android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
સુરેન્દ્રનગરમાં પોલીસનું ફાયરિંગ, રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો કરનારા આરોપી
calendar_today October 16, 2026

સુરેન્દ્રનગરમાં પોલીસનું ફાયરિંગ, રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો કરનારા આરોપી

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં રેન્જ IG નિર્લિપ્ત રાયની ખાસ ટીમ પર એક કુખ્યાત આરોપી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના જવાબમાં પોલીસે સ્વબચાવમાં કરેલા જવાબી ફાયરિંગ દરમિયાન આરોપીને ઇજા પહોંચી છે. રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ આરોપીને પકડવા માટે ગઈ હતી ત્યારે આઘાતજનક રીતે તેના પર હુમલો કરાયો હતો, જેને પગલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે...

Read Full Story arrow_forward
Petladમાં નવરાત્રીમાં તસ્કરો બેફામ: મલ્હાર અને પ્રથમ સોસાયટીમાં બંધ મકાનોના તાળાં તોડી લાખોની મત્તાની ચોરી
calendar_today October 16, 2026

Petladમાં નવરાત્રીમાં તસ્કરો બેફામ: મલ્હાર અને પ્રથમ સોસાયટીમાં બંધ મકાનોના તાળાં તોડી લાખોની મત્તાની ચોરી

આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં પવિત્ર નવરાત્રિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી વચ્ચે તસ્કરો બેફામ બન્યા હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. પરિવારજનો ગરબે ઘૂમવા ગયા હતા તે સમયનો લાભ ઉઠાવીને તસ્કરોએ બે અલગ-અલગ સોસાયટીઓમાં બંધ મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતાં સ્થાનિક રહીશોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે.કોલેજ ચોકડી નજીક મલ્હાર સોસાયટીમાં તસ્કરોનો દરોડોપેટલાદ શહેરમાં કોલેજ ચોકડી નજીક આવેલ ઓવરબ્રિજ પાસેની મલ્હાર સોસાયટીમાં કૌશિકભાઈ પુનમભાઈ ગાંધીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. પરિવારજનો નવરાત્રિના આયોજનમાં બહાર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો ઘરમાંથી કિંમતી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સેરવીને રફૂચક્કર થઈ ગયા હતા.પ્રથમ સોસાયટીમાં પણ મકાનનું તાળું તોડ્યું, પોલીસ તપાસ શરૂઆટલેથી ન અટકતાં તસ્કરોએ નજીકમાં જ આવેલી 'પ્રથમ સોસાયટી' માં પણ એક બંધ મકાનનું તાળું તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મકાનમાલિકો અને આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પેટલાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી પંચનામું કરી, આસપાસના CCTV કેમેરાના ફૂટેજ ચકાસી તસ્કરોના સગડ મેળવવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Daman : સાઈ ટ્રેડિંગ કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાં બ્લાસ્ટ, 4થી વધુ કામદારો ઘાયલ; 2ની હાલત ગંભીર
calendar_today October 16, 2026

Daman : સાઈ ટ્રેડિંગ કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાં બ્લાસ્ટ, 4થી વધુ કામદારો ઘાયલ; 2ની હાલત ગંભીર

દમણના પંચાલ ઉદ્યોગનગરમાં આવેલી સાઈ ટ્રેડિંગ કંપનીમાં અચાનક લોખંડની ભઠ્ઠી ફાટતાં મોટો બ્લાસ્ટ થયો હતો. આ ગંભીર દુર્ઘટનામાં કંપની પરિસરમાં કામ કરી રહેલા 4થી વધુ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં બે શ્રમિકોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.ભઠ્ઠીમાં અચાનક ધડાકો પંચાલ ઉદ્યોગનગર સ્થિત સાઈ ટ્રેડિંગ કંપનીમાં રોજિંદી કામગીરી દરમિયાન લોખંડ પીગળાવવાની ભઠ્ઠીમાં અચાનક ધડાકો થયો હતો. ભઠ્ઠી ફાટવાના પ્રચંડ અવાજથી આસપાસના એકમોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના બની તે સમયે ભઠ્ઠી નજીક કામ કરી રહેલા શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા હતા. 4થી વધુ કામદારો દાઝી જવાથી લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયાઅકસ્માતને પગલે 4થી વધુ કામદારો દાઝી જવાથી લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા. સાથી કર્મચારીઓ અને વ્યવસ્થાપકો દ્વારા તુરંત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઈજાગ્રસ્ત તમામ કામદારોને વધુ સઘન સારવાર માટે નજીકના વાપી ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બે કામદારોની સ્થિતિ અત્યંત નાજુકવાપીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ઈજાગ્રસ્તો પૈકી બે કામદારોની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેમને તાત્કાલિક આઈસીયુ વોર્ડમાં ખસેડાયા છે. આ બંને કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તબીબો તેમની હાલત પર સતત દેખરેખ રાખી રહ્યા છે. ઘટનાની તપાસ શરુબીજી તરફ આ ભયાનક અકસ્માતની જાણ થતાં જ દમણ ફાયર વિભાગની ટીમ, સ્થાનિક પોલીસનો કાફલો તેમજ સરકારી સેફ્ટી ઓફિસરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યારે સેફ્ટી ઓફિસર અને પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ શરૂ કર્યું હતું.લોકોમાં બનાવ અંગે ભારે ચિંતા ઔદ્યોગિક એકમમાં બનેલી આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોનું મોટું ટોળું કંપનીના મુખ્ય દરવાજા બહાર એકત્ર થઈ ગયું હતું. લોકોમાં બનાવ અંગે ભારે ચિંતા પ્રસરી હતી. હાલ પોલીસ અને સેફ્ટી ટીમો ઘટનાસ્થળે ઉપસ્થિત રહી જરૂરી તપાસ કરી રહી છે. આ પણ વાંચો      :     Explainer: ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ કેમ મળી? OCI કાર્ડના નિયમો શું કહે છે અને હવે આગળ શું થશે?                                

Read Full Story arrow_forward