android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : તહેવારોમાં રેશનિંગ કાર્ડધારકો માટે મોટા સમાચાર, 1 લીટર સિંગતેલ અને 2 કિલો ખાંડનું થશે વિતરણ...
calendar_today October 16, 2026

Gandhinagar News : તહેવારોમાં રેશનિંગ કાર્ડધારકો માટે મોટા સમાચાર, 1 લીટર સિંગતેલ અને 2 કિલો ખાંડનું થશે વિતરણ...

રાજ્યમાં રેશનિંગ દુકાનો પર અનાજ અને સિંગતેલના પુરવઠાને લઈને ચાલતી વિવિધ ચર્ચાઓ વચ્ચે અન્ન અને નાગરિક પુરવઠા નિગમના મોનિટરિંગ ડાયરેક્ટર (MD) ચેતન ગણાત્રાનું ખુબ મોટું અને રાહત આપનારું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે રાજ્યભરમાં તહેવારોના દિવસોને ધ્યાનમાં રાખીને રેશનિંગ સામગ્રીનું વિતરણ સુચારુરૂપે ચાલુ છે અને અત્યાર સુધીમાં કુલ જથ્થામાંથી 98% જેટલો સામાન સંબંધિત વિસ્તારોમાં પહોંચાડી દેવામાં આવ્યો છે. ગોડાઉનથી લઈને રેશનિંગ દુકાનો સુધી 96%થી વધુ જથ્થો સફળતાપૂર્વક પહોંચી ચૂક્યો છે.1 લીટર સિંગતેલ અને 2 કિલો ખાંડ મળશેસરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં જ એડવાન્સમાં અનાજ અને સામગ્રી વિતરણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય હેઠળ દરેક રેશનકાર્ડ ધારકને કાર્ડદીઠ 1 લીટર ડબલ ફિલ્ટર્ડ સિંગતેલ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, 1 કિલો વધારાની ખાંડ સાથે હવે રેશનકાર્ડ ધારકોને કુલ 2 કિલો ખાંડ મળશે. આંકડાકીય માહિતી આપતા તેમણે જણાવ્યું કે ઘઉં, ચોખા અને ચણાનો 98% જથ્થો, તુવેરદાળનો 97% જથ્થો તેમજ સિંગતેલના 93% પાઉચ દુકાનો સુધી પહોંચાડી દેવાયા છે. વડોદરા જેવા જિલ્લાઓમાં પણ 93.34%થી વધુ સિંગતેલના પાઉચ ઉપલબ્ધ કરાવી દેવાયા છે.ખોટી અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલકેટલીક જગ્યાએ પાછળથી રેશનિંગ દુકાનદારો દ્વારા વધારાની ડિમાન્ડ મોકલવામાં આવી છે, જેને પણ ટૂંક સમયમાં બાકીનો તેલ અને અનાજનો જથ્થો પૂરો પાડી દેવામાં આવશે. ચેતન ગણાત્રાએ રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને આશ્વાસન આપતા જણાવ્યું છે કે તમામ નાગરિકોને પૂરતો અને ગુણવત્તાસભર જથ્થો મળશે. જેથી કોઈપણ નાગરિકે કે દુકાનદારે અનાજ કે તેલની અછત અંગેની ખોટી અફવાઓમાં આવવું નહીં. તંત્ર દ્વારા તમામ કક્ષાએથી પુરવઠાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો : Bhavnagar લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો, મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સહિત 9 આરોપીઓના આજે રિમાન્ડ પૂર્ણ, સાંજે કોર્ટમાં કરાશે રજૂ

Read Full Story arrow_forward
Sandesh Navratri 2026 Contest: સાંજે 6 વાગે થશે 15 ઓક્ટોબરના વિજેતાઓની જાહેરાત
calendar_today October 16, 2026

Sandesh Navratri 2026 Contest: સાંજે 6 વાગે થશે 15 ઓક્ટોબરના વિજેતાઓની જાહેરાત

નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ખેલૈયાઓ અને ગરબારસિકોનો ઉત્સાહ બેવડાવવા માટે 'સંદેશ' દ્વારા એક વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. "નવરાત્રી 2026 – બેસ્ટ ડ્રેસ્ડ કપલ & બેસ્ટ ગરબા કોન્ટેસ્ટ" હેઠળ ખેલૈયાઓ પોતાના પારંપરિક અને રંગીલા અંદાજ, અદભુત ડ્રેસિંગ અને ગરબા રમતા ફોટા કે વીડિયો મોકલીને આકર્ષક ઇનામો જીતી શકે છે.સાંજે 6 વાગે 15 ઓક્ટોબરના વિજેતાની જાહેરાત અમને રોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓના ફોટોઝ અને વીડિયો મળી રહ્યા છે જેમાંથી વિજેતાઓની પસંદગી કરાય છે. આજે સાંજે 6 વાગે 15 ઓક્ટોબરના વિજેતાની જાહેરાત કરાશે પોતાના પારંપરિક અને રંગીલા અંદાજ, અદભુત ડ્રેસિંગ અને ગરબા રમતા ફોટા કે વીડિયો મોકલનારા શ્રેષ્ટ ખૈલેયાઓના નામ જાહેર થશે. જે તમને વધુ પ્રાત્સાહન આપશે.                       વધુ એક ખુશીના સમાચારગરબારસિકો માટે વધુ એક ખુશીના સમાચાર એ છે કે આ વખતે માત્ર ક્લબ કે પાર્ટી પ્લોટ જ નહીં, પરંતુ શેરી અને સોસાયટીના ગરબા રમતા ખેલૈયાઓ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તમારી સોસાયટી કે શેરીના ગરબાના ફોટા અને વીડિયો મોકલીને પણ આકર્ષક ગિફ્ટ વાઉચર્સ મેળવી શકાશે. આ ઉપરાંત પસંદગી પામેલા શ્રેષ્ઠ ફોટા અને વીડિયો સંદેશના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ દર્શાવવામાં આવશે.આ પણ વાંચો   :  Explainer: ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ કેમ મળી? OCI કાર્ડના નિયમો શું કહે છે અને હવે આગળ શું થશે?

Read Full Story arrow_forward
Rajkot LCBનો મોટો સપાટો, જેતપુર સોલર પ્લાન્ટ ચોરીનો ભેદ ઉકેલાયો, 5 આરોપીઓની ધરપકડ
calendar_today October 16, 2026

Rajkot LCBનો મોટો સપાટો, જેતપુર સોલર પ્લાન્ટ ચોરીનો ભેદ ઉકેલાયો, 5 આરોપીઓની ધરપકડ

રાજકોટ જિલ્લાના જેતપુર વિસ્તારમાં આવેલા સોલર પ્લાન્ટમાંથી કિંમતી સાધનો અને સામગ્રીની ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબી (LCB) ની ટીમે તાત્કાલિક હરકતમાં આવીને ચોરીનો આ ભેદ ઉકેલવા માટે તજવીજ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ, બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે સઘન તપાસ ચલાવીને સોલર પ્લાન્ટને નિશાન બનાવનાર શાતિર ચોરોની ગેંગનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી છે.5 આરોપીઓની ધરપકડ અને 16 નંગ સોલર કબ્જેગ્રામ્ય LCB ની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને ચોરીના આ ગુનામાં સામેલ 5 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓએ જેતપુર સોલર પ્લાન્ટમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસે થકી ચોરીમાં ગયેલા સોલર પ્લાન્ટના 16 નંગ કિંમતી સાધનો/પેનલો સફળતાપૂર્વક કબ્જે કરી લીધા છે.રૂપિયા 21.62 લાખનો મુદ્દામાલ જપ્તપોલીસે કાર્યવાહી દરમિયાન ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો અને કબ્જે કરાયેલા સોલર સાધનો મળીને કુલ 21.62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગ્રામ્ય LCB ની આ ત્વરિત અને સરાહનીય કાર્યવાહીથી પંથકમાં ચોરી કરતી અન્ય ગેંગોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે તમામ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગેંગે અગાઉ અન્ય કોઈ ચોરીના બનાવોને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવી છે.આ પણ વાંચો : Gandhinagar News : તહેવારોમાં રેશનિંગ કાર્ડધારકો માટે મોટા સમાચાર, 1 લીટર સિંગતેલ અને 2 કિલો ખાંડનું થશે વિતરણ...

Read Full Story arrow_forward