android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Madhya Pradesh : ખેડૂતો માટે બનાવાયા 20 લાખથી વધુ ATM કાર્ડ પણ માત્ર 2.5 લાખ કાર્ડ જ એક્ટિવ
calendar_today September 1, 2026

Madhya Pradesh : ખેડૂતો માટે બનાવાયા 20 લાખથી વધુ ATM કાર્ડ પણ માત્ર 2.5 લાખ કાર્ડ જ એક્ટિવ

મધ્યપ્રદેશમાં ખેડૂતોને બેન્કિંગ સુવિધાઓ સાથે જોડવા માટે તૈયાર કરાયેલા ATM કાર્ડ હવે સવાલોના ઘેરામાં આવ્યા છે. સહકારી બેન્કોએ મોટી સંખ્યામાં ATM કાર્ડ તૈયાર કરાવ્યા હતા, પરંતુ તેમાંથી મોટાભાગના કાર્ડ ખેડૂતો સુધી પહોંચી શક્યા નથી. મળતી માહિતી મુજબ, રાજ્યમાં આશરે 23 લાખ ખેડૂતો સહકારી બેન્કોમાંથી લોન લે છે, જ્યારે 20 લાખથી વધુ ATM કાર્ડ તૈયાર કરાવવામાં આવ્યા હતા. જોકે અત્યાર સુધી માત્ર આશરે 2.5 લાખ કાર્ડ જ ખેડૂતોને આપવામાં આવ્યા છે.₹23 કરોડથી વધુ ખર્ચનો દાવોમધ્યપ્રદેશના અપેક્સ બેન્ક અને 38 જિલ્લા સહકારી બેન્કોમાં ATM કાર્ડની ખરીદી પાછળ આશરે ₹23 કરોડથી વધુનો ખર્ચ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 19.5 લાખ ATM કાર્ડ ખરીદવામાં આવ્યા હતા, પરંતુ અત્યાર સુધી માત્ર 2.5 લાખ જેટલા કાર્ડ જ એક્ટિવેટ થઈ શક્યા છે. આ સ્થિતિને કારણે મોટી સંખ્યામાં કાર્ડનો ઉપયોગ ન થવા અંગે સવાલો ઊભા થયા છે. જો આ કાર્ડ સમયસર ખેડૂતો સુધી નહીં પહોંચે તો તેના પર કરવામાં આવેલો સરકારી ખર્ચ બિનઉપયોગી જવાની આશંકા છે.કેટલાક ATM કાર્ડ હવે પોતાની વેલિડિટી પૂર્ણ થવાની નજીકઆ મામલે સૌથી મોટી ચિંતા એ કાર્ડને લઈને છે, જે હજુ સુધી ખેડૂતોને આપવામાં આવ્યા નથી. જણાવવામાં આવી રહ્યું છે કે વર્ષ 2022-23માં ખરીદાયેલા કેટલાક ATM કાર્ડ હવે પોતાની વેલિડિટી પૂર્ણ થવાની નજીક છે. જો આ કાર્ડની વેલિડિટી પૂરી થઈ જશે તો તેનો ખેડૂતો માટે ઉપયોગ કરવો મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં ફરીથી નવા કાર્ડ તૈયાર કરાવવા પડી શકે છે, જેના કારણે સરકારી નાણાંનો વધારાનો ખર્ચ થવાની શક્યતા છે.38 સહકારી બેન્કોને હતી જવાબદારીરાજ્યની 38 જિલ્લા સહકારી બેન્કોની આશરે 825 શાખાઓ મારફતે ATM કાર્ડ ખેડૂતો સુધી પહોંચાડવાના હતા. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સરળતાથી બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો. જોકે, કાર્ડ તૈયાર થયા બાદ પણ તેનું વિતરણ અપેક્ષા મુજબ થઈ શક્યું નથી.મંત્રીએ આપ્યા તપાસના આદેશમામલો સામે આવ્યા બાદ મધ્યપ્રદેશના સહકાર મંત્રી વિશ્વાસ સારંગે તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં ATM કાર્ડની વાસ્તવિક જરૂરિયાત કેટલી હતી, મોટી સંખ્યામાં કાર્ડ બનાવવાનો નિર્ણય કયા આધારે લેવાયો અને લાખો કાર્ડ ખેડૂતો સુધી કેમ ન પહોંચ્યા તે અંગે તપાસ કરવામાં આવશે. મંત્રીએ કહ્યું છે કે તપાસમાં જે પણ દોષી સાબિત થશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ?બીજી તરફ કોંગ્રેસે આ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું છે. વિપક્ષના નેતા ઉમંગ સિંઘારે આ મામલાને કૌભાંડ ગણાવી સરકારની ટીકા કરી છે. તેમણે સરકાર પાસે તપાસની સાથે જવાબદારો સામે વાસ્તવિક કાર્યવાહી કરવાની માગ કરી છે. હવે મુખ્ય સવાલ એ છે કે ખેડૂતોની જરૂરિયાતની જાણકારી હોવા છતાં આટલી મોટી સંખ્યામાં ATM કાર્ડ શા માટે તૈયાર કરાવવામાં આવ્યા અને ખેડૂતો સુધી કાર્ડ પહોંચાડવામાં આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ.આ પણ વાંચો : Nepal Floods: નેપાળના પૂર બાદ બિહારની ગંડક નદીમાં મોટી માછલીઓ તણાઇ, માછલીઓ ખાવા સામે ચેતવણી

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસ કોન્સ્ટેબલના 10 દિવસના રિમાન્ડ મંજૂર
calendar_today September 1, 2026

Gujarat Latest News Live : ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસ કોન્સ્ટેબલના 10 દિવસના રિમાન્ડ મંજૂર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Bhavnagar : લઠ્ઠાકાંડમાં મુખ્ય બુટલેગર સાથે કનેક્શન ધરાવનારા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલને 10 દિવસના રિમાન્ડ
calendar_today September 1, 2026

Bhavnagar : લઠ્ઠાકાંડમાં મુખ્ય બુટલેગર સાથે કનેક્શન ધરાવનારા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલને 10 દિવસના રિમાન્ડ

ભાવનગર લઠ્ઠાકાંડ કેસની તપાસમાં વધુ એક મહત્વનો વળાંક આવ્યો છે. લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી સાથે કનેક્શન સામે આવતા ભાવનગર ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની SMC દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ આરોપી પોલીસ કોન્સ્ટેબલ ને ત્રીજા એડિશનલ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.પોલીસ કોન્સ્ટેબલના 10 દિવસના રિમાન્ડ મંજૂરભાવનગર લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા ધરપકડ કરાયેલા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો SMCએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આ કેસમાં અન્ય કોઈ પોલીસ કર્મચારી સંડોવાયેલો છે કે નહીં તેની તપાસ હાથ ધરાશે.પોલીસ કોન્સ્ટેબલનું મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે કનેક્શનલઠ્ઠાકાંડની તપાસ દરમિયાન SMCએ ભાવનગર ગ્રામ્યના ASPની નાસતા ફરતા સ્કવોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની ભૂમિકા અંગે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલનું લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે કનેક્શન સામે આવતા SMCએ તેની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.મુખ્ય આરોપી સાથે કનેક્શન મળતાં ધરપકડલઠ્ઠાકાંડની તપાસમાં મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે પોલીસ કોન્સ્ટેબલના સંબંધો અને કનેક્શન સામે આવતા તપાસ એજન્સીએ કાર્યવાહી કરી છે. આ કનેક્શનની પ્રકૃતિ અને લઠ્ઠાકાંડમાં પોલીસકર્મીની સંભવિત ભૂમિકા અંગે હવે વધુ તપાસ કરવામાં આવશે.પોલીસ તંત્રમાં ખળભળાટપોલીસકર્મીની ધરપકડથી લઠ્ઠાકાંડની તપાસમાં ખળભળાટ મચી ગયો છે. તપાસ હવે કયા નવા ખુલાસા કરે છે અને આ કનેક્શન કેટલું ઊંડું છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.ત્રીજા એડિશનલ જજની કોર્ટમાં રજૂઆતSMC દ્વારા ધરપકડ કરાયેલા રાજદીપસિંહ ગોહિલને ત્રીજા એડિશનલ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સી દ્વારા આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવવાની છે. રિમાન્ડ દરમિયાન લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી સાથેના કનેક્શન, સંપર્કો અને કેસમાં પોલીસકર્મીની સંભવિત ભૂમિકાને લઈને વધુ પૂછપરછ થઈ શકે છે. તપાસ આગળ વધતાં આ કેસમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા છે.લઠ્ઠાકાંડની તપાસમાં નવા ખુલાસાની શક્યતાલઠ્ઠાકાંડની તપાસ હવે વધુ ગંભીર તબક્કામાં પહોંચી છે. મુખ્ય આરોપી સાથે પોલીસકર્મીનું કનેક્શન સામે આવતાં તપાસનો વ્યાપ વધુ વિસ્તરી શકે છે. પોલીસકર્મીની ભૂમિકા શું હતી અને તેને કેસ અંગે કોઈ માહિતી અથવા સંડોવણી હતી કે નહીં તે અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward