Deesa : રૂ.500 કરોડના GST કૌભાંડમાં વીડિયો વાઈરલ
ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અનેક પ્રકારની ગેરનીતિઓની અનેક વખત ફરિયાદો થઈ ચૂકી છે પરંતુ ચૂંટાયેલા સત્તાધીશો અને માર્કેટના અધિકારીઓની મિલીભગતથી સરકારને ચૂનો લગાડવાનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે. ત્યારે હમણાં એક વેપારી 2.47 મિનિટનો એક વિડીયો વાયરલ કર્યો છે જે ખળભળાટ મચાવી દે તેઓ આ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોના કારણે માર્કેટમાં પેઢી ધરાવતા અનેGSTની ચોરી કરનાર અનેક વેપારીઓમાં દોડધામ મચી જવા પામી છે સાથે માર્કેટના સંડોવાયેલ અધિકારીઓ પણ પોતાના બચાવમાં દોડધામ શરૂ કરી છે. આ વિડીયોમાં રૂ.500 કરોડનું GST કૌભાંડ થયું હોવાનું સ્પષ્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. 2025-26 માં બીજા રાજ્યોમાંથી મગફળી ખરીદી ખેડૂતોના રોકડા પૈસા આપી અને એ બિલોનો વહીવટ બારોબાર કરી દેવામાં આવ્યો છે. તા.5/5/25 થી 31/6/2026 સુધી આ બિલોનું વહીવટ થયું હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. ચોમાસુ મગફળીમાં આનો વહીવટ થયો હોવાનું પણ સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે. હાલમાં હરાજીમાં ખરીદી કરી અને વેપારીઓ ખેડૂતોને રોકડા પૈસા આપી દેતા હોય છે અને તેના બિલો અન્ય રાજયોમાંથી આવેલા બિલો જે ડીસામાંથી ખરીદી કરતા વેપારીઓને બારોબાર પકડાવી દેતા હોય છે જેનાથી રાજ્યનેGSTનું મોટું નુકસાન થઈ રહ્યું છે. 2025-26 માં ગુજકોમાસોલ દ્વારા વિવિધ મંડળીઓને ટેકાના ભાવે મગફળી ખરીદવાની મંજુરીઆપી હતી. તેમાં પણ વેપારીઓ અને મંડળીના સંચાલકો ભેગા મળી અન્ય રાજ્યોમાંથી મગફળી લાવી અને હલકી ગુણવત્તાની મગફળી ભરાવી સરકારને નુકસાન કરાવવાનું કામ કર્યું છે હાલમાં પણ મગફળીની ખરીદી બિલોથી થતી નથી. માત્ર પાંચ ટકા જ વેપારીઓ બિલથી વ્યવહાર કરી રહ્યા છે બાકીના વેપારીઓ સરકારને નુકસાન કરાવવાનું કામ કરી રહ્યા છે જોકે કેટલીક પેઢીઓના નામ ન આપવાની સાથે જણાવ્યું હતું કે, અગાઉ ખરીદેલી મગફળીનું હવે વેચાણ બતાવી અને પાકા બિલો બનાવવાનું શરૂ કરી દીધેલ છે અને GSTની સરકારને નુકસાન કરાવવાનું કામ પણ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે GSTબાબતે સરકારે નોંધ લેવી જરૂરી છે તેવું આ વિડીયોમાં કહેવામાં આવ્યું છે. જોકે આ વિડીયો છેલ્લા ચારથી પાંચ દિવસથી માર્કેટના વેપારીઓના ગ્રુપોમાં ફરી રહ્યું છે જેના કારણે GSTચોરી કરતા વેપારીઓમાંફફડાટ ફેલાયો છે અને પોતાના બચાવ માટે દોડધામ શરૂ કરી છે પરંતુ GSTના અધિકારીઆો આ બાબતે તપાસ કરી છે કે કેમ તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આ કૌભાંડમાં GSTના અધિકારીઓની સંડોવણી છે કે કેમ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં તો માર્કેટમાં આ વિડીયોને લઈને સન્નાટો જોવા મળી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward