android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: રૂા.2.42 લાખના મુદ્દામાલ સાથે ઘરમાં જુગાર રમતા 19 ઝડપાયા
calendar_today September 2, 2026

Bharuch: રૂા.2.42 લાખના મુદ્દામાલ સાથે ઘરમાં જુગાર રમતા 19 ઝડપાયા

ભરૂચ એલસીબીની ટીમ હાલમાં તહેવારોના દિવસો હોઈ શહેર-જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરે છે.દરમિયાનમાં એએસઆઈ સંજય તેમજ કોન્સ્ટેબલ નિમેષને ચોક્કસ બાતમી મળી હતી કે, ટંકારિયા ગામે ગોડર સ્ટ્રીટ ખાતે રહેતોરફીક સાપા તેના જૂના મકાનમાં બહારથી માણસો બોલાવી પત્તાપાનાનો જુગાર રમાડે છે. જેના પગલે તેમણે એલસીબી પીઆઈ મનિષ વાળાને જાણ કરતાં તેમના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર. કે. ટોરાણી તેમની ટીમે સ્થળ પર દરોડો પાડયો હતો. તેઓ રફીક સાપાના ઘર પાસે પહોંચતાં ઘરને ચારેય તરફથી ઘેરી દરવાજા પાસે જતાં દરવાજો ખુલ્લો જણાયો હતો.જેથી તેઓએ અંદર પ્રવેશી પહેલાં માળે જતાં ત્યાં કેટલાંક લોકોએ ટોળું વળી જુગારની મહેફીલ જમાવી હોવાનું જણાયું હતું. ટીમે જુગારનો અડ્ડો ચલાવનાર રફીક સુલેમાન સાપા (રહે. ટંકારીયા સાપા ફળિયુ) સહિત કુલ 19 જુગારિયાઓને ઝડપી પાડી સ્થળ પરથી ક્લબમાં વપરાતા 151 ટોકન કોઈન, સહિત પ્લાસ્ટીક-સ્ટીલની 12 ટોકરી, બે બોર્ડ, સીલ પેક્ કેટ તેમજ વપરાયેલી કેટ સહિત કુલ 1.25 લાખના 17 મોબાઈલ તેમજ 1.16થી વધુની રોકડ મળી કુલ 2.42 લાખ કરતાં વધુનો મુદ્દામાલ ટીમે જપ્ત કર્યો હતો. પોલીસે નોંધ્યું હતું કે, અગાઉ ટંકારિયામાં પોલીસ દ્વારા જુગારના અડ્ડા પર રેડ પાડવામાં આવતાં પોલીસ પર હુમલો થવાની ઘટનાઓ બની હતી.જેના પગલે ટીમે તમામને પાલેજ પોલીસ મથકે ખસેડયાં હતાં. પ્રાથમિક પુછપરછમાં રફીકે કબુલ્યું હતું કે, તે તેના જૂના ઘરમાં રમાડતાં જુગારના અડ્ડા પર રમવા આવતાં બહારના વ્યક્તિઓ પાસેથી એન્ટ્રી ફી તરીકે પહેલાં 500 રૂપિયા લેતો હોય છે.જે બાદ તે દરેક વ્યક્તિને 4 હજાર રોકડા લઈ તેના બદલામાં કોઈન આપો હતો. જે બાદ પણ તે જુગારીયાઓ પાસેથી દર કલાકના 500 રૂપિયા લેતો હોવાની પણ તેણે કબુલાત કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: જિલ્લા જેલમાં શ્રાવણ નિમિત્તે વૈદિક રુદ્ર પૂજા યોજાઈ
calendar_today September 2, 2026

Bharuch: જિલ્લા જેલમાં શ્રાવણ નિમિત્તે વૈદિક રુદ્ર પૂજા યોજાઈ

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચ જિલ્લા જેલ ખાતે વૈદિક વિધિ-વિધાન સાથે રૂદ્ર-પૂજા નું આયોજન કરવામાં આવ્યુ હતુ. પોલીસે મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, ગુજરાત રાજય અમદાવાદના માર્ગદર્શન હેઠળ તેમજ ઈન્ચાર્જ અધિક્ષક એન.પી.રાઠોડના નેતૃત્વમાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.આર્ટ ઓફ લિવિંગ વૈદિક ધર્મ સંસ્થાન, ભરૂચના કો-ઓર્ડિનેટર સંગીતા શુકલાના સહયોગથી પંડિતજી તથા સ્વામીજી દ્વારા સંપુર્ણ વૈદિક વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે રૂદ્ર પૂજા સંપન્ન કરવામાં આવી હતી. પૂજા દરમ્યાન કરવામાં આવેલા પવિત્ર મંત્રોચ્ચારથી જેલ પરિસરમાં આદ્યાત્મિક અને શાંતિપુર્ણ વાતાવરણ જોવા મળ્યુ હતુ. કાર્યક્રમનો મુખ્ય હેતુ જેલ પરિસરમાં સકારાત્મક અને પવિત્ર વાતાવરણનું નિર્માણ કરવા ઉપરાંત બંદીવાનોમાં હકારાત્મક અભિગમ, આત્મશાંતિ, આત્મવિશ્વાસ તથા માનવીય મુલ્યોનું જતન અને ઉત્થાન થાય તેવો હતો.આ ધાર્મિક-આદ્યાત્મિક કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા જેલના બંદીવાનોએ પણ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. રૂદ્ર પૂજા દરમ્યાન સમગ્ર જેલ પરિસરમાં ભક્તિભાવ અને શાંતિનો માહોલ છવાયો હતો. જેલ વહીવટી તંત્ર દ્વારા બંદીવાનોના માનસિક અને સામાજીક પુનર્વસનના હેતુથી સમયાંતરે વિવિધ આદ્યાત્મિક તથા સુધારાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આવા કાર્યક્રમો દ્વારા બંદીવાનોમાં સકારાત્મક વિચારો, આત્મવિશ્વાસ અને માનવીય સંવેદનાઓ વિકસે તે દિશામાં જેલ તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: ચિકદા તાલુકાના ખેડૂતોએ પ્રત્યક્ષ મુલાકાત લઇ માહિતી મેળવી
calendar_today September 2, 2026

Narmada: ચિકદા તાલુકાના ખેડૂતોએ પ્રત્યક્ષ મુલાકાત લઇ માહિતી મેળવી

નર્મદા જિલ્લાનાં ચિકદા તાલુકાના ખેડૂત ભાઈઓ અને બહેનો દ્વારા કેવડી ગામના ખેડૂત રમેશભાઇ નંદાભાઇ વસાવાના મોડેલ ફાર્મ તથા નર્સરી યુનિટની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક, ટકાઉ અને આવકવર્ધક ખેતી તરફ્ વાળવાનો તેમજ પ્રત્યક્ષ માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.અભ્યાસ પ્રવાસ દરમિયાન ખેડૂતોને જમીન અને જગ્યાનો મહત્તમ ઉપયોગ કરીને આંતરપાક, મિશ્રપાક અને પાક વૈવિધ્યકરણનું ઉત્તમ મોડેલ બતાવવામાં આવ્યું હતું. આ સાથે ગૌ-આધારિત ખેતીનું મહત્વ, રસાયણિક ખાતરો અને જંતુનાશકોના દેશી વિકલ્પો તેમજ ઉત્પાદન ખર્ચ ઘટાડી બજાર વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે અંગે સચોટ માહિતી આપવામાં આવી હતી.નર્સરીની મુલાકાત દરમિયાન ખેડૂતોને ગુણવત્તાયુક્ત બીજની પસંદગી, પ્રો-ટ્રે અને કોકોપીટના માધ્યમથી રોપા તૈયાર કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી. ઉપરાંત, આંબાની કલમ બનાવવાની આધુનિક ટેકનિકો જેવી કે વેજ ગ્રાફ્ટિંગ અને સોફ્ટવુડ ગ્રાફ્ટિંગ અંગે પ્રત્યક્ષ પ્રદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. હાલમાં આ ફાર્મ પર સ્થાનિકસ્તરે ટામેટી, મરચી, રીંગણ, ફ્લાવર અને કોબીજના ગુણવત્તાયુક્ત રોપાઓનું સફ્ળતાપૂર્વક ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે.નર્સરી અને કલમ બનાવવાની પ્રવૃત્તિને ખેડૂતો પોતે અપનાવીને વધારાની આવક અને સ્વરોજગારનો સ્ત્ર્રોત ઊભો કરી શકે તે માટે આ મુલાકાત ખૂબ જ પ્રેરણાદાયી રહી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફ્ળ આયોજન અને સંચાલનદેડિયાપાડા તાલુકાના એ.ટી.એમ. એ. એમ. વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward