનને ભારતીય સશસ્ત્ર દળોમાં મહિલાઓની વધતી ભૂમિકા માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે જોવામાં આવી રહ્યું છે. ટુ-સ્ટાર રેન્ક સુધી પહોંચનાર પ્રથમ નોન-મેડિકલ મહિલા અધિકારી તરીકેની તેમની સિદ્ધિ મહિલા અધિકારીઓ માટે નવા માર્ગ ખોલનારી માનવામાં આવી રહી છે.મહિલાઓ માટે પ્રેરણારૂપ સિદ્ધિશક્તિ શર્માની સફળતા માત્ર તેમની વ્યક્તિગત ઉપલબ્ધિ નથી, પરંતુ સશસ્ત્ર દળોમાં મહિલાઓની વધતી ભાગીદારીનું પણ પ્રતિબિંબ છે. ત્રણ દાયકાથી વધુની તેમની સેવા, વિવિધ સંસ્થાકીય જવાબદારીઓ અને શિક્ષણ તથા સંરક્ષણ સહયોગ ક્ષેત્રે કરેલા યોગદાનને ધ્યાનમાં રાખીને તેમની નવી જવાબદારીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેમની આ સિદ્ધિ એવી મહિલાઓ માટે પ્રેરણારૂપ બની શકે છે, જેઓ સૈન્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સપનું જુએ છે. શક્તિ શર્માની સફર બતાવે છે કે સતત મહેનત, સમર્પણ અને નેતૃત્વની ક્ષમતાના આધારે મહિલાઓ સશસ્ત્ર દળોમાં ઉચ્ચતમ સ્તરની જવાબદારીઓ સુધી પહોંચી શકે છે.આ પણ વાંચો : Uttarakhand : મસૂરી-દેહરાદૂન રોડ પર લેન્ડસ્લાઈડની ઘટના, વાહનોની અવરજવર કરાઈ બંધ

Read Full Story arrow_forward
Ahmedabad: એર ઇન્ડિયા પ્લેન ક્રેશ તપાસ અંગે કેન્દ્રીય મંત્રીનો ખુલાસો,આંતરરાષ્ટ્રીય એજન્સીઓ કરી રહી છે તપાસ
calendar_today September 1, 2026

Ahmedabad: એર ઇન્ડિયા પ્લેન ક્રેશ તપાસ અંગે કેન્દ્રીય મંત્રીનો ખુલાસો,આંતરરાષ્ટ્રીય એજન્સીઓ કરી રહી છે તપાસ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતેથી 'હબ એન્ડ સ્પોક' મોડલના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશનો 7.8 ટકાનો ગ્રોથ રેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી વિચારધારાનું જ પરિણામ છે. આ વિકાસ દરનો સીધો લાભ દેશના સામાન્ય અને છેવાડાના લોકોને મળી રહ્યો છે.અમદાવાદમાં એવિએશન મોડલ લોન્ચતેમણે ઉમેર્યું કે, એક સમયે વિમાન પ્રવાસ માત્ર ધનિકો પૂરતો સીમિત હતો, પરંતુ વડાપ્રધાનની 'ઉડાન' યોજનાના કારણે 1.68 કરોડથી વધુ સામાન્ય લોકોએ હવાઈ સફર કરી છે. 2014 માં દેશમાં માત્ર 74 એરપોર્ટ હતા, જે વધીને આજે 166 થયા છે. વારાણસીથી સફળતાપૂર્વક શરૂ થયેલું હબ એન્ડ સ્પોક મોડલ હવે અમદાવાદથી શરૂ થતાં નાના શહેરોની કનેક્ટિવિટી વધશે. ગુજરાતમાં હાલ 3 આંતરરાષ્ટ્રીય સહિત 19 એરપોર્ટ કાર્યરત છે, જે 'વિકસિત ભારત 2047' ના સંકલ્પને વેગ આપશે.તપાસ સંબંધિત મહત્વપૂર્ણ વિગતોઆ જ કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની ઘટના અંગે મોટી વિગતો આપી હતી. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, પ્લેન ક્રેશની તપાસનો રિપોર્ટ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. પ્લેનમાં અનેક આંતરરાષ્ટ્રીય મુસાફરો સવાર હોવાના કારણે વૈશ્વિક નિયમો મુજબ આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ પણ આ સમગ્ર તપાસ પ્રક્રિયામાં સક્રિયપણે જોડાઈ છે. તમામ ટેકનિકલ પાસાઓ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓના ઇનપુટ્સ ભેગા કરી ખૂબ જ જલ્દી પ્લેન ક્રેશનો આખરી તપાસ અહેવાલ જાહેર કરવામાં આવશે.આ પણ વાંચો: Ganhinagar: સગીરાના અપહરણ-શોષણ કેસમાં આરોપી અલ્પેશ રબારીને 20 વર્ષની સખત કેદ અને 30 હજારનો દંડ

Read Full Story arrow_forward
Rajkot : એકલા વૃદ્ધો બનતા હતા લૂંટારૂ ટોળકીનો શિકાર, પોલીસે 2 લૂંટનો ભેદ ઉકેલી 4 આરોપીને દબોચ્યા
calendar_today September 1, 2026

Rajkot : એકલા વૃદ્ધો બનતા હતા લૂંટારૂ ટોળકીનો શિકાર, પોલીસે 2 લૂંટનો ભેદ ઉકેલી 4 આરોપીને દબોચ્યા

રાજકોટમાં એકલા રહેતા અને વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરીને લૂંટ ચલાવતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. યુનિવર્સિટી અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી લૂંટની 2 અલગ અલગ ઘટનાનો ભેદ ઉકેલી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીઓ એકલા વૃદ્ધોને નિશાન બનાવતા હતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ એકલા વૃદ્ધોને નિશાન બનાવતા હતા અને તેમની પાસેથી રોકડ રકમ તેમજ સોનાના ઘરેણાં લૂંટી ફરાર થઈ જતા હતા. વૃદ્ધોને ટાર્ગેટ કરીને લૂંટ ચલાવતી આ ટોળકી ઝડપાતા પોલીસને મહત્વની સફળતા મળી છે.2 લૂંટનો ભેદ ઉકેલી 4 આરોપી ઝડપાયાપોલીસે ગૌતમ મકવાણા, હિતેન ગોહેલ, નિલેશ વાઘેલા અને ભરત પરમારની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ સામે લૂંટની 2 ઘટનાઓમાં સંડોવણીની તપાસ ચાલી રહી છે.પોલીસે તપાસ તેજ કરી હતીયુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટની ઘટનાઓ બન્યા બાદ પોલીસે તપાસ તેજ કરી હતી. ટેક્નિકલ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી.સોનાચાંદી સહિત 2.87 લાખનો મુદ્દામાલ કબજેઆરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમની પાસેથી સોનાચાંદીના દાગીના અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 2.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ પાસેથી મળેલા મુદ્દામાલ અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે. આરોપીઓ અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.એકલા વૃદ્ધોને નિશાન બનાવતી ટોળકીપોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ ખાસ કરીને એકલા અને વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરતા હતા. રોકડ અને કિંમતી ઘરેણાંની લાલચમાં વૃદ્ધોને નિશાન બનાવી લૂંટ ચલાવવામાં આવતી હોવાનો આરોપ છે. વૃદ્ધો સામે વધતા ગુનાઓ વચ્ચે રાજકોટ પોલીસે આ ટોળકીને ઝડપી પાડી 2 લૂંટના કેસનો ભેદ ઉકેલ્યો છે. જોકે આ ટોળકી દ્વારા અન્ય વૃદ્ધોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે કે નહીં તે જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.  આ પણ વાંચો   :      Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward