android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : શિહોલી પાસે ગરનાળા નજીક સ્પીડ બ્રેકરનો અભાવ
calendar_today October 22, 2026

Gandhinagar : શિહોલી પાસે ગરનાળા નજીક સ્પીડ બ્રેકરનો અભાવ

ચિલોડાથી શિહોલી તરફ જતા નેશનલ હાઇવેના સર્વિસ રોડને તાજેતરમાં RCCનો બનાવામાં આવ્યો છે. આ માર્ગ પર આવેલા ઓવર બ્રીજની નીચે આવેલા ગરનાળાના બંને તરફ અગાઉ સ્પીડ બ્રેકર બનાવામાં આવ્યા હતા. જોકે નવા રોડના કામ બાદ આ રોડ પર ગરનાળાની સામે બંને તરફ સ્પીડ બ્રેકર બનાવાનું ભુલાઇ ગયુ છે. સ્પીડ બ્રેકપરના અભાવે ગરનાળામાંથી સર્વિસ રોડ પર નીકળતી વખતે વાહન ચાલકો સર્વિસ રોડ પર પુરઝડપે નીકળતા વાહનોની ઝપટમાં આવી જવાની જોખમની સ્થિતી જોવા મળી છે. જેને લઇને આ ગરનાળા પાસે નવા સર્વિસ રોડ પર બંને તરફ સ્પીડ બ્રેકર લગાવામાં આવે એવી સ્થાનિકોની માંગણી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : દિવાળી પહેલાં ગાંધીનગર તાલુકા સેવા સદન ધમધમતું થઈ જશે
calendar_today October 22, 2026

Gandhinagar : દિવાળી પહેલાં ગાંધીનગર તાલુકા સેવા સદન ધમધમતું થઈ જશે

ગાંધીનગર તાલુકા સેવા સદનનું લોકાર્પણ થયાને એક મહિના જેટલો સમય થઈ ગયો છે. જોકે કોર્પોરેશન ઈલેક્શન સહિતની કામગીરીને પગલે સ્ટાફ નવી કચેરીમાં ગયો ન હતો. જોકે હવે સ્ટાફ દ્વારા નવી બિલ્ડિંગમાં જવાની તૈયારી કરી લીધી છે, જેને લઈને આજે અધિકારી-કર્મચારીઓએ વિધિવત રીતે કચેરીમાં પ્રવેશ કર્યો હતો. આ સમયે મુલાકાતે આવેલા કલેક્ટર અને અરજદારોનું પણ પુષ્પ અને તિલકથી સ્વાગત કરાયું હતું. તંત્ર દ્વારા હવે થોડા દિવસોમાં મહત્વની ફાઈલો અને સામાન ખસેડી લેવાનું આયોજન કર્યું છે, જેને પગલે દિવાળી પહેલાં જ તાલુકા સેવા સદન સંપૂર્ણ રીતે ધમધમી જાય તેમ છે. જેમાં કલેક્ટર બિલ્ડિંગમાં કાર્યરત પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર અને ઈ-ધારા કેન્દ્ર નવીન બિલ્ડિંગમાં શીફ્ટ થઈ જશે. સેક્ટર-11માં કલેક્ટર કચેરીની પાછળ 42 કરોડના ખર્ચે ગાંધીનગર તાલુકા સેવા સદનનું ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું બિલ્ડિંગ તૈયાર કરાયું છે. જેમાં જનસંપર્ક હેઠળની તમામ સુવિધાઓ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ રાખવામાં આવશે, જેથી એક જ સ્થળે જન સુવિધાઓ વધુ સુવ્યવસ્થિત, ઝડપી અને સુરક્ષિત બનશે. કેમ્પસમાં આંતરિક માળખાકીય સુવિધાઓ અંતર્ગત આંતરિક રસ્તા, રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ફાયર સિસ્ટમ, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, સમ્પ તથા પાણીના બોર જેવી સુવિધાઓ ઉભી કરાઈ છે. જ્યારે કેમ્પસમાં અવરજવર માટે 6 અલગ-અલગ એન્ટ્રી-એક્ઝિટ ગેટ બનાવાયા છે. અરજદારોની સુવિધા માટે 16 લોકોની ક્ષમતાવાળી બે લીફ્ટ, દરેક માળે કોમન ટોઈલેટ, દિવ્યાંગો માટે ટોઈલેટ જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. મુખ્ય કચેરીઓ ઉપરાંત રેકોર્ડની જાળવણી માટે જરૂરી સ્ટોરરૂમની જોગવાઈમાં કોમ્પેક્ટર સિસ્ટમની સુવિધા રાખવામાં આવેલ છે. આ ઉપરાંત 2 કોન્ફ્રન્સ રૂમ, ડાઈનીંગ એરીયા, જીમ, યોગા રૂમ, રીક્રિએશન એરીયા તથા ઘોડીયાઘર જેવી આનુષંગિક સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. નવી બિલ્ડિંગમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ સાથે કેમ્પસમાં પણ પાર્કિંગ માટે જગ્યા છે. જેને પગલે કર્મચારી અને અરજદારોને વાહન પાર્કિંગ માટે જગ્યા મળી રહેશે. બીજી તરફ કલેક્ટર કચેરીમાંથી પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર ખસેડાતા અહીં પણ પાર્કિંગની સમસ્યાનો ઉકેલ આવે તેવી શક્યતા હાલ જોવાઈ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahegam : મિલકત સંબંધી ગુનાનો અંજારનો ફરાર આરોપી દહેગામથી પકડાયો
calendar_today October 22, 2026

Dahegam : મિલકત સંબંધી ગુનાનો અંજારનો ફરાર આરોપી દહેગામથી પકડાયો

અંજારમાં મિલકત સંબંધી ગુનો આચર્યા બાદ ફરાર થઇ ગયેલા એક આરોપીને દહેગામના એક એપાર્ટમેન્ટમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. અંજાર પોલીસ આરોપીને શોધી રહી હતી અ દરમિયાન દહેગામ પોલીસે બાતમી આધારે દહેગામના ઇસમને પકડી પાડીને અંજાર પોલીસને સોંપ્યો હતો. મળતી વિગતો મુજબ દહેગામ ટાઉન બીટ જમાદાર જીનલકુમાર મહંતને બાતમી મળી હતી કે અંજાર પોલીસ મથકમાં વર્ષ 2026 માં ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ નોંધાયેલા એક મિલકત સંબંધીત ગુનામાં નાસતો ફરતો આરોપી મિતુલ કિશોરભાઇ પટેલ (રહે. દહેગામ હરેકૃષ્ણ એપાર્ટમેન્ટ , મકાન નંબર 1003 મુળ રહે. ઇકબાલગઢ તા. અમીરગઢ બનાસકાંઠા) હાલમાં દહેગામમાં તેના ઘરે આવેલ છે. આ હકીકત આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરીને નાસતા ફરતા આરોપી મિતુલ પટેલને તેના જ ઘરેથી રંગેહાથ પકડી પાડયો હતો. આરોપી અંજાર ખાતે મિલકત સંબંધીત ગુના આચર્યો હોવાથી આ મામલે સ્ટેડા નોંધ કરીને અંજાર પોલીસને સોંપવામાં આવ્યો હોવાની વિગતો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward