android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
સરસ્વતી તાલુકાના ઘચેલી ગામથી વાયડ તરફ્ના માર્ગ પરથી નવજાત શિશુ મળી આવ્યું
calendar_today September 1, 2026

સરસ્વતી તાલુકાના ઘચેલી ગામથી વાયડ તરફ્ના માર્ગ પરથી નવજાત શિશુ મળી આવ્યું

પાટણ । (સં.ન્યૂ.સ.)સરસ્વતી તાલુકાના ઘચેલી ગામથી વાયડ તરફ્ના માર્ગ પર એક કેસરી રંગના કપડામાં લપેટીને રાખેલું નવજાત શિશુ ધ્યાનમાં આવતાં તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સમાં તેને ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવતાં હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સરસ્વતી પોલીસ દ્વારા મળી આવેલા નવજાત શિશુની માતાની શોધખોળ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ સરસ્વતી તાલુકાના ઘચેલીથી વાયડ ગામના માર્ગ પર એક ત્યજી દેવાયેલી હાલતમાં નવજાત શિશુ મળી આવતા તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સ મારફ્તે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. સ્થાનિકોની સમય ચૂકતાથી બાળકને તાત્કાલિક સારવાર મળી જતા તેનો જીવ પણ બચી જવા પામ્યો છે. સ્થળ પરથી કેસરી કપડામાં લપેટાયેલા બાળકને ધારપુર સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યું હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવ્યું હતું અને હાલમાં તેની તબિયત પણ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. કેસરી કપડામાં વીંટાળેલી હાલતમાં ત્યજી દેવાયેલું બાળક પડેલું હોવાનું પસાર થતા સ્થાનિક લોકોના ધ્યાનમાં આવતા તેમણે 108 અને પોલીસને જાણ કરી હતી. જેને લઈ બાળકને ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યું હતું. આ અંગે ધારપુર હોસ્પિટલના રેસીડેન્ટ મેડિકલ ઓફ્સિર રમેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે બાળકનું વજન ઓછું હોવાથી હાલ તેને આઇસીયુમાં ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યું છે અને તેની તબિયત પણ સ્વસ્થ છે. આ બાબતે સરસ્વતી પીઆઈ જે.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે આ અંગે હાલમાં પોલીસ દ્વારા બાળકનો કઈ હોસ્પિટલમાં જન્મ થયો હતો તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરોA newborn found abandoned near Ghachheli was rushed to Dharpur Civil Hospital, where the infant received intensive care and police began tracing the mother.

Read Full Story arrow_forward
પાટણ પાલિકામાં આઉટ સોર્સિંગ ભરતીના ટેન્ડર મુદ્દે પ્રમુખ સામે ભાજપના જ 14 નગરસેવકોએ મોર્ચો ખોલ્યો
calendar_today September 1, 2026

પાટણ પાલિકામાં આઉટ સોર્સિંગ ભરતીના ટેન્ડર મુદ્દે પ્રમુખ સામે ભાજપના જ 14 નગરસેવકોએ મોર્ચો ખોલ્યો

પાટણ (સં.ન્યૂ.સ.)પાટણ નગરપાલિકાની ચાલુ ટર્મમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 24 જેટલા નગરસેવકો સાથે સત્તા ફરી વખત પોતાની પાસે જાળવી રાખી હતી. જેમાં મહિલા પ્રમુખની પણ નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ હવે અગાઉની જેમ ચાલું બોડીમાં પણ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. જેમાં આઉટસોર્સિંગ ભરતીના ટેન્ડરમાં ગેરરીતિ અને ખોટા ઠરાવ કરવાનો અને એલ. 1 ની જગ્યાએ એલ. 2 એજન્સીને વર્ક ઓર્ડર આપી મોટો આર્થિક ફાયદો કરાવવાનો ગંભીર આક્ષેપ ખુદ નગરપાલિકાના શાસક પક્ષના 14 જેટલા સભ્યોએ જ કરતાં પાટણના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.પાટણ નગરપાલિકામાં અગાઉ પણ 24 માંથી 7 સભ્યોએ આ બાબતે પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પરંતુ તે સ્વીકારવામાં આવ્યું ન હતું. 30 જુલાઈના દિવસે મળેલી સામાન્ય સભામાં વધારાના કામોની યાદીમાં માત્ર જાણ માટે મૂકવામાં આવેલા કામમાં ખોટો ઠરાવ ક્રમાંક 106 લખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. નગરપાલિકાના સભ્યો દ્વારા આપેલા પત્રમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ સૌથી ઓછા ભાવ દર્શાવનારL1 એજન્સીના ભાવ મંજૂર કરવાના હોય છે તેના બદલે રાજકોટની રુદ્રા સિક્યુરિટી સર્વિસીસ નામની એજન્સીને 3.85 ટકાના ભાવે વર્ક ઓર્ડર આપવાનો નિયમ વિરુદ્ધનો ઠરાવ લખવામાં આવ્યો હતો. જેથી કરીને સભ્યોએ આક્ષેપ લગાવ્યો છે કે સામાન્ય સભામાં આવો કોઈ જ નિર્ણય થયો ન હોવા છતાં આ ખોટો ઠરાવ કરીને એજન્સીને મોટો આર્થિક ફાયદો કરાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેનાથી નગરપાલિકાના જાહેર સ્વભંડોળના નાણાંનો દુરપયોગ થશે. જેને લઈ 14 જેટલા શાસક પક્ષના જ સભ્યોએ લેખિતમાં સખત વાંધો રજુ કરીને ખોટા ઠરાવના કારણે ભવિષ્યમાં ઊભી થનારી આર્થિક અથવા કાયદાકીય જવાબદારી પ્રમુખની વ્યક્તિગત રહેશે તેમ જણાવ્યું હતું. તેમજ વિરોધ પત્રની નકલ ઉત્તર ઝોન ગાંધીનગરના પ્રાદેશિક કમિશનર તેમજ પાટણ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિરને પણ રવાના કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જેને લઈને પાટણના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
પાટણમાં રાહુલ ગાંધી સામે થયેલી ફરિયાદ બાબતે કોંગ્રેસનો વિરોધ
calendar_today September 1, 2026

પાટણમાં રાહુલ ગાંધી સામે થયેલી ફરિયાદ બાબતે કોંગ્રેસનો વિરોધ

પાટણ । (સં.ન્યૂ.સ.)પાટણમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ઉતરાખંડમાં થયેલી ફરીયાદને લઈ વિરોધ દર્શાવ્યો હતો. જે દરમિયાન પાટણની સિદ્ધપુર ચોકડી પાસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ચક્કાજામ કરી ફરીયાદ પરત ખેંચવાની માંગ કરી હતી.ઉતરાખંડમાં કોંગ્રેસના લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ઉતરાખંડમાં ફરીયાદ નોંધાતા તેના પડઘા પાટણમાં પડયા હતા. જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ એકઠા થયેલા આગેવાનો અને કાર્યકરોએ પાટણ સિદ્ધપુર ચોકડી પાસે ચક્કાજામ કરી આક્ષેપ સાથે માંગ કરી હતી કે રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલી ફરીયાદ ખોટી છે. જેને તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે. તેમજ લોકશાહી અને બંધારણીય મુલ્યોની રક્ષા માટે કોંગ્રેસનો સંઘર્ષ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. ચક્કાજામના કારણે થોડી વાર માટે ટ્રાફ્કિ સર્જાયો હતો. વધુમાં કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના નેતા સામે રાજકીય દબાણ કે ખોટી કાર્યવાહી કરવામાં આવશે તો કોંગ્રેસ લોકશાહી ઢબે તેનો સતત વિરોધ કરશે. વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પક્ષના આગેવાનો અને કાર્યકરો જોડાયાહતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરોCongress workers in Patan protested a complaint against Rahul Gandhi in Uttarakhand, holding a road blockade and demanding withdrawal of the complaint.

Read Full Story arrow_forward