android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Aravalli : આસો સુદ પૂનમ અને શરદોત્સવ પ્રંસગે શામળાજી મંદિરના સમયમાં ફેરફાર
calendar_today October 22, 2026

Aravalli : આસો સુદ પૂનમ અને શરદોત્સવ પ્રંસગે શામળાજી મંદિરના સમયમાં ફેરફાર

શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આસો સુદ 15 અને સોમવારના પાવન અવસરે શ્રદ્ધાળુઓ માટે ભક્તિસભર દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વિશેષ દિવસે ભગવાન શામળિયાજીના દર્શન અને આરતીના સમયમાં વિશેષ નિયમો જાળવવામાં આવ્યા છે, જેનાથી ભક્તો સરળતાથી દર્શનનો લાભ લઈ શકે. મંદિરના સમયપત્રક મુજબ સવારે 6:00 કલાકે મંદિર ખુલશે અને 6:45 કલાકે મંગળા આરતી યોજાશે. ત્યારબાદ સવારે 8:30 કલાકે શણગાર આરતી થશે. સવારે 11:30 થી 12:15 કલાક દરમિયાન રાજભોગ ધરાવવા માટે મંદિર બંધ રહેશે અને 12:15 કલાકે રાજભોગ આરતી પછી બપોરે 1:00 કલાકે ઠાકોરજી પોઢી જશે. બપોરે 2:15 કલાકે ઉત્થાપન દર્શન માટે મંદિર પુનઃ ખુલશે. સાંજ અને રાત્રિના દર્શન માટે સાંજે 6:30 કલાકે સંધ્યા આરતી તથા રાત્રિના 8:15 કલાકે શયન આરતી યોજાશે, ત્યારબાદ રાત્રે 8:30 કલાકે મંદિર મંગલ થશે. નોંધનીય છે કે તા. 25-10-2026ના રવિવારના રોજ શરદોત્સવ રાત્રે 9:15 થી 11:15 સુધી ઉજવાશે અને રાત્રિના 12:00 કલાકે મંદિર મંગલ થશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar : કપાસના રૂપિયાની લેતીદેતીમાં કૌટુંબિક ભાઈઓની તકરાર હત્યામાં તબદીલ
calendar_today October 22, 2026

Surendranagar : કપાસના રૂપિયાની લેતીદેતીમાં કૌટુંબિક ભાઈઓની તકરાર હત્યામાં તબદીલ

ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે મામા ફોઈના બે ભાઇઓ વચ્ચે કપાસના રૂપીયાની લેતીદેતી મામલે બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બનતા વાત મારામારી સુધી પહોંચી હતી. જેમાં ધોકાથી હુમલા કરતા એક વ્યક્તિનું મોત થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર અમુક સમયે નજીવી બોલાચાલી કે નજીવી ઘટના હત્યાને અંજામ આપતી હોય છે.એવામાં ધ્રાગધ્રા તાલુકાના રાજચરાડી ગામે રહેતા વનાભાઇ શંકરભાઇ સુરેલા અને એમના ફોઈના દીકરા હરીભાઇ ઉર્ફે હરજીભાઇ ભાવજીભાઇ થરેસા બંન્ને વચ્ચે રાત્રે કપાસના રૂપીયા લેતી દેતી મામલે બોલાચાલી બાદ ગાળાગાળી થઇ હતી. અને ઉસ્કેરાઇ જઇ ફૌઈના દીકરા હરીભાઇએ લાકડીના ધોકા વડે હુમલો કરી વનાભાઇના માથાના ભાગમાં માર માર્યો હતો. આ હુમલામાં ગંભીર ઇજા થતા વનાભાઇનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ.આ ગંભીર બાબતની ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પી.આઇ.એન.એચ.ચુડાસમા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી મૃતકનું પી.એમ.કરવા માટે રાજકોટ મોકલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આમ એક નાનકડી લેતીદેતી મામલે લાકડાનો ઘા ઝીંકી હુમલો કરતા હત્યા થઇ જતા નાના એવા ગામમાં ગમગીની ફેલાઇ હતી. આરોપીની તપાસ મામલે આગળની કાર્યવાહી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar : સગીરા સાથે કુકર્મ આચરી વીડિયો વાયરલ કર્યો
calendar_today October 22, 2026

Surendranagar : સગીરા સાથે કુકર્મ આચરી વીડિયો વાયરલ કર્યો

દસાડા ગ્રામ્યમાં રહેતા પરિવારની સગીર દીકરી કુદરતી હાજતે જતા એક શખ્સે તેને ધમકી આપી કુકર્મ કર્યુ હતુ. અને સગીરાનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ અંગે સગીરાના પિતાએ દસાડા પોલીસ મથકે પોકસો અને આઈટી એકટની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. મુળ પાટણ જિલ્લાનો પરિવાર હાલ દસાડા તાલુકાના એક ગામમાં રહે છે. પરિવારને સંતાનમાં ર દિકરા અને એક દિકરી છે. જેમાં સગીર દિકરી હાલ 12 મા ધોરણમાં અભ્યાસ કરે છે. પાંચેક માસ પહેલા સગીરા ગામની કેનાલ પાસે કુદરતી હાજતે ગઈ હતી. ત્યારે ગામનો સાગર નવઘણભાઈ ઠાકોર તેની પાછળ ગયો હતો. અને સગીરાના મોંઢા પર હાથ દઈ દેકારો કરીશ તો તારા માતા-પિતાને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. અને સગીરાના કપડા ઉતરાવી તેનો વીડિયો બનાવી સગીરા સાથે કુકર્મ કર્યુ હતુ. ગત તા. 13-10-26 ના રોજ સાગર ઠાકોરે ઉતારેલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વાત પરિવારને ધ્યાને આવતા સગીરાના પિતાએ આરોપી સાગર નવઘણભાઈ ઠાકોર સામે દસાડા પોલીસ મથકે પોકસો અને આઈટી એકટની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ દસાડા પીઆઈ બી.સી.છત્રાલીયા ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward