android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : CTM ના પરિવારે ઉત્સાહભેર ખોલ્યું નમકીનનું પેકેટ, અંદરથી એવું શું નીકળ્યું કે આખો પરિવાર ચોંકી ઉઠ્યો?
calendar_today October 21, 2026

Ahmedabad News : CTM ના પરિવારે ઉત્સાહભેર ખોલ્યું નમકીનનું પેકેટ, અંદરથી એવું શું નીકળ્યું કે આખો પરિવાર ચોંકી ઉઠ્યો?

અમદાવાદ શહેરમાં પેકેટબંધ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ફરી એકવાર મોટા અને ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના સીટીએમ (CTM) વિસ્તારમાં રહેતા એક પરિવાર માટે બજારમાંથી ખરીદેલું નમકીન આરોગવું અત્યંત કડવો અને આંચકાજનક અનુભવ સાબિત થયો છે. જાણીતી બ્રાન્ડ ગણાતા 'લક્ષ્મી નમકીન' ના ચવાણાના સીલબંધ પેકેટમાંથી મરેલા વંદા મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અને ગ્રાહકોમાં ભારે સન્નાટો તેમજ રોષ વ્યાપી ગયો છે.પેકેટબંધ ખાદ્યપદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલોબનાવની વિગતો અનુસાર, CTM વિસ્તારના પરિવારે નાસ્તા માટે લક્ષ્મી નમકીનનું પેકેટ ખરીદ્યું હતું. જ્યારે તેમણે આ પેકેટ સીલ ખોલીને પ્લેટમાં ઠાલવ્યું ત્યારે અંદરથી મરેલા વંદા મળી આવ્યા હતા. આ દ્રશ્ય જોઈને પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. પેકિંગમાં આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવતાં બ્રાન્ડેડ અને મોંઘા ભાવે વેચાતા પેકેટબંધ નમકીનની ગુણવત્તા, પેકિંગની જગ્યાએ રખાતી સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના દાવાઓ સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ખડા થયા છે.ગ્રાહકે હેલ્થ વિભાગમાં કરી ફરિયાદઆ ચોંકાવનારી ઘટના બાદ જાગૃત ગ્રાહકે ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ (આરોગ્ય) વિભાગમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ગ્રાહકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતી આવી નમકીન બનાવતી કંપની સામે હેલ્થ વિભાગ દ્વારા તાત્કાલિક દરોડા પાડીને યોગ્ય સેમ્પલ લેવામાં આવે અને કડકમાં કડક કાનૂની તપાસ હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માગણી કરવામાં આવી છે.આ પણ વાંચો : Gandhinagar News : ગરબાની તકરાર લોહિયાળ બની, અરવિંદસિંહ ચાવડા પર 3 રાઉન્ડ ફાયરિંગ, 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

Read Full Story arrow_forward
Ahmedabad : દાણીલીમડામાં નકલી પત્રકારો ઝડપાયા, સમાચાર પ્રસિદ્ધ કરવાની ધમકી આપી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા
calendar_today October 21, 2026

Ahmedabad : દાણીલીમડામાં નકલી પત્રકારો ઝડપાયા, સમાચાર પ્રસિદ્ધ કરવાની ધમકી આપી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પત્રકાર હોવાની ખોટી ઓળખ આપીને ફરિયાદી પાસે રૂપિયાની માગણી કરનારા બે નકલી પત્રકારોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે. આરોપીઓએ ફરિયાદી વિરુદ્ધ સમાચાર પ્રસિદ્ધ કરવાની ધમકી આપી માનસિક દબાણ ઊભું કર્યું હતું. ત્યારબાદ તેમણે ફરિયાદી પાસેથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. દાણીલીમડા પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.કૃણાલ મુનશી અને જયેશ ઠક્કરનો કારસોઅમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ મથક વિસ્તારમાં બનેલી આ ઘટનામાં બે શખ્સો દ્વારા પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપીને ગેરકાયદે નાણાં પડાવવાનો મામલો સામે આવ્યો છે. પકડાયેલા આરોપીઓ કૃણાલ મુનશી અને જયેશ ઠક્કર હોવાનું સામે આવ્યું છે. સમાચાર પ્રસિદ્ધ કરવાની ખુલ્લી ધમકી આપીઆ બંને શખ્સોએ ફરિયાદીને મળી પોતે પત્રકાર હોવાનું જણાવ્યું હતું અને તેમની પાસે રૂપિયાની માગણી કરી હતી. આરોપીઓએ ફરિયાદી વિરુદ્ધ સમાચાર પ્રસિદ્ધ કરવાની ખુલ્લી ધમકી આપી હતી. આ પ્રકારની ધમકી આપીને તેમણે ફરિયાદી પર સતત દબાણ ઊભું કર્યું હતું.ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવ્યાઆખરે દબાણ હેઠળ આવી ગયેલા ફરિયાદી પાસેથી આરોપીઓએ ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ફરિયાદી સાથે બનેલી આ સમગ્ર ઘટના બાદ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.બંને આરોપીઓને ઝડપી લેવાયાઆ સમગ્ર મામલે દાણીલીમડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે તુરંત તપાસ શરૂ કરી હતી. દાણીલીમડા પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે સક્રિય બનીને ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસે બંને શખ્સો કૃણાલ મુનશી અને જયેશ ઠક્કરની વિધિવત ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આ બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પણ વાંચો :   Dussehra Explainer: ફાફડા જલેબી આરોગી લીધા ? તો હવે વાંચો કે તમારા ચટકારાનો આખો ફંડા શું છે..

Read Full Story arrow_forward
Gandhinagar: માણસાના વરસોડામાં ડીજેના ઝઘડાની અદાવતમાં ફાયરિંગ, યુવક ઘાયલ
calendar_today October 21, 2026

Gandhinagar: માણસાના વરસોડામાં ડીજેના ઝઘડાની અદાવતમાં ફાયરિંગ, યુવક ઘાયલ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા વરસોડા ગામે જૂની તકરારની અદાવતમાં મોડી રાત્રે ફાયરિંગની ગંભીર ઘટના બની છે. જેમાં અગાઉ થયેલા ડીજે સાઉન્ડના સામાન્ય ઝઘડાની અદાવત રાખીને આઠ જેટલા શખ્સોએ હથિયારો સાથે ખૂની હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન થયેલા ફાયરિંગમાં ફરિયાદી યુવકના પગના ભાગે ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.ડીજે સાઉન્ડ વગાડવા બાબતે બોલાચાલીપોલીસના જણાવ્યા અનુસાર માણસા તાલુકાના વરસોડા ગામમાં ગત 18 તારીખના રોજ ફરિયાદી અરવિંદ ચાવડા અને આરોપી દિગ્વિજય ચાવડા વચ્ચે ડીજે સાઉન્ડ વગાડવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો.દિગ્વિજયસિંહે સીધું ફાયરિંગ કર્યું આ સામાન્ય બાબતની તકરારનું મનદુઃખ મનમાં રાખીને ગઈકાલે રાત્રિના સમયે દિગ્વિજયસિંહ ચાવડા અને તેની સાથેના અન્ય 7 જેટલા લોકો ભેગા મળીને હથિયારો સાથે ધસી આવ્યા હતા. આરોપીઓએ એકસંપ થઈને ફરિયાદી પર અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. અરવિંદ ચાવડાના પગના ભાગે ઈજા આ હિંસક ઝઘડા અને હુમલા દરમિયાન આરોપી દિગ્વિજયસિંહે પોતાની પાસે રહેલા હથિયારમાંથી સીધું ફાયરિંગ કર્યું હતું, જેના કારણે ફરિયાદી અરવિંદ ચાવડાના પગના ભાગે ઈજા પહોંચતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા. ઘટના બન્યા બાદ તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્ત બનેલા ફરિયાદી અરવિંદ ચાવડાને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની તબીબી સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે પોલીસે ભોગ બનનાર ફરિયાદીની વિગતવાર ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાગામમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સતર્કતા દાખવી છે. ફાયરિંગની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ તંત્ર દ્વારા તમામ આરોપીઓને તાબડતોબ પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર કેસમાં પોલીસે અલગ અલગ 5 જેટલી ટીમો બનાવીને ફરાર થઈ ગયેલા દિગ્વિજયસિંહ સહિતના તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે સંભવિત સ્થળો પર સઘન શોધખોળ અને તપાસ તેજ કરી છે.  આ પણ વાંચો  :  Dussehra Explainer: ફાફડા જલેબી આરોગી લીધા ? તો હવે વાંચો કે તમારા ચટકારાનો આખો ફંડા શું છે..

Read Full Story arrow_forward