android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live :  ઈરાન : ચાબહારથી બંદર અબ્બાસ સુધી તાબડતોબ વિસ્ફોટ, હોર્મુઝ હુમલાનો બદલો લેવાનો USનો દાવો
calendar_today September 1, 2026

Gujarat Latest News Live : ઈરાન : ચાબહારથી બંદર અબ્બાસ સુધી તાબડતોબ વિસ્ફોટ, હોર્મુઝ હુમલાનો બદલો લેવાનો USનો દાવો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabad: પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી કોર્ટે ફગાવી, ભ્રષ્ટાચારી અધિકારીઓને બક્ષવા ન જોઈએ- કોર્ટ
calendar_today September 1, 2026

Ahmedabad: પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી કોર્ટે ફગાવી, ભ્રષ્ટાચારી અધિકારીઓને બક્ષવા ન જોઈએ- કોર્ટ

આણંદના ચર્ચિત પૂર્વ નિવાસી અધિક કલેક્ટર (RAC) કેતકી વ્યાસની કાનૂની મુશ્કેલીઓનો અંત આવતો દેખાતો નથી. આવક કરતાં વધુ સંપત્તિ વસાવવાના ગંભીર આરોપો હેઠળ ઘેરાયેલા પૂર્વ RAC કેતકી વ્યાસ દ્વારા અદાલતમાં જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જોકે, કેસની ગંભીરતા અને તપાસના તથ્યોને ધ્યાને રાખીને કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે, જેથી તેમને જેલવાસમાં જ રહેવું પડશે.પૂર્વ RAC કેતકી વ્યાસને કોર્ટનો મોટો આંચકોઅપ્રમાણસર મિલકતના આ કેસમાં સરકારી પક્ષ દ્વારા જામીન અરજીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને રજૂઆત કરાઈ હતી કે આરોપી ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા હોવાથી જામીન મળતાં તપાસ પર માતબર અસર પડી શકે છે.જામીન અરજી રદ કરવાનો હુકમ સંભળાવતી વખતે અદાલતે ભ્રષ્ટાચાર અને ગેરકાયદે મિલકત બનાવતા અધિકારીઓ સામે અત્યંત સખત વલણ અપનાવ્યું હતું. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, અપ્રમાણસર મિલકતનો કેસ અત્યંત ગંભીર પ્રકૃતિનો છે અને આવા ગુનાઓને હળવાશથી લઈ શકાય નહીં.કોર્ટના ચુકાદાના મુખ્ય ચાર આકરા અવલોકનોગેરકાયદે મિલકતના ગુનાઓ સરકારી તંત્ર અને વહીવટ પરના સામાન્ય પ્રજાના વિશ્વાસને સીધું અને મોટું નુકસાન પહોંચાડે છે.મગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે આરોપીની રૂબરૂ પૂછપરછ અને તપાસ અત્યંત જરૂરી છે, જેથી આ તબક્કે જામીન આપી શકાય નહીં.જો આરોપીને અત્યારે જામીન પર મુક્ત કરવામાં આવે તો કેસની નિષ્પક્ષ તપાસને મોટું નુકસાન પહોંચી શકે છે. ભ્રષ્ટાચારી અધિકારીઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવવા ન જોઈએ.આ પણ વાંચો: Patan: સાંતલપુરના વૌવા ગામે 15 લોકોને ઘાયલ કરનાર જંગલી જાનવર નહીં, હડકાયો શ્વાન નીકળ્યો

Read Full Story arrow_forward
Gandhinagar : ક્લાસ-1 અધિકારીનું એકાએક રાજીનામું, ભરતીના થોડા વર્ષોમાં જ છોડી સરકારી સેવા
calendar_today September 1, 2026

Gandhinagar : ક્લાસ-1 અધિકારીનું એકાએક રાજીનામું, ભરતીના થોડા વર્ષોમાં જ છોડી સરકારી સેવા

ગુજરાત સરકારના પુરવઠા વિભાગમાં ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા ક્લાસ-1 અધિકારી ડૉ. અભેસંગ ચૌહાણે એકાએક રાજીનામું આપતાં સચિવાલયના વહીવટી વર્તુળોમાં ચર્ચા જાગી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર અધિસૂચના જાહેર કરવામાં આવી છે. અધિસૂચના મુજબ ડૉ. અભેસંગ ચૌહાણે અંગત કારણોસર સરકારી સેવા છોડવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત મુલ્કી સેવા નિયમો, 2002 અનુસાર તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે.પુરવઠા વિભાગના ઉપ સચિવનું રાજીનામુંડૉ. અભેસંગ ચૌહાણ પુરવઠા વિભાગમાં ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા હતા. ક્લાસ-1 કક્ષાના અધિકારીનું અચાનક રાજીનામું સામે આવતાં સરકારી તંત્રમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય વહીવટ વિભાગની સત્તાવાર અધિસૂચના જાહેર થતાં રાજીનામાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.અંગત કારણોસર સેવા છોડ્યાનો ઉલ્લેખસત્તાવાર અધિસૂચના અનુસાર ડૉ. ચૌહાણે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. જોકે ભરતીના થોડા વર્ષોમાં જ એક ક્લાસ-1 અધિકારી દ્વારા સરકારી સેવા છોડવાનો નિર્ણય લેવાતા વહીવટી વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. રાજીનામા પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં તે અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી. અધિસૂચનામાં અંગત કારણોસર રાજીનામું આપ્યાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ભરતીના થોડા વર્ષોમાં સેવા છોડતાં ચર્ચાસામાન્ય રીતે ઉચ્ચ કક્ષાની સરકારી સેવામાં ભરતી થયા બાદ અધિકારીઓ લાંબા સમય સુધી સેવા આપતા હોય છે. ત્યારે ભરતીના થોડા વર્ષોમાં જ ક્લાસ-1 અધિકારી દ્વારા રાજીનામું આપવાનો નિર્ણય લેવાતા સચિવાલયમાં આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.નવી વહીવટી વ્યવસ્થા અંગે આગામી સમયમાં નિર્ણય પુરવઠા વિભાગના ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા અધિકારીનું રાજીનામું મંજૂર થયા બાદ હવે તેમની જગ્યાએ નવી વહીવટી વ્યવસ્થા અંગે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward