android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: રાજ્યમાં ત્રણ અલગ અલગ સ્થળો પર અકસ્માતની ઘટનાઓ, PSI સહિત 11 લોકોનાં મોત
calendar_today October 20, 2026

Gujarat News: રાજ્યમાં ત્રણ અલગ અલગ સ્થળો પર અકસ્માતની ઘટનાઓ, PSI સહિત 11 લોકોનાં મોત

ગુજરાતમાં જુદા જુદા ત્રણ સ્થળોએ સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં વડોદરાના એક પીએસઆઈ સહિત કુલ 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.ભરૂચ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર, ગાંધીનગરના અડાલજ પાસે તેમજ બનાસકાંઠામાં પાલનપુર ડીસા હાઈવે પર વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતભરૂચ નજીક આવેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.વડોદરા તરફથી ભરૂચ તરફ આવી રહેલી એક કારને મનુબર ગામ નજીક આઈસર ટેમ્પો સાથે જોરદાર ટક્કર વાગી હતી.આ અકસ્માતમાં કારમાં સવાર ચાર વ્યક્તિઓ પૈકી 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં વડોદરા શહેરના 27 વર્ષીય પીએસઆઈ યશ પટેલનો પણ સમાવેશ થાય છે. આઈસર ટેમ્પો અને કાર વચ્ચે બનેલા આ ગંભીર બનાવને પગલે હાઈવે પર લોકો દોડી આવ્યા હતા.આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અડાલજ પાસે કાર ઝાડ સાથે અથડાઈગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી મહારાજા હોટલ પાસે પણ એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો.પૂરપાટ ઝડપે દોડી જતી એક કાર અચાનક માર્ગની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી.આ અથડામણમાં કારમાં બેઠેલા 3 લોકોના  મૃત્યુ થયા હતા.આ ઉપરાંત કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.કારમાં સવાર લોકો રાત્રિ દરમિયાન ગરબા રમીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ચાલકને અચાનક ઝોકું આવી જતાં કાર પરનો કાબૂ ગુમાવી દેવાયો હતો.અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહારાજા હોટલ નજીક બનેલી આ ઘટનામાં બે લોકોના જીવ ગયા છે. જ્યારે બે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતની આ કરુણ દુર્ઘટના અંગે અડાલજ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.પાલનપુર ડીસા હાઈવે પર બાદરપુરા પાટિયા નજીક અકસ્માતત્રીજી દુર્ઘટના બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડીસા હાઈવે પર બાદરપુરા પાટિયા નજીક બની હતી.એક અજાણ્યા વાહને પેસેન્જર રિક્ષાને જોરદાર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા હતા.એક પરિવાર પાલનપુર ખાતેથી પોતાની જરૂરી સારવાર કરાવીને પરત ડીસા તરફ જઈ રહ્યો હતો ત્યારે બાદરપુરા પાટિયા નજીક આ અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં ડીસા તાલુકાના સોડિયા ગામના વતની એવા પતિ અને પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.જ્યારે સોતમલા ગામના રિક્ષા ચાલકનું પણ આ ગોઝારી દુર્ઘટનામાં પ્રાણપંખેરું ઊડી ગયું હતું.રિક્ષાને જોરદાર ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને તાત્કાલિક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.સમગ્ર બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગઢ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજકોટ બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર, જાણો તાપમાનનો પારો કેટલો ઊંચકાશે?

Read Full Story arrow_forward
Ahmedabad: ખાખીની આસ્થા અને સુરક્ષાનો સંકલ્પ; દશેરાએ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા પોલીસે કર્યું શાસ્ત્રોક્ત શસ્ત્ર પૂજન
calendar_today October 20, 2026

Ahmedabad: ખાખીની આસ્થા અને સુરક્ષાનો સંકલ્પ; દશેરાએ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા પોલીસે કર્યું શાસ્ત્રોક્ત શસ્ત્ર પૂજન

અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમાન પવિત્ર વિજયાદશમી (દશેરા) પર્વ નિમિત્તે સમગ્ર ગુજરાત પોલીસ વિભાગ દ્વારા પરંપરાગત અને શાસ્ત્રોક્ત વિધિથી ભવ્ય શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે. રાજ્યના ચારેય મુખ્ય મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આધુનિક હથિયારો, સુરક્ષા સરંજામ, પોલીસ વાહનો તેમજ અશ્વ અને શ્વાન (ડોગ) સ્ક્વોડનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન સંપન્ન થયું હતું. રાજ્યના નાગરિકોની જાનમાલની રક્ષા કરવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અડીખમ રાખવા માટે પોલીસ બેડાએ એકતા અને સમર્પણનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.પોલીસ હેડક્વાર્ટર ખાતે CP બ્રજેશ ઝા અને JCP એ કરી પૂજારાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરા પર્વની ભવ્ય ઉજવણી અંતર્ગત પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને સંયુક્ત પોલીસ કમિશનર (JCP) ચૈતન્ય માંડલિક દ્વારા તમામ પોલીસ અધિકારીઓને સાથે રાખીને વિધિવત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ જણાવ્યું કે, નવરાત્રિ દરમિયાન રાજકોટવાસીઓએ અત્યંત શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક માતાજીની આરાધના કરી છે, જેમાં પોલીસનો બંદોબસ્ત પણ સફળ રહ્યો છે.તેમણે ઉમેર્યું કે, આજે વિજયાદશમીએ રાવણ દહન સાથે સમાજમાં રહેલી બુરાઈઓ, દૂષણો અને અસામાજિક તત્વોની વૃત્તિઓનું પણ કાયમ માટે દહન થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી છે. CP અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં શાસ્ત્રોક્ત પૂજનઅમદાવાદ શહેરમાં વિજયાદશમી પર્વે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્ર પૂજન યોજાયું હતું.આ પ્રસંગે શહેર પોલીસના આધુનિક હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ સ્ક્વોડ તેમજ ગુના શોધક ડોગ સ્ક્વોડનું વિધિવત કંકુ-તિલક કરી ફૂલહાર ચઢાવી પૂજન કરાયું હતું.અમદાવાદ પોલીસ કોઈપણ આંતરિક કે બાહ્ય સુરક્ષા પડકારોને પહોંચી વળવા તમામ સાધન-સરંજામ સાથે સજ્જ છે તેવો વિશ્વાસ વ્યક્ત કરી, શહેરમાં શાંતિ જાળવવા તમામ અધિકારીઓ અને જવાનોએ સામુહિક સંકલ્પ લીધો હતો. પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે શસ્ત્રો, વાહનો અને અશ્વની પૂજાસુરત શહેર પોલીસ દ્વારા પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે દશેરાના મહાપર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.સુરત પોલીસ કમિશનર દ્વારા વેદિક મંત્રોચ્ચાર વચ્ચે શસ્ત્રોની આરતી ઉતારી પૂજન સંપન્ન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પોલીસ કાફલાના તમામ વાહનો અને પેટ્રોલીંગમાં અગત્યની ભૂમિકા ભજવતા અશ્વોની પૂજા કરવામાં આવી હતી, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. સુરક્ષાની ખાતરી સાથે વાહનો અને સ્ક્વોડનું પૂજનવડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા પણ દશેરાના અવસરે શાસ્ત્રોક્ત પરંપરાનું પાલન કરતાં ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો.શહેરવાસીઓની અડીખમ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડનું પૂર્ણ વિધિ-વિધાનથી પૂજન કરાયું હતું.વડોદરા પોલીસના અધિકારીઓ અને જવાનોએ કોઈપણ ઈમરજન્સી કે કાયદો-વ્યવસ્થાની કટોકટીમાં પ્રજાના રક્ષણ માટે સદૈવ તત્પર રહેવાના શપથ લીધા હતા.આ પણ વાંચો: Vadodara: સાંસદ યુસુફ પઠાણ પર સરકાર ઓળઘોળ; વિવાદિત પ્લોટ પર VMC લગાવશે મંજૂરીની મહોર, 500 ચો.મી. જમીન મળશે મફત ભેટમાં

Read Full Story arrow_forward
Air India Flight: વિમાન સાથે અથડાયું પક્ષી, 148 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા! બેંગલુરુમાં સુરક્ષિત લેન્ડિંગ
calendar_today October 20, 2026

Air India Flight: વિમાન સાથે અથડાયું પક્ષી, 148 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા! બેંગલુરુમાં સુરક્ષિત લેન્ડિંગ

વિશાખાપટ્ટનમથી બેંગલુરુ જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX2065 સાથે પક્ષી અથડાયું હતું. જોકે,  તાત્કાલિક પગલા લેવામાં આવતા વિમાનનું બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ થયું હતું.વિમાનમાં 148 મુસાફરો સવાર હતા. આ ઘટનામાં કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બરને ઈજા થઈ નહોતી. લેન્ડિંગ બાદ વિમાનને પાર્કિંગ સ્ટેન્ડ પર લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ એન્જિનિયર અને ટેકનિકલ ટીમે વિમાનની તપાસ શરૂ કરી હતી. પક્ષી અથડાવાને કારણે વિમાનના એન્જિન કે અન્ય ભાગોને કોઈ નુકસાન થયું છે કે નહીં, તે તપાસવામાં આવી રહ્યું હતું.અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બર ઘાયલ થયો હોવાની માહિતી મળી નથી.આ પહેલાં પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છેઅગાઉ આ મહિનાની શરૂઆતમાં ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની એક ફ્લાઇટને જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ વિમાનમાંથી કથિત રીતે 'સ્ક્વૉક 7500' સિગ્નલ મોકલવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે આ કોડ વિમાનના અપહરણની આશંકા દર્શાવે છે.આ એલર્ટ અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને મળ્યું હતું. ત્યારબાદ વિમાનને સુરક્ષિત રીતે જયપુરમાં ઉતારવામાં આવ્યું હતું. જોકે, આ એલર્ટ કયા કારણોસર સક્રિય થયું હતું, તે અંગે તાત્કાલિક કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નહોતી.સાઉદી અરેબિયા જતી ફ્લાઇટ્સ રદઆ દરમિયાન પશ્ચિમ એશિયાના મુસાફરો માટે મોટા સમાચાર એ પણ છે કે સતત બદલાતી સુરક્ષાની સ્થિતિને કારણે ભારતીય વિમાન કંપનીઓએ સાઉદી અરેબિયાનાં અનેક શહેરો માટેની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે બંધ રાખી છે.પ્રવાસ અંગેની સૂચના અનુસાર, રિયાધ, જેદ્દાહ અને દમ્મામ જેવા સાઉદી અરેબિયાના મુખ્ય શહેરો માટેની ફ્લાઇટ્સ બંધ છે. કેટલીક એરલાઇન્સે મદીના માટેની ફ્લાઇટ્સ પણ રદ કરી છે.એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે સાઉદી અરેબિયાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને રિયાધ, દમ્મામ અને જેદ્દાહ માટેની તેમજ ત્યાંથી આવતી તેની તમામ ફ્લાઇટ્સ 20 ઓક્ટોબર સુધી રદ રહેશે. અસરગ્રસ્ત મુસાફરોને ટિકિટના સંપૂર્ણ પૈસા પરત આપવામાં આવી રહ્યા છે.એર ઇન્ડિયા એક્સપ્રેસે પણ દમ્મામ, જેદ્દાહ અને રિયાધ માટેની ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 20 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે. બીજી તરફ, ઇન્ડિગોએ રિયાધ, જેદ્દાહ, દમ્મામ અને મદીના માટેની ફ્લાઇટ્સ 24 ઓક્ટોબર સુધી રદ કરી છે.અકાસા એરએ રિયાધ માટેની ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 24 ઓક્ટોબર સુધી અને જેદ્દાહ માટેની ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 21 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે.તમામ એરલાઇન્સે જણાવ્યું છે કે મુસાફરો અને ક્રૂ મેમ્બરની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ ઉપરાંત, તેઓ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

Read Full Story arrow_forward